મારુતિની Sedan, Dzire, Swift અને Baleno કારની ડિલિવરી મળી શકે છે મોડી, આવું છે તેના પાછળનું કારણ

Maruti Suzuki India ની મીની સેડાન Dzire અને હેચબેક કાર Swift તેમજ Baleno ની ડિલિવરી મળવામાં મોડું થઈ શકે તે સંભવ લાગી રહ્યું છે. ઉપરોક્ત કારની ડિલિવરી સંબંધે કંપની પર એક એવા વૈશ્વિક સંકટની અસર પડી છે જેના કારણે કંપનીને તેનું પ્રોડક્શન ઓછું કરવું પડ્યું છે.

ચીપની અછતને કારણે મુશ્કેલીમાં છે કંપની

मारुति सुजुकी का लोगो (File Photo)
image source

કંપનીની ઉપરોક્ત કારોની ડિલિવરીમાં મોડું થવાનું કારણ સેમી કંડકટરની અછત છે. તમને જાણીને નવાઈ લાગશે કે વૈશ્વિક સ્તરે સેમી કંડકટરની હાલ ભારે અછત વર્તાઈ રહી છે. સેમી કંડકટર એટલે કે ચીપની અછતને કારણે મારુતિ સુઝુકી ઇન્ડિયા કંપનીની મુશ્કેલી પણ વધી છે. હાલ કંપનીને તેની ગુજરાતમાં આવેલી ફેકટરીમાં ઉત્પાદન સીમિત કરવા માટેની જરૂર પડી છે.

જાપાનની Suzuki Motors ની સંપૂર્ણ માલિકી ધરાવતી ફેકટરી Suzuki motor gujarat એટલે કે SMG દેશમાં એક્સક્લુઝીવ તરીકે Maruti suzuki india માટે કારનું નિર્માણ કરે છે. આ ફેકટરીમાં મુખ્ય રિત્ર Desire, Swift અને Baleno નું ઉત્પાદન કરવામાં આવે છે.

ઓગસ્ટમાં 3 દિવસ પ્રોડક્શન અટકી જવાની સંભાવના

image source

SMG એ સ્પષ્ટ કર્યું છે કે સેમી કંડકટર એટલે કે ચીપની આપૂર્તિમાં અછતને કારણે ઓગસ્ટ મહિનામાં તેનું ઉત્પાદન આંશિક રૂપે પ્રભાવિત થઈ શકે છે. કંપની દરરોજ રાબેતા મુજબના કામકાજના આધાર પર કારના મોડલની આપૂર્તિના હિસાબે નિર્ણય કરી રહી છે જેથી ચીપનો બરાબર રીતે ઉપયોગ થઈ શકે.

image source

SMG માં ઓગસ્ટ મહિનામાં 3 શનિવાર એટલે કે 7 ઓગસ્ટ, 14 ઓગસ્ટ અને 21 ઓગસ્ટના દિવસે ફેક્ટરીનું ઉત્પાદન કામકાજ બંધ રહેવાની સંભાવના છે. એ સિવાય કંપની અસ્થાયી રૂપે બે શિફ્ટની જગ્યાએ એક શિફ્ટ પર કામ કરવા પર પણ વિચાર કરી રહી છે.

ઓટો કંપનીઓ પણ કરી ચુકી છે ફરિયાદ

image source

સેમી કંડકટર એટલે કે ચીપની અછત ફક્ત મારુતિ કંપની પૂરતી કે ભારત પૂરતી જ મર્યાદિત નથી પરંતુ સેમી કંડકટરની અછત વૈશ્વિક સ્તરે છે અને તેના કારણે વિશ્વાનભરના ઓટો અને ઇલેક્ટ્રોનિક કંપનીઓ પ્રભાવિત થઈ છે. Tata મોટર્સ અને Hyundai પણ સેમી કંડક્ટર એટલે કે ચીપની અછત બાબતે વાત કરી ચુકી છે.

અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધવાને કારણે ઉભી થઇ સમસ્યા

image source

સેમી કંડકટરનો ઉપયોગ ઇલેક્ટ્રોનિકસ, સ્માર્ટફોન, કોમ્પ્યુટર અને કારમાં ડેટાને પ્રોસેસ કરવા માટે, ડીઝીટલ ફીચર આપવા માટે થાય છે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વની સૌથી મોટી ચીપ મેકર કંપની પૈકી એક Huawei એ તેની આપૂર્તિ સીમિત કરી દીધી છે. અસલમાં અમેરિકાએ કંપની પર અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી ચીપ વેંચવા પર રોક લગાવી દીધી છે.