Site icon News Gujarat

મનોજ બાજપાઈના પિતાની હાલત ગંભીર, દિલ્લીના હોસ્પિટલમાં છે એડમિટ.

બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીના પિતા આર કે બાજપેયી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ છે. અભિનેતાના પિતાની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક છે. મનોજ કેરળમાં પોતાના અપકમિંગ પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યા હતા, તેના પિતાની બીમારીના સમાચાર સાંભળીને તે દિલ્હી પહોંચી ગયા.

image soure

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મનોજ બાજપેયીના 83 વર્ષના પિતાની હાલત નાજુક છે. આ સમાચાર મળતા જ મનોજે કેરળમાં પોતાનું શૂટિંગ છોડી દીધું અને પરિવાર સાથે દિલ્હી પહોંચી ગયા છે. આ પહેલા જૂન મહિનામાં પણ મનોજના પિતાની તબિયત અચાનક બગડી હતી. તે સમયે અભિનેતા ફ્લાઇટ ચુકી જવાને કારણે કાર દ્વારા મુંબઈથી બિહારના બેતીયા પહોંચ્યા હતા

image source

બિહારના વતની મનોજ બાજપેયી તેના માતા -પિતાની ખૂબ નજીક છે. ઘણાં સંઘર્ષ બાદ માયાનગરીમાં સફળતા મેળવનાર મનોજે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના પિતા અનુભવી ફિલ્મ અભિનેતા મનોજ કુમારને ખૂબ પસંદ કરે છે, તેથી તેમણે તેમના પુત્રનું નામ મનોજ રાખ્યું. ઘણા વર્ષો પહેલા, મનોજે તેના પિતા સાથે એક ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે મારા પિતા ખૂબ જ સરસ મટન બનાવે છે.

image source

હાલમાં જ અભિનેતા મનોજ બાજપેયી કમલ રશીદ ખાન ઉર્ફે કેઆરકે કે જે હંમેશા તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે, તેમના કારણે ચર્ચામાં રહ્યા હતા, મનોજ બાજપેયીએ ઈન્દોર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં KRK વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે KRK એ ભૂતકાળમાં મનોજ બાજપેયી વિરુદ્ધ ઘણા અપમાનજનક ટ્વીટ કર્યા હતા. અભિનેતાએ તેની છબી ખરાબ કરવાનો પ્રયાસ ગણીને કેસ દાખલ કર્યો.

image soure

તમને જણાવી દઈએ કે, આ વર્ષે મનોજ બાજપેયીની વેબ સિરીઝ ધ ફેમિલી મેન 2 ને ઘણી સફળતા મળી, જે એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઈ. આ સિરીઝમાં મનોજ બાજપેયીએ કાલ્પનિક ગુપ્તચર સંસ્થા ટાસ્કના સિનિયર એનાલિસ્ટની ભૂમિકા ભજવી છે. પ્રથમ સીઝન કરતા બીજી સીઝન વધુ સફળ રહી હતી. મનોજના પાત્રને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન (IFFM) માં બેસ્ટ પર્ફોર્મન્સ મેલ (સિરીઝ) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પછી મનોજ બાજપેયીએ નેટફ્લિક્સ પર આવેલી એંથોલીજી સિરીઝમાં ગઝલ ગાયકની ભૂમિકા ભજવી હતી. જે ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ઝી5 પર રિલીઝ થયેલી ડાયલ 100માં પણ મનોજ બાજપેયીએ લીડ રોલ કર્યો હતો.

Exit mobile version