અહીં 12 વર્ષના બાળકનું થયું બર્ડ ફ્લૂથી મોત, જાણો શું છે લક્ષણો

કોરોનાના સંકટની વચ્ચે હવે બર્ડ ફ્લૂનો ખતરો પણ જોવા મળી રહ્યો છે. દિલ્હીની AIMS હોસ્પિટલમાં બર્ડ ફ્લૂના કારણે 12 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. માનવામાં આવે છે કે દેશમાં બર્ડ ફ્લૂને કારણે માનવ મૃત્યુનો આ પહેલો કેસ છે.

બર્ડ ફ્લૂથી પ્રથમ મૃત્યુ

image source

બર્ડ ફ્લૂને એવિયન ઈન્ફલ્યુએન્ઝા પણ કહેવામાં આવે છે. આ રોગનું વૈજ્ઞાનિક નામ H5N1 છે. સામાન્ય રીતે આ રોગ પક્ષીઓમાં એક બીજાથી ફેલાય છે. ભાગ્યે જ કિસ્સાઓમાં, પક્ષીઓના સંપર્કમાં રહેતા લોકોને આ રોગ થઈ શકે છે. જો કે, આજ સુધી ભારતમાં બર્ડ ફ્લૂના કારણે માનવ મૃત્યુનો કોઈ કેસ ન હતો. પરંતુ અત્યારે આવી સ્થિતિમાં આ બાબત સામે આવ્યા પછી સામાન્ય લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

AIMS માં સારવાર ચાલી રહી હતી

image source

12 વર્ષનો બાળક હરિયાણાનો રહેવાસી હતો. બાળકને 2 જુલાઈએ દિલ્હીના AIMS માં દાખલ કર્યો હતો. શરૂઆતમાં, તેને ન્યુમોનિયા સાથે લ્યુકેમિયા એટલે કે કેન્સરની સમસ્યા હતી. ફેફસાના આ રોગથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. આ બાળકનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, ત્યારબાદ શંકાના આધારે, બાળકના નમૂનાને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વિરોલોજી પુનામાં મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી બાળકમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે.

10 લોકોને કોરોનટાઇન કરવામાં આવ્યા હતા.

image source

12 જુલાઈના રોજ બાળકના મોત બાદ, AIMS માં બાળકના સંપર્કમાં આવેલા હોસ્પિટલ સ્ટાફના 10 લોકોને કોરોનટાઇન કરવામાં આવ્યા છે. દિલ્હીના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની એક ટીમ બાળકના ગામમાં મોકલવામાં આવી છે. બાળકને બર્ડ ફ્લૂ કેવી રીતે થયો તે અંગેની સચોટ માહિતી હજી ઉપલબ્ધ નથી.

ગત વર્ષના અંતે દેશમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાયા હતા. દિલ્હીની સાથે આ કેસો કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત જેવા ઘણા રાજ્યોમાં જોવા મળ્યા હતા. જોકે તે H5N8 નો ચેપ હતો અને ત્યારબાદ માણસોને તે ચેપથી કોઈ અસર થઈ ન હતી.

બર્ડ ફ્લૂ શું છે ?

image source

માણસોને બર્ડ ફ્લૂ થવાનું જોખમ ખૂબ ઓછું છે. આ હોવા છતાં, તમારે ધ્યાન રાખવું જોઈએ કે બર્ડ ફ્લૂ મનુષ્યને પણ સંક્રમિત કરી શકે છે, આ વાયરસ માનવના આંખ, નાક અને મોં સુધી પહોંચે છે. શ્વાસ દ્વારા પણ આ વાયરસ અંદર જઈ શકે છે. બર્ડ ફ્લૂ પક્ષીને સ્પર્શ કરીને અથવા તેની આસપાસ હોવાથી પણ થઈ શકે છે. તે હજી સુધી જાણી શકાયું નથી કે બર્ડ ફ્લૂ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. અત્યાર સુધી નોંધાયેલા મોટાભાગના કિસ્સાઓમાં પક્ષીઓ સાથેના ગાઢ સંપર્ક ધરાવતા વ્યક્તિને બર્ડ ફ્લૂની સમસ્યા થઈ શકે છે.

હાલમાં બર્ડ ફ્લૂ ખૂબ જોખમી નથી. પરંતુ જો તે કોઈ પરિવર્તનને કારણે વ્યક્તિમાં ફેલાવવાનું શરૂ કરે છે, તો તે ગંભીર રોગનું સ્વરૂપ લઈ શકે છે.

બર્ડ ફ્લૂનાં લક્ષણો અને સારવાર

image source

બર્ડ ફ્લૂના લક્ષણો ખૂબ ગંભીર અથવા હળવા હોઈ શકે છે. તેના લક્ષણો અન્ય ફલૂ જેવા અલગ અથવા સમાન હોઈ શકે છે. તેના લક્ષણોમાં ઉધરસ, શરદી, ગળામાં દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો, તાવ અને આંખમાં બળતરા હોય શકે છે.

ગંભીર કિસ્સાઓમાં ડાયરિયા, ઉલ્ટી, નાકથી રક્તસ્રાવ અને વાઈની સમસ્યા થઈ શકે છે. ચેપ લાગ્યાં પછી ત્રણ થી પાંચ દિવસ પછી લક્ષણો દેખાય છે. કેટલાક કિસ્સાઓમાં, લક્ષણો 7 દિવસ પછી દેખાઈ શકે છે.

જો તમારા બાળકને ફ્લૂ છે, તો તરત જ તેને ડૉક્ટરનો સંપર્ક કરો. જો બર્ડ ફ્લૂની શંકા છે, તો ડૉક્ટર બાળકના નાક અથવા ગળામાંથી નમૂના લઇને તેને પરીક્ષણ માટે લેબમાં મોકલી શકે છે.

આ બાબતોનું ધ્યાન રાખવું

નોન-વેજ ખાવાથી બર્ડ ફ્લૂ ફેલાવાનું જોખમ નથી, પરંતુ ચોમાસાની ઋતુમાં જો ખોરાક સાફ ન હોય અને આવા ખોરાકનું સેવન તમે કરો છો, તો રોગો ઝડપથી વધે છે, તેથી આ ઋતુ દરમિયાન સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે.