ભાગેડુ મેહુલનો વધારે એક ભાંડાફોડ, મિસ્ટ્રી ગર્લ બાર્બરાએ બધી જ પોલ છતી કરી નાંખી, કહ્યું-સંબંધ બાંધવા માટે હોટલમાં…

ભારતના ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી હજારો કરોડના પીએનબી કૌભાંડમાં વોન્ટેડ જાહેર થઈને હાલમાં ડોમિનિકા જેલમાં બંધ છે. અહીં, મિસ્ટ્રી ગર્લ તરીકે જાણીતી અને ચોક્સીની ગર્લફ્રેન્ડ બાર્બરા જાબરિકાએ પહેલીવાર મૌન તોડ્યું છે. જાબરિકાએ મેહુલના અપહરણની અફવાઓનો પર્દાફાશ કર્યો અને કહ્યું કે અપહરણ કરવાનો કોઈ અર્થ નથી. તે હંમેશાં સંબંધો બનાવવા માટે હોટલો, ફ્લાઇટ ટિકિટ બુક કરાવવાની ઓફર કરતો હતો, પરંતુ મેં તેની તમામ ઓફરને ફગાવી દીધી હતી.

image source

મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડ જાબરિકાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કોઈએ પણ તેનો સંપર્ક કર્યો નથી. અપહરણ કરવાનો કોઈ અર્થ નથી. બાર્બરાના જણાવ્યા અનુસાર, જોલી હાર્બર વિસ્તાર જાણનારા લોકો માટે સૌથી સલામત સ્થળ, અહીંથી કોઈનું અપહરણ કરવું અશક્ય જ છે. બાર્બરાએ કહ્યું કે તેને મેહુલની સંપત્તિ અથવા પૈસામાં કોઈ જ રસી નથી.

image source

બાર્બરા જાબરિકાએ દાવો કર્યો હતો કે તે ચોક્સી સાથે હંમેશાં કોફી, સાંજે ચાલવા અને રાત્રિભોજન માટે જતી હતી. બાર્બરાએ એ પણ ખુલાસો કર્યો છે કે ચોક્સીએ તેનું નામ રાજ તરીકે આપ્યું હતું અને આસપાસના દરેક લોકો તેને તે નામથી બોલાવતા હતા. બાર્બરાએ કહ્યું કે ચોક્સીએ તેના માટે હોટલ બુક કરવાની અને તેની ફ્લાઇટની ટિકિટ ચૂકવવાની ઓફર કરી હતી, પરંતુ મેં તેની ઓફરને નકારી દીધી, કારણ કે તેનાથી અપેક્ષાઓ વધતી જતી હતી અને વિશ્વએ તેનો ગેરસમજ કર્યો હોત. તે ફક્ત ચોક્સી સાથે મિત્રતા કરવા માંગતી હતી.

image source

એક અંગ્રેજી મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં બાર્બરાએ કહ્યું, ‘આ વર્ષે મેમાં તેણે મારી સાથે વ્યવસાય કરવાની ઓફર કરી, કારણ કે તે જાણતો હતો કે હું મિલકત સંબંધિત કામ કરું છું. તે એન્ટિગુઆમાં બુટિક, હોટલ અને ક્લબ ખોલવા માંગતો હતો અને એમ પણ કહ્યું કે તે તેમને ભંડોળ આપશે. આ બધું જોયા પછી વ્યવસાયમાં રસ ઉભો થયો. બાર્બરાએ વધુમાં કહ્યું, ‘તે છ મહિનામાં 6 થી 8 નંબર બદલતો હતો. તે હંમેશા મને રાજ તરીકે સંદેશ આપતો. એન્ટિગુઆના લોકો અને ઘણી રેસ્ટોરાંના સ્ટાફ પણ તેને રાજ કહેતા. તેનું અસલી નામ કોઈ જાણતું ન હતું.

નોંધનીય છે કે તાજેતરમાં જ ભારતના ભાગેડુ ડાયમંડ વેપારી મેહુલ ચોક્સીને એન્ટીગુઆ પોલીસ-એડમિનિસ્ટ્રેશન દ્વારા જોલી હાર્બરથી ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ દરમિયાન 8 થી 10 લોકો હાજર હતા. મેહુલ અને તેની પત્ની પ્રીતિએ આરોપ લગાવ્યો હતો કે ગર્લફ્રેન્ડ બાર્બરા જાબરિકાએ અપહરણ કર્યું હતું. મેહુલ ચોક્સીને એન્ટિગુઆથી ગેરકાયદેસર રીતે ડોમિનીકામાં પ્રવેશવા બદલ પોલીસે ધરપકડ કરી હતી. જેલમાંથી મેહુલ ચોક્સીની તસવીર પકડાયા બાદ વાયરલ થઈ હતી. મેહુલની આંખોમાં સોજો આવી ગયો હતો અને તેના હાથ પર ઉઝરડા હતા. મેહુલે આરોપ લગાવ્યો હતો કે પોલીસ અને અન્ય લોકોએ તેને માર માર્યો હતો. જો કે સત્ય શું છે એ બહાર આવ્યું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!