ભાવિનાનો વિશ્વાસ અને પ્રયાસોએ અપાવી મોટી સફળતા, ગુજરાતની દીકરીએ જીત્યો સિલ્વર મેડલ

‘પથ્થરમાં પણ પાટું મારી પાણી કાઢે એ પાટીદાર’ આ કહેવત 100% સાર્થક કરી છે મહેસાણાના નાનાકડાં સુંઢીયા ગામની પાટીદાર દીકરી ભાવિના પટેલે. આપણે વારંવાર એવું સાંભળતાં આવ્યા છીએ કે પાટીદાર એટલે એવી કોમ કે જેણે વિશ્વમાં ડંકો વગાડ્યો. પણ કેવી રીતે એવો પ્રશ્નાર્થ નહીં થયો. પરંતુ વિશ્વમાં ડંકો વાગાડ્યો છે પાટીદાર દીકરીએ જેથી સમગ્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ સમગ્ર ભારત જેના પર ગર્વ લઈ શકે. ભારતની એવી પહેલી દિકરી કે જેણે ટેબલ ટેનિસમાં વિશ્વના સર્વોચ્ચ રમતગમત ઈવેન્ટ પેરાઓલિમ્પિક માં સિલ્વર મેડલ જીત્યો હોય. ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક એવા બે રમત ગમત ઈવેન્ટ યોજાય છે.

image source

જેમાં ઓલિમ્પિક સામાન્ય રમતવીરો માટે અને પેરાઓલિમ્પિક દિવ્યાંગ રમતવીરો માટે. માત્ર 1 વર્ષની ઉંમરે તાવ આવ્યા બાદ થયેલાં પોલિયોમાં 90% દિવ્યાંગ બનેલી દીકરી ભાવિનાએ દુનિયાને બતાવી દીધું કે મહેનત, આત્મવિશ્વાસ અને સાહસ શારીરીક અક્ષમતાં હોવા છતાં વિશ્વ જીતાડી શકે. મહેસાણાનાં નાનકડાં સુંઢીયા ગામમાં કટલેરીની દુકાન ચલાવનાર હસમુખભાઈ પટેલ અને નિરંજનાબેનના ત્રણ સંતાનોમાંની એક દીકરી એટલે ભાવિના. પ્રાથમિક શિક્ષણ ગામડાંની શાળાઓમાં લઈ ગુજરાત યુનિવર્સિટી-અમદાવાદમાં સંસ્કૃતમાં સ્નાતકની પદવી મેળવાનાર ભાવિના ભણતરમાં સાથે સાથે રમતગમત એટલી નિપૂણ બની ગઈ કે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડી તરીકે પોતાને સાબિત કરી દીધી.

18-19 વર્ષની ઉંમરે અમદાવાદના અંધજન મંડળ ખાતે ITI કરતી વખતે સહાધ્યાયીઓને જોઈ ટેબલ ટેનિસની રમત શિખનાર ભાવિના અંધજન મંડળમાં જ પ્રેક્ટિસ કરતી કરતી પેરાઓલિમ્પિકમાં પહોંચી અને ગોલ્ડ મેચ રમી પાછી ફરી. 2016માં રિયોઓલિમ્પિકમાં જવાનું સપનું સેવી પેરાઓલિમ્પિકના શિખર શર કરનાર ભાવિના માટે આ રમત પણ નવી હતી અને પેરાઓલિમ્પિકમાં પહોંચવું કેવી રીતે એ પણ નવું હતું પરંતુ 5 વર્ષના અથાગ સંઘર્ષ પછી ટોક્યોમાં પેરાઓલિમ્પિક રમી અને પ્રથમ પ્રયાસે જ વિશ્વમાં ડંકો વગાડી સિલ્વર મેડલ જીત્યો. ભાવિના ન માત્ર ગુજરાત પરંતું ભારતની એવી પ્રથમ દિકરી છે જેણે ટેબલ ટેનિસમાં મેડલ જીત્યો.

સિલ્વર જીત્યા બાદ પણ હજુ મારી ફિટનેસ પર કામ કરવાની જરૂર છે જેથી ગોલ્ડ જીતી શકુંઃ ભાવિના

image source

પટેલ પરિવાર સાથે વાત ભાવિનાબેન પોતાની સમગ્ર જિંદગીના ઉતાર ચડાવ અને સંઘર્ષની વાતો કરી. સાથે જ સફળતાને કેવી રીતે કંડારી તે પણ જણાવ્યું. ભાવિનાબેન કહે છે, મારામાં રહેલાં આત્મવિશ્વાસ, સાહસ અને મહેનતના ગુણો એ જ મને સિલ્વર મેડલ જિતાડ્યો. નાનપણથી માતા-પિતાના સંસ્કારો અને ઘડતર કે જેમાંથી ખાસ કરી માતાએ આપેલાં તકલિફો સામે લડવાના ગુણો અને મારા પતિ નિકુલે મને આપેલાં સાથે મને વિશ્વ વિજેતાં બનાવી છે. ફાઈનલ ગોલ્ડ મેચમાં મારી દિવ્યાંગતા અને મારી ફિટનેશે મને હરાવી નહીંતર હું 100% ગોલ્ડ જીતી જાત. મારી સામે રમનાર ચીનની જેંગઈન મારા કરતાં ઓછી દિવ્યાંગતા વાળી હતી એટલે તે ગોલ્ડ જીતી ગઈ. સિલ્વર જીત્યા બાદ પણ મારે હજુ ઘણી પેક્ટિસ અને મારી ફિટનેસ પર કામ કરવાની જરૂર છે.

image source

આવતી પેરાઓલિમ્પિકમાં હું 100% ગોલ્ડ મેડલ માટે રમીશ. મેં મોટા ભાગની પેક્ટિસ અંધજન મંડળમાં જ કરી છે અને થોડો સમય ઘરે પ્રેક્ટિસ કરી છે. મેં અંધજન મંડળમાં કપીલાદીદી અને રમીલા બેનને જોઈ ટેબલ ટેનિસ રમવાની શરઆત કરી હતી. અને આજે હું ગોલ્ડ ગેમ રમી આવી. અંધજન મંડળના એ દિવસો મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે હું ગોલ્ડ મેડલ માટે રમીશ. મારા કોચ લાલન દોષીનો પણ એટલો જ ફાળો છે મારા ઘડતર પાછળ કે જેના માર્ગદર્શનમાં આ તક મળી અને તેને ઝડપી લઈ સિલ્વર મેડલ જીતી. મારી સાથે પ્રેક્ટિસ મેચ રમનારા સોનલ પટેલ, જશવંત ચૌધરી, રમેશ ચૌધરી અને ઉષા રાઠોડના કારણે જ હું આટલી સરસ નિપૂણ બની અને વિશ્વ કક્ષાએ રમી શકી.

image source

મારી જીત પાછળ મારા માતા-પિતા અને મારા પતિનો ખૂબ મોટો ફાળો છે. જીવની એ ક્ષણો જ્યારે અમદાવાદ સિવિલમાં ક્લાર્કની જોબ કરી ગુજરાન ચલાવતી ત્યારે ચાલીના એક નાનકડાં રૂમમાં રહી સંઘર્ષ કર્યો છે. જે ચાલીના રૂમમાં કાનખજુરાઓ અને મકડોઓ સુતી વેળાએ મારા પર ફરતાં જે મારી જીવનની સૌથી સંઘર્ષમય પળ હતી. જો કે આ બધા વચ્ચે મારો આત્મવિશ્વાસ અને સાહસ વૃતિએ મને આટલાં દરજ્જે પહોંચાડી.

મારી સફળતાં પહેલાં સરકારે કોઈ મદદ નહોતી કરી

જ્યારે હું પેરાઓલિમ્પિક માટે સિલેક્ટ થઈ પછી ગુજરાત સરકારે 10 લાખની મદદ કરી. એ પહેલાં સરકારે રમતગમત માટે કોઈ મદદ નહોંતી કરી. સરકારનો હંમેશા એવો એપ્રોચ હોય છે કે સફળતાં બાદ જ બધી મદદ અને જાહેરાતો આવે છે. હું વિનંતી કરૂ છું કે હું તો સફળ થઈ પરંતુ મારી સાથે પ્રેક્ટિસ કરનાર સોનલ પટેલ હજુય સરકારની મદદથી વંચિત છે. જો તેને યોગ્ય મદદ મળે તો એ પણ પેરાઓલિમ્પિકમાં પહોંચી શકે. જો કે સરકારે મદદ કરી છે પણ કન્ટીન્યુસ મદદ નથી કરી રહી.