અમેરિકામાં પડેલા રહસ્યમય વરસાદે અનેક લોકોના જીવ લીધા, આજે પણ છે આ રહસ્ય છે અકબંધ

આપણા વિજ્ઞાને હાલના સમયમાં ઘણી પ્રગતિ કરી છે, પછી ભલે તે મનુષ્યને અવકાશમાં મોકલવાની હોય કે કોઈ રોગને મટાડવાની હોય. માત્ર પૃથ્વી પર જ નહીં, પણ વિજ્ઞાન પાસે અવકાશમાં બનેલી કોઈપણ ઘટનાનો જવાબ છે. વિજ્ઞાન આટલું આધુનિક બન્યા પછી પણ, આપણા પૃથ્વી પર આવા કેટલાક રહસ્યો છે જે રહસ્યોનું સોલ્યૂશન વિજ્ઞાન પાસે પણ નથી.

ક્રૂકેડ ફોરેસ્ટ , પોલેન્ડ

image source

ક્રૂકેડ ફોરેસ્ટ પોલેન્ડના ગ્રીફિનો શહેરની નજીક સ્થિત એક જંગલ છે, જેમાં 400 પાઈન વૃક્ષો છે અને તે બધા જ વૃક્ષો એક જ બાજુ વિચિત્ર રીતે વળેલા છે. આ બધા વળેલા ઝાડને કારણે જ તેને ક્રૂકેડ ફોરેસ્ટ નામ આપવામાં આવ્યું છે. આ બધા ઝાડ થડથી જમીનમા જ પૂર્વી દિશા તરફ લગભગ 9 ફુટ સુધી 90 ડિગ્રીમાં સીધા ગયા છે અને પછી વળીને સીધા આકાકશ તરફ ગયા છે. તેમના વિચિત્ર કદ હોવા છતાં, આ બધા વૃક્ષો સ્વસ્થ છે અને 50 ફૂટ ઉંચા છે. એક અંદાજ છે કે આ બધાં વૃક્ષો અહીં 1930 માં રોપવામાં આવ્યા હતા, આ વૃક્ષોનો વિચિત્ર આકાર શોધવા માટે ઘણા બધા અભ્યાસ કરવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી તે નિશ્ચિતરૂપે જાણી શકાયુ

લાઇટિંગ બોલ

image source

લાઇટિંગ બોલ એ એક અસ્પષ્ટ ઘટના છે જે આકાશમાં વીજળીના ચમકારા પછી દેખાય છે. વિશ્વના લગભગ તમામ દેશોમાં લોકોએ તેને જોયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોયેલા જુદા જુદા લોકો અનુસાર, તે પ્રકાશનો બોલ છે જે વટાણાના કદથી લઈને ફૂટબોલ સુધીનો હોય છે, અને થોડી સેકંડથી થોડી મિનિટો માટે હવામાં ઉડતો હોય છે અને કોઈ વસ્તુ સાથે અથડાવાથી નાશ પામે છે.

તેમાં લાલ, પીળો અને નારંગી રંગમાં સૌથી વધુ જોવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે તે જે સાથે અથડાય છે તેને થોડું નુકસાન થાય છે અને તેના વિનાશ પછી સળગતા સલ્ફરની ગંધ આવે છે. તેમ છતાં બોલ લાઇટિંગથી સંબંધિત અન્ય અસંખ્ય દાવાઓ છે જે તમને ઇન્ટરનેટ પર મળશે. આ બધા દાવાઓથી તે સ્પષ્ટ થઈ જાય છે કે બોલ લાઇટિંગ એ ખોટી ઘટના નથી. પરંતુ વૈજ્ઞાનિકો હજી સુધી સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી કે તે કેવી રીતે જન્મે છે અને કઈ વસ્તુઓથી બનેલો છે. પરંતુ કદાચ આવતા કેટલાક વર્ષોમાં બોલ લાઇટિંગનું આખું સત્ય વિશ્વની સામે આવશે.

રહસ્યમય વરસાદ

image source

7 ઓગસ્ટ 1994 ના રોજ, જ્યારે સવારે 3 વાગ્યે વોશિંગ્ટનના ઓકવિલેમાં વરસાદ શરૂ થયો, ત્યારે લોકોએ જોયું કે આ વરસાદના ટીપા ચિપકે તેવા હતા અને સામાન્ય વરસાદથી જુદો હતો જે પહેલાં ક્યારેય નહોતો દેખાયો. વરસાદમાં લોકોએ કારના કાચ સાફ કરવાનું શરૂ કરી દીધું ત્યારે આ ટીપાં કાચમાં જ ચોંટી પડ્યાં. બપોર સુધીમાં ઘણા લોકો રહસ્યમય રીતે બીમાર પડવા લાગ્યા જેમકે કેટલાકને ચક્કર આવવા લાગે છે, કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે અને કેટલાકને ઓછુ દેખાવાનું શરૂ થયું. આવા વિચિત્ર વરસાદ અહીં 3 અઠવાડિયામાં 6 વખત થયો છે. આ વરસાદને કારણે ઘણા કૂતરાં અને બિલાડીઓનાં પણ મોત નીપજ્યાં હતાં.

જ્યારે આ વરસાદના પાણીના નમૂના લેબ પર લઈ જવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે તેમાં માણસોના શ્વેત રક્તકણો હાજર છે. આ પછી એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે તે વિમાન દ્વારા છોડવામાં આવેલું માનવીનું મળ હશે, પરંતુ આ માત્ર એક અનુમાન હતું, આ માટે કોઈ નક્કર પુરાવા મળી શક્યા નથી. આ વિચિત્ર વરસાદ વિશે ઘણી દલીલો કરવામાં આવી છે, જેમ કે કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે તે એલિયન્સનો મળ હશે, જ્યારે કેટલાક માને છે કે જ્યારે સૈન્યની કવાયત દરમિયાન બોમ્બ દરિયામાં ફેંકી દેવામાં આવ્યા હતા, ત્યારે ઘણી જેલીફિશ મરી ગઈ હોત અને તેમના ટુકડા બાષ્પીભવન થઈ ગયા હતા તે એક વાદળ બની ગયું હતું, પરંતુ સેનાના જવાનોએ આવી કોઈ પણ કવાયતનો ઇનકાર કરી દીધો હતો. પરંતુ ઘણા સંશોધન પછી પણ, આ વિચિત્ર વરસાદનું રહસ્ય શોધી શકાયું નહીં અને ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે તેને વણઉકેલાયેલ રહસ્ય જાહેર કર્યું.

એન્જેલો ફેટીકોની, હ્યુમન કોર્ક

image source

એન્જેલો ફેટીકોની ઇટાલિયન-અમેરિકન ફ્રીક શો કલાકાર હતા. તે તેની વિશેષ ક્ષમતાને કારણે ઇતિહાસમાં પ્રખ્યાત બન્યો, અને તેની વિશેષતા એ હતી કે તે કોઈ પણ પ્રયત્નો કર્યા વિના પાણીમાં ડૂબતો નહોતો. આ વિશેષતાને કારણે તેનું નામ હ્યુમન કોર્ક રાખવામાં આવ્યું. આ વિશેષતા તેના શરીરમાં નાનપણથી જ હતી, પરંતુ સમયની સાથે ઘણા લોકોને પણ તેના વિશે ખબર પડી.

ઘણા લોકો તેની ક્ષમતાની ચકાસણી કરવા પણ ઇચ્છતા હતા, તેથી એકવાર તેને કોથળામાં સીલ કરવામાં આવ્યો અને 20 પાઉન્ડની કેનનબોલ તેના પગ સાથે બાંધી દેવામાં આવી, પરંતુ ટૂંક સમયમાં એન્જેલો તેનું માથું કોથળામાંથી બહાર કાઢ્યું અને પાણીમાં કોઈ પણ પ્રયાસ કર્યા વગર ડૂબ્યા વિના 8 કલાક સુધી આમ જ રહ્યો. બીજા એક પ્રસંગે તેને હડસન નદીમાં ખુરશી સાથે બાંધીને ફેંકી દેવામાં આવ્યો હતો અને ખુરશી સાથે 20 પાઉન્ડનો વજન બાંધવામાં આવ્યો હતો, અને ફરી એકવાર બાથ પગ બાંધેલા હોવા છતા તે 15 કલાક પાણીમાં ડૂબ્યા વિના રહ્યો. જોકે એન્જેલો ફેટીકોનીએ કહ્યું હતું કે જ્યારે સમય આવશે ત્યારે તે જાતે જ દુનિયાને તેની વિશેષ ક્ષમતા વિશે જણાવી દેશે. પરંતુ 2 ઓગસ્ટ, 1931 ના રોજ, જ્યારે તે ફ્લોરિડાના જેક્સનવિલે સ્થિત તેના સંબંધીના ઘરે ગયો હતો, ત્યારે તે અચાનક ત્યાં જ મરી ગયો, અને વિશ્વ તેનું રહસ્ય પણ જાણી શક્યું નહીં.

સૂર્યનો ચમત્કાર

image source

ફાતીમા, પોર્ટુગલના ત્રણ ભરવાડના બાળકો, લુસિઆ સાન્તોસ, ફ્રાન્સિસ્કો અને જેસિન્ટા માર્ટોએ ભવિષ્યવાણી કરી હતી કે, 13 ઓક્ટોબર, 1917 ના રોજ, મધર મેરી (જેને બાળકો Our Lady of Fátima કહે છે) પ્રગટ થશે અને ચમત્કાર કરશે. બાળકોની આ વાત આખા શહેરમાં ફેલાય ગઈ અને અખબારોમાં પણ આવવા લાવી. આ બાબતે ઘણા વિવાદ થયા હતા અને તે બાળકોનો રાજકીય દાવ છે એમ વિચારીને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

13 ઓક્ટોબર 1917 ના રોજ, કેટલાક અહેવાલો અનુસાર, આશરે 40,000 લોકો એકઠા થયા હતા, જ્યારે કેટલાક અહેવાલો મુજબ, આશરે 1 લાખ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તે દિવસે ઘણા લોકોએ જોયું કે થોડો વરસાદ આવ્યા પછી વાદળો દૂર થઈ ગયા હતા અને બાકીના દિવસ કરતા સૂર્ય જાખો દેખાવા લાગ્યો હતો. સૂર્ય રંગીન હતો અને ચક્રની જેમ ફરતો હતો. પછી સૂર્ય જીંગ જેંગની જેમ ફરીને પૃથ્વી તરફ પડ્યો. આવુ 10 મિનિટ સુધી ચાલ્યું પછી સૂર્ય તેની જગ્યાએ પાછો જતો રહ્યો. કેટલાક લોકોએ કહ્યું કે આ ઘટના પછી વરસાદના કારણે તેમના ભીંજાયેલા કપડા સુકાઈ ગયા. તે દિવસે હજારો લોકોએ આ ઘટના જોઇ હતી, જ્યારે કેટલાક લોકો એવા પણ હતા જેમને આ બધું દેખાતું ન હતું. તે દિવસે ફાતિમામાં જે બન્યું તેના હજારો લોકો સાક્ષી બન્યા અને વિજ્ઞાન હજી સુધી તેનો જવાબ આપી શક્યું નથી, તેથી જ તે ઘટના ઇતિહાસમાં એક ચમત્કાર તરીકે નોંધાઈ અને તેનું નામ “Miracle of the Sun” અને “Miracle of Fatima” રાખવામાં આવ્યું.

લા મંચા નેગ્રા, કારાકાસ, વેનેઝુએલા.

image source

લા મંચ નેગ્રા એક કાળો, ચિકણો અને ચ્યુઇંગ-ગમ જેવો પદાર્થ છે અને 1986 માં પ્રથમ વેનેઝુએલાના કારાકસની શેરીઓમાં શેરી કામદારો દ્વારા જોવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે લગભગ 50 યાર્ડના રસ્તાઓ પર ફેલાયેલ હતો અને લોકોએ આ તરફ વધુ ધ્યાન આપ્યું ન હતું પરંતુ થોડા મહિનામાં આ અજાણી વસ્તુ 8 માઇલ સુધી રસ્તામાં ફેલાઈ ગઈ હતી. આ પછી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે આને કારણે રસ્તાઓ પર અનેક અકસ્માત સર્જાયા હતા અને લગભગ 1800 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

તે ઋતુ અનુસાર વિસ્તરતો હતો છે, જેમ કે ઉનાળામાં વધુ અને જ્યારે ઠંડી પડે ત્યારે સંકોચાતો. જ્યારે રસ્તાઓ પર અકસ્માતો ખૂબ જ વધવા માંડ્યા, ત્યારે કેટલાક નિષ્ણાતો આ સમસ્યાને લઈને ત્યાંના રાષ્ટ્રપતિ કાર્લોસ ઓન્ડ્રેસ પેરેઝ પાસે પહોંચ્યા, પરંતુ કારણ જાણી શકાયું નહીં. 1992 સુધીમાં, આ બાબત લગભગ સમગ્ર કરાકસ શહેરની શેરીઓમાં ફેલાઈ ગઈ હતી. વેનેઝુએલાની સરકારે અમેરિકા, કેનેડા અને યુરોપના ઘણા નિષ્ણાતોની મદદ લીધી અને તેનાથી છુટકારો મેળવવા માટે લાખો ડોલર ખર્ચ કર્યા, પરંતુ આ વસ્તુ શું છે અને તેનાથી કેવી રીતે છૂટકારો મેળવવો તે કોઈને ખબર નથી. તે નિષ્ણાતો દ્વારા ડિટરજન્ટથી ધોવામાં આવ્યો, તેના પર ચૂનો નાવામાં આવ્યો અને તેના સ્તરને કાઢી નાખવામાં આવ્યુ. આ બધા થોડા સમય માટે કામ કરતા હતા પરંતુ લા મંચ નેગ્રા ફરીથી ફેલાતો.

છેવટે, 1996માં, 20 વર્ષ પછી, લા મંચ નેગ્રાને જર્મનીથી ખાસ પ્રકારનાં સફાઈ ઉપકરણો લાવ્યા પછી દૂર કરવામાં આવ્યો. આ પછી પણ તે ફરીથી બરાલ્ટ, ન્યુવા ગ્રેનાડા, ફુર્ઝાસ અરમાદાસ, સુક્રેમાં જોવા મળ્યો. જો કે તેમાંથી છૂટકારો મેળવવામાં આવ્યો છતા પણ આજ સુધી વૈજ્ઞાનિકો તે શું છે અને તેનો જન્મ કેવી રીતે થયો તે શોધી શક્યા નથી.

ડાન્સિંગ પ્લેગ 1518

image source

ડાન્સિંગ પ્લેગની આ વિચિત્ર ઘટના સ્ટ્રાસબર્ગ, એલ્સાસે (હાલનું ફ્રાંસ)માં જુલાઈ 1518માં બની હતી જ્યારે ફ્રેઉ ટ્રોફી નામની સ્ત્રી અચાનક સ્ટ્રાસબર્ગની શેરીઓમાં નાચવા લાગી અને તે સતત 5-6 દિવસ એકલી નાચતી રહી હતી. આ મહિલા સાથે પછી 30-40 લોકો જોડાઈ ગયા, અને કેટલાક લોકો હાર્ટ એટેક અને થાકને કારણે મૃત્યુ પામ્યા હતા. થોડા મહિનામાં લગભગ 400 જેટલા લોકો તેની સાથે જોડાયા.

પરંતુ કોઈને ખબર ન પડી કે તે કેમ નાચતી હતી, તેમના સંબંધીઓએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ કંઇ સાંભળતા ન હતા અને સતત નાચતા હતા અને નર્તકોના ચહેરા પર કોઈ અભિવ્યક્તિ નહોતી અને તેઓ ખુશીથી નાચતા ન હતા. તે સમયના ડોકટરોના જણાવ્યા મુજબ તે ગરમ લોહીને કારણે છે અને જ્યારે લોકો કંટાળી જશે ત્યારે તે જાતે જ અટકી જશે. તેથી જ શહેરના લોકોએ તેના માટે મંચ ગોઠવ્યુ અને ગીત વગાડવા માટે બેન્ડને બોલાવવામાં આવ્યા પરંતુ આથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ. ડાન્સ કરતા લોકોમાં મૃત્યુની સંખ્યા હવે પ્રતિદિન 15 પર પહોંચી ગઈ. આ પછી તે સમયની મહામારી જાહેર કરવામાં આવી અને તેને ડાન્સિંગ પ્લેગ નામ આપવામાં આવ્યું. આ રોગ જે રહસ્યમય રીત શરૂ થયો હતો તેવી રીતે સમાપ્ત પણ થઈ ગયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!