80 વર્ષની ડોસીએ પણ જબરો ખેલ પાડ્યો, પતિને છોડી BFના ઘરે રહેવા ગઈ, હવે 34 વર્ષના અફેરનો થયો પર્દાફાશ

આ સમયે લગ્નજીવન શાંતિથી પસાર થાય તો તે એક પરિવારને જોડી રાખવાનું કામ કરે છે. પરંતુ પતિ પત્ની વચ્ચે નાની વાતોને લઈને જગડા થઈ રહ્યા છે, શંકાઓ થઈ રહી છે. સમજણ ન સાંધી શકવાના કારણે આખરે તેઓ એકબીજાથી છુટા થઈ જવાના નિર્ણય પર પહોંચતા હોય છે. આ સાથે વિવાહીત હોવા છતાં અન્ય સાથે સબંધ હોવાનાં કારણે તૂટતાં લગ્ન જીવનના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ઘડપણ સમયે જે પતિ પત્ની એ એક બીજાનો સહારો બનવાનું હોય ત્યાં એકબીજાનો સાથ છોડ્યા હોવાનો કિસ્સો હાલમાં સામે આવ્યો છે.

image source

મળતી માહિતી મુજબ આ મહિલાએ ઘડપણમાં પોતાના પતિનો સાથ છોડી અને અન્ય સાથે રહેવા લાગી છે. જો કે તેના પતિને નોકરી દરમિયાન વર્ષોથી શરૂ થયેલા પત્નીના આ સબંધ વિશે જાણ હતી નહીં. તેને આ બધી જાણ ત્યારે થઈ જ્યારે તે નોકરી પરથી નિવૃત્ત થયો પરંતુ તે જ્યાં સુધી પત્ની સાથે રહ્યો ત્યાં સુધી ખુબ પ્રેમથી રહ્યો હતો. આ કિસ્સામાં પતિની ઉંમર 82 વર્ષ છે અને તેનું નામ અમિષ શાહ (નામ બદલ્યું છે) છે. તેની પત્નીનું નામ કૈરવીબેન શાહ છે.

image source

સોસાયટીમાં જ રહેતાં એક પુરુષમિત્રને ઘરે હવે રહેવા જતાં રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. તેમના આ સબંધ વિશે જ્યારે પરિવારને જાણ થઈ ત્યારે પુત્રવધૂ અને અમિષભાઇએ તેમને વારંવાર સમજાવ્યા પણ હતાં. આ પછી પણ તેઓ પાછાં ન આવતાં હેબિઅસ કોર્પસ કરાઈ હતી. આ બાબતે વાસણામાં રહેતા અમિષ શાહનાં પુત્રવધૂ નિધિ શાહે હવે હાઇકોર્ટની મદદ લીધી છે અને હેબિઅસ કોર્પસ કરી છે. આ વિશે વિગતે વાત કરીએ તો કેન્દ્ર સરકારમાં નોકરી કરતા હોવાના કારણે અત્યાર સુધીમાં અમિષ શાહની સતત બદલી થતી રહેતી હતી. આ દરમિયાન તેની પત્નીના કોઈ અન્ય સાથે સબંધ હતા પરંતુ આ અફેર વિશે પોતે ઘરથી બહાર હોવાનાં કારણે અવગત હતા નહી.

image source

આ પછી ગત વર્ષે લોકડાઉન પહેલાં કૈરવીબેન શાહ તેનાં જે પુરુષમિત્ર સાથે સબંધ હતા તેના પત્ની કોરોનાને લીધે મૃત્યુ પામ્યાં હતાં. આ સાથે તેમનાં સંતાનો પણ વિદેશમાં રહેતાં હતા જેથી હવે તે એકલા પડી ગયા હતા. કોરોના સમયમાં વિમલભાઇ ઠક્કરને જમવાની અગવડ પડી રહી હતી જેથી 80 વર્ષીય કૈરવીબેન શાહ વિમલભાઇને તેમના ઘેરથી જમવાનું આપવા જતાં હતાં. જાણવા મળ્યું છે કે શરૂઆતના સમયમાં તેમનાં પુત્ર અને પુત્રવધૂ જમવાનું આપવા જતાં હતાં પરંતુ આ પછી કૈરવીબેને જાતે જમવાનું આપવા જવા લાગ્યા.

image source

બધાને શક ત્યારે થયો મે જ્યારે તેઓ જમવાનું આપવા જતા 2-3 કલાક પછી ઘરે આવતાં. તેમની આ હરકતથી પરિવાર પણ ઘણો નારાજ રહેતા તેઓએ સતત તેમનું મળવાનું ચાલુ જ રાખ્યું હતું. છેવટે પુત્રવધૂએ જમવાનું આપવાનું બંધ કરતાં એક દિવસ કૈરવીબેને પરિવારને જાણ કરી હતી કે તેમના સંબંધ છેલ્લાં 34 વર્ષથી છે અને તેઓ પતિ સાથે રહેવા માગતાં નથી. પરિવારનાં કહ્યાં મુજબ 6 માસ પહેલાં કૈરવીબેન પરિવારને જાણ કર્યા વગર જ ગાયબ થઇ ગયાં હતાં.

image source

આ સમયે એ વાત કહું જાણવા મળી કે સોસાયટીમાં રહેતા વિમલ ઠક્કર પણ ઘર બંધ કરીને જતા રહ્યા છે. હવે પુત્રવધૂએ તેના સાસુને શોધવા ફરિયાદ કરી હતી પરંતુ 82 વર્ષીય અમિષ શાહે તેમનાં પત્ની અંગે ફરિયાદ નહીં કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે તેમનું કહેવું છે કે તેઓ ઘણાં લાંબા સમયથી સબંધમાં હતાં અને જે વિશે તેમણે સ્વીકાર્યું પણ છે. હવે તે પોતાનું મરજીથી ઘર છોડીને ગયાં છે ત્યારે આ બાબતે હવે ફરિયાદો કરવાથી પણ કઈ થશે નહીં.