આને કહેવાય ખુદ્દારી, દાદીની રેસિપીએ બનાવી દીધા કરોડપતિ, પૌત્રએ કરી યુ-ટ્યુબ ચેનલ શરૂ અને જોતજોતામાં થયો કમાલ

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જો તેનો સારો ઉપયોગ કરવામાં આવે તો રોડપતિમાંથી કરોડપતિ અને ખરાબ ઉપયોગ કરો તો કરોડપતિમાંથી રોડપતિ બની જાઓ. આપણે ઘણા એવા કેસ જોયા છે કે જેમાં સોશિયલ મીડિયાએ જે તે માણસનેવ હિરો બનાવી દીધા હોય અને માલામાલ કરી દીધા હોય. ત્યારે હવે એક નવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પણ કંઈક એવું જ જોવા મળ્યું છે. તો આવો વિગતે વાત કરીએ મહારાષ્ટ્રમાં અહમદનગરમાં રહેતા સુમન ધામનેની કે જેણે થોડા મહિના પહેલાં સુધી કોઈ જ જાણતું ન હતું, પરંતુ હવે તેઓ ઈન્ટરનેટ સેન્સેશન છે.

image source

આ સુમન આજે 70 વર્ષના છે અને જોવા જેવી વાત એ છે કે એ ક્યારેય સ્કૂલ નથી ગયા, પરંતુ હાલ તેમની યૂટ્યૂબ ચેનલ ‘આપલી આઝી’ પર 6.5 લાખ સબ્સક્રાઈબર છે. શું કામ કરે એના વિશે વાત કરીએ તો આ ચેનલ પર સુમન પારંપરિક સ્વાદવાળી ઘરમાં તૈયાર થયેલા મસાલાની મદદથી મહારાષ્ટ્રીયન ડિશ બનાવે છે. અહમદનગરથી લગભગ 10 કિલોમીટર દૂર સરોલા કસાર ગામમાં રહેતા સુમન ધામને હિંદી પણ બોલી નથી શકતા, તેઓ માત્ર મરાઠી જ બોલે છે. તેઓ પોતાની ચેનલ પર અત્યાર સુધીમાં લગભગ 150 રેસિપીની વીડિયો શેર કરી ચુક્યા છે. આ વિશે વાત કરતાં સુમન કહે છે કે આ પહેલાં તેઓ યૂટ્યુબ અંગે કંઈ જ જાણતા ન હતા. તેઓએ ક્યારેય સપનાંમાં પણ વિચાર્યુ ન હતું કે ક્યારેક આ પ્રકારના વીડિયોની મદદથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે ખાવા અંગે વાત કરશે.

image source

પરંતુ કઈ રીતે શરૂઆત થઈ એ વિશે જો વાત કરીએ તો સુમનની આ યૂટ્યૂબ ચેનલ શરૂ કરવામાં તેમના પૌત્ર યશ પાઠકે તેમની મદદ કરી. 11માં ધોરણમાં ભણતા 17 વર્ષના યશ જણાવે છે કે આ વર્ષે જાન્યુઆરીમાં જ દાદીને પાઉંભાજી બનાવવાનું કહ્યું હતું. દાદીએ કહ્યું કે તેમને આ બનાવતા નથી આવડતું, તો મેં તેમને કેટલીક રેસિપીઝનો વીડિયો જોવાનું કહ્યું. વીડિયો જોયા બાદ, દાદીએ કહ્યું કે તેઓ આનાથી પણ સારી પાઉંભાજી બનાવી શકે છે. તે દિવસે દાદીએ હકિકતમાં ઘણી જ સ્વાદિષ્ટ પાઉંભાજી બનાવી, ઘરના દરેક સભ્યએ તેમની પ્રશંસા કરી. બસ ત્યારે જ મને દાદીની યૂટ્યૂબ ચેનલ શરૂ કરવાનો વિચાર આવ્યો. ચેનલ વિશે યશ કહે છે કે, ‘હું 8માં ધોરણથી જ મારી યૂટ્યૂબ ચેનલ ચલાવી રહ્યો છું, પરંતુ હું ઘણાં જ ઓછા વીડિયો બનાવું છું.

image source

આગળની જર્ની વિશે યશ વાત કરે છે કે, દાદીની ચેનલ માટે મેં પ્લાનિંગ કર્યું અને નવેમ્બર 2019માં એક યૂટ્યૂબ ચેનલ બનાવી. પછી કેટલાંક વીડિયો અપલોડ કર્યા. ડિસેમ્બર 2019માં અમે ‘કારેલાનું શાક’ બનાવવાનો એક વીડિયો અપલોડ કર્યો. આ વીડિયોને થોડાં જ દિવસોમાં એક મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા. જે બાદ અમે મગફળીની ચટણી, મહારાષ્ટ્રીયન મિઠાઈઓ, રીંગણા, લીલા શાકભાજી તેમજ કેટલીક મહારાષ્ટ્રીય ડિશનો એક વીડિયો બનાવ્યો અને તેને અપલોડ કરવા લાગ્યા.

image source

યશનું કહેવું છે કે, ‘આ બધાંની વચ્ચે એક સૌથી મહત્વનો પડકાર હતો કે રેસિપી બનાવતા સમયે કેટલાંક અંગ્રેજી શબ્દ હતા, જે દાદી બોલી શકતા ન હતા. જે બાદ મેં દાદીને સૉસ, બેકિંગ પાવડર, કેચઅપ, મિક્સચર જેવા અનેક અંગ્રેજી શબ્દોને યોગ્ય રીતે ઉચ્ચારણ કરવાનું શીખવાડ્યું, દાદીએ પણ એક જ અઠવાડીયામાં આ બધું જ શીખી લીધું. તો વળી યશ જણાવે છે કે શરૂઆતના ત્રણ મહિનામાં જ અમારા એક લાખ સબ્સક્રાઈબર થઈ ગયા હતા. આજે અમારી ચેનલ પર 6.5 લાખ સબ્સક્રાઈબર છે અને અમને યૂટ્યૂબ તરફથી સિલ્વર પ્લે બટન મળ્યું છે. આ ચેનલની મદદથી દર મહિને દોઢથી બે લાખ રૂપિયાની કમાણી થાય છે.

image source

આ જર્નીમાં પણ ઘણા ઉતાર ચઢાવ આવ્યા હતા. જ્યારે બધું જ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ 16 ઓક્ટોબરે અચાનક ‘આપલી આજી’ ચેનલ હેક થઈ ગઈ. આ ઘટનાથી દાદી-પૌત્રની આ જોડીને જોરદાર ઝાટકો લાગ્યો. યશ જણાવે છે કે જ્યારે આ વાત મેં દાદીને જણાવી તો તેઓ પરેશાન થઈ ગયા અને એક દિવસ તો ખાવાનું પણ ન ખાધું. જે બાદ મેં યૂટ્યૂબને ઈ-મેઈલ કર્યો ત્યારે 21 ઓક્ટોબરે અમને અમારી ચેનલ પરત મળી, ત્યાર પછી દાદીને રાહત થઈ અને હતાં એ રીતે મોજમાં આવી ગયા.

image source

પરિવારના સભ્યોની વાત કરીએ તો યશના પપ્પા ડોકટર અને મમ્મી હાઉસવાઈફ છે, જ્યારે યશે આ ચેનલ શરૂ કરી તો તેઓએ ઘણો જ સહકાર આપ્યો. યશ વર્તમાનમાં ‘આપલી આજી’ ચેનલ માટે એક અઠવાડિયામાં બે વીડિયો બનાવે છે. સુમન કહે છે કે જ્યારે યશે યૂટ્યૂબ ચેનલ શરૂ કરવાની વાત કરી તો તે ઘણાં જ ડરેલા હતા. તેઓએ જીવનમાં ક્યારે કેમેરો ફેસ કર્યો ન હતો, શરૂઆતના વીડિયોમાં તેઓ ઘણાં જ અસહજતા અનુભવી રહ્યા હોય એવું લાગતું હતું. કેમેરાની સામે બોલતા બોલતા ઘણી વખત ભૂલી જતા હતા, પરંતુ ધીમે-ધીમે કેમેરાની ટેવ પડવા લાગી અને આગળ વાત કરતાં સુમન કહે છે કે, ‘જ્યારે મને યૂટ્યૂબ ક્રિએટર એવોર્ડ મળ્યો તો મને ઘણો જ ગર્વ થયો, મારા પરિવાર અને સંબંધીઓએ પણ મારી ઘણી જ પ્રશંસા કરી.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત