Site icon News Gujarat

Dance+ 6ના મંચ પર ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ કર્યું શક્તિ મોહનને પ્રપોઝ

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદથી જ નીરજ ચોપરા દરેક જગ્યાએ છવાયેલા છે. દેશના આ લાડકા હવે જાહેરાતો અને ટીવીની દુનિયામાં પણ છવાઈ રહ્યા છે. નીરજ ચોપરા તાજેતરમાં એક જાહેરાતમાં જોવા મળ્યો હતો અને હવે તે ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ 6’માં જોવા મળશે. નીરજ ચોપરાએ હાલમાં જ રેમો ડિસોઝાના આ શો માટે શૂટ કર્યું હતું.

image source

શૂટિંગ દરમિયાન નીરજ ચોપરાએ એવું કંઈક કર્યું જેનાથી હોસ્ટ રાઘવ જુયાલનું દિલ તૂટી ગયું. વાત જાણે એમ છે કે, નીરજ ચોપરાએ ‘ડાન્સ પ્લસ 6’ ના કેપ્ટન શક્તિ મોહનને પ્રપોઝ કર્યું હતું, જેણે રાઘવ જુયાલને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે ‘ડાન્સ પ્લસ 6’માં રાઘવ જુયાલ અને શક્તિ મોહન એકબીજાને ખૂબ ખેંચતા રહે છે. બંનેની બોન્ડિંગ અને કેમેસ્ટ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવી છે

image source

મેકર્સે ‘ડાન્સ પ્લસ 6’ ના આગામી એપિસોડનો પ્રોમો બહાર પાડ્યો છે, જેમાં નીરજ ચોપરા શોના કેપ્ટન શક્તિ મોહનને પ્રપોઝ કરતા જોવા મળે છે. શેર કરેલા વીડિયોમાં શક્તિ મોહન નીરજ ચોપરાને કહે છે, ‘નીરજ એકવાર સ્ટેજ પર આવીને તેને પ્રપોઝ કેવી રીતે કરવું તે બતાવો. આ સાંભળીને રાઘવ જુયાલ આઘાતમાં રહી જાય છે.

image source

આ પછી નીરજ સ્ટેજ પર પહોંચે છે અને સામે ઉભેલી શક્તિ મોહનને કહે છે, મારા જીવનમાં તો સૌથી મહત્વની વસ્તુ જેવલીન છે. બાકી તો, મને ન તો સારું જમવાનું બનાવતા આવડે છે અને ન તો ટાઈમ આપી શકું છું. આ સાંભળીને રાઘવ જુયાલ નીરજ ચોપરાને કહે છે, ‘તમે ખોટી જગ્યાએ જેવલીન ફેંકી દીધી છે.’ આ સાંભળીને નીરજ ચોપરા અને બીજા બધા હસવા લાગે છે

નીરજ ચોપરાએ ‘ડાન્સ પ્લસ 6’માં પણ પોતાની ડાન્સિંગ સ્કિલ બતાવી હતી. શોના સ્પર્ધકો અને હોસ્ટ રાઘવ જુયાલ સાથે નીરજ ચોપરાએ ‘ઇશ્ક તાડપાવે’ પર ધમાકેદાર ડાન્સ કર્યો.

image soure

નીરજ ચોપરાની વાત કરીએ તો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ એમના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. થોડા સમય પહેલા તે કૌન બનેગા કરોડપતિમાં જોવા મળ્યો હતો અને આ દરમિયાન તેણે પોતાની નિર્દોષતાથી બધાને પ્રભાવિત કર્યા હતા. નીરજને હવે ધીરે ધીરે એડની ઓફરો મળી રહી છે. તાજેતરમાં તે એક જાહેરાતનો પણ એક ભાગ બન્યો હતો જેમાં તેના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી.

Exit mobile version