ગ્રાઉન્ડનો વિવાદ ઘર સુધી, પંડ્યાની પત્નીએ યાદવની પત્નીની કરી આવી મજાક, ઈન્ટરનેટ પર બબાલ મચી ગઈ!

સેલેબ્રિટીઓ વચ્ચે અવાર નવાર કોઈને કોઈ વિવાદ થતાં રહે છે અને હાલમાં પણ એક વિવાદ સામે આવ્યો છે અને આ વખતે હાર્દિક પંડ્યાની પત્નીએ પણ આ વખતે એમાં નિવેદન આપ્યું છે. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી T20 મેચમાં સોફ્ટ સિગ્નલનો ભારે વિવાદ સર્જાયો હતો એ સૌ કોઈને જાણમાં છે. વાત કંઈક એમ હતી કે થર્ડ અમ્પાયરે સૂર્યકુમાર યાદવને કેચ આઉટ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે હંગામો સર્જાયો હતો અને લોકોએ પોતાની રીતે બેફામ નિવેદન આપ્યા હતા. આ બધાની વચ્ચે હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે પણ પોતાના સોશિયલ મીડિયા પેજ પર સૂર્યકુમાર યાદવની વાઈફ દેવીશા શેટ્ટીને પોતાની રીતે ટ્રોલ કરી અને હવે આ વાત વાયરલ થઈ રહી છે. નતાશાએ તેના સોશિયલ મીડિયાના સ્ટોરી પેજ પર સૂર્યકુમાર યાદવની પત્ની દેવીશાની તસવીર શેર કરી છે.

image source

આ તસવીર વિશે વાત કરીએ તો એમાં દેવીશા દૂરબીન સાથે સ્ટેડિયમને જોઈ રહેલી નજરે પડતી હતી. નતાશાએ આ ફોટો સાથે લખ્યું હતું કે દેવીશા શેટ્ટી થર્ડ અમ્પાયરને શોધી રહી છે એવું દેખાઈ રહ્યું છેય આ જ વાતને ધ્યાનમાં લઈને તેણે ટ્રોલ કરી હતી. ઘટના કંઈક એવી છે કે ઇંગ્લેન્ડ સામેની ચોથી T20માં સૂર્યકુમારે યાદવ 31 બોલમાં 57 રન બનાવ્યા હતા. મેચની 14મી ઓવરમાં તે કેચ આઉટ થયા બાદ ભારે વિવાદ સર્જાયો હતો. સૈમ કરનની બોલિંગમાં સૂર્યકુમાર યાદવે ફટકારેલા શૉટને ડેવિડ મલાને બાઉન્ડરી પર કેચ કર્યો હતો.

image source

ત્યારબાદની વાત કરીએ તો કેચ શંકાસ્પદ જણાતાં થર્ડ અમ્પાયર પાસે રિવ્યૂ લેવાયો હતો, જેમાં સ્પષ્ટપણે નજરે પડી રહ્યું હતું કે બોલ મેદાનને અડી રહ્યો છે. તેમ છતાં થર્ડ અમ્પાયરે કેચને લાંબા સમય સુધી રિવ્યૂ કર્યો અને આઉટ પણ આપી દીધો હતો. જોવા જેવી વાત એ છે કે મેચ દરમિયાન કોઈ ફિલ્ડર એવો કેચ પકડે કે જેમાં એ વાત સ્પષ્ટ નથી થતી કે તેણે આ કેચ નિયમ પ્રમાણે લીધો છે કે નહીં તો એના માટે એવામાં ગ્રાઉન્ડ-અમ્પાયર એ કેચ અંગે ત્રીજા અમ્પાયરને તપાસ કરવાનું કહે છે. ત્રીજા અમ્પાયરની પહેલાં ગ્રાઉન્ડ-અમ્પાયરને મેદાન પર હાજર પોતાના સાથી અમ્પાયરથી વાતચીત કરીને નિર્ણય લેવાનો હોય એખ એવો પણ નિર્ણય કરવાનો હોય છે.

image source

જો આ જ વાતને ક્રિકેટની ભાષામાં કહીએ તો સોફ્ટ સિગ્નલ કહેવામાં આવે છે. એ બાદ ત્રીજો અમ્પાયર મોનિટર પર એને અનેક એન્ગલથી વાંરવાર જુએ છે. આ દરમિયાન તેને આઉટ આપવાના જો પર્યાપ્ત પુરાવા મળે છે તો જ તે બેટ્સમેનને આઉટ આપે છે, પરંતુ ક્યારેક-ક્યારેક એવું થાય છે કે ટીવી-અમ્પાયરને પર્યાપ્ત પુરાવા નથી મળતા.

image source

આવી સ્થિતિમાં ત્રીજો અમ્પાયર ગ્રાઉન્ડ-અમ્પાયરના નિર્ણયને યોગ્ય માને છે. ત્યારે આ વખતે સૂર્યકુમાર યાદવના મામલે પણ કંઈક આવું જ થયું હતું. ડેવિડ મલાને તેનો કેચ સફાઈથી પકડ્યો હતો કે નહીં એ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી, તેથી ગ્રાઉન્ડ-અમ્પાયરે ત્રીજા અમ્પાયર પાસેથી મદદ માગી.

image source

ગ્રાઉન્ડ-અમ્પાયરે પોતાના સાથી અમ્પાયર સાથે વાત કરી અને સોફ્ટ સિગ્નલ અંતર્ગત સૂર્યકુમારને આઉટ જાહેર કર્યો. એ બાદ ત્રીજા અમ્પાયર વીરેન્દ્ર શર્માએ એ કેચને અનેક એન્ગલથી જોયો, પરંતુ તેને કોઈ જ પૂરતા પુરાવા ન મળ્યા. પરંતુ તેમ છતાં આઉટ આપવામાં આવ્યો અને હવે આ વાતને લઈ હોબાળો મચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!