Site icon News Gujarat

દીકરીનું નામ રાખવામાં અભિષેક-ઐશ્વર્યાને લાગ્યા હતા 4 મહિના, કારણ જાણીને તમે પણ કહેશો OMG

દીકરીનું નામ રાખવામાં અભિષેક અને ઐશ્વર્યાને લાગ્યા હતા ચાર મહિના, અભિનેત્રીએ જણાવ્યું હતું કારણ.

બાળકના જન્મ પછી સૌથી પહેલું કામ હોય છે નામકરણ. દરેક માતા પિતા એમના બાળકો માટે સૌથી સુંદર અને ખાસ નામ શોધે છે. બૉલીવુડ સેલેબ્સ પણ એને લઇને ઘણા ગંભીર છે. કોશિશ કરવામાં આવે છે કે બાળપણથી લાઈમલાઈટમાં રહેતા આ બાળકોનું નામ સૌથી ખાસ અને યુનિક હોય. બૉલીવુડ સેલેબ્સની જેમ જ એમના બાળકો પણ લાઈમલાઈટમાં રહે છે. જો કે અમુક સેલેબ્સ એમના બાળકોને લાઇમલાઈટથી દુર રાખે છે તો અમૂકના બાળકો મીડિયા માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

image source

આજે અમે વાત કરી રહ્યા છે બિગ બીની પૌત્રી અને અભિષેક બચ્ચન તેમજ ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન વિશે. આરાધ્યાના નામનો પહેલો અર્થ છે જે આરાધના કરવા યોગ્ય હોય, જેની પૂજા કરી શકાય છે અને બીજો અર્થ છે સૌથી પહેલા. પણ બહુ ઓછા લોકો જાણે છે કે અભિષેક અને ઐશ્વર્યાને એમની દીકરીનું નામ રાખવામાં ઘણો સમય લાગ્યો હતો. ચાલો એ પાછળનું કારણ પણ જાણી લઈએ.

image source

વાત જાણે એમ હતી કે આરાધ્યા બચ્ચન પહેલા જન્મદિવસની આસપાસ ઐશ્વર્યાએ આ વાતનો ખુલાસો કર્યો હતો. એમને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એમની દીકરાનું નામ રાખવામાં આટલો લાંબો સમય કેમ લાગ્યો. ઐશ્વર્યાએ કહ્યું હતું કે અભિષેક અને મેં હંમેશા આરાધ્યા નામ જ વિચાર્યું હતું પણ પછી અમે અમારા પરિવાર સામે આ નામ મૂક્યું. જ્યારે તમને બાળક થાય છે તો સમય બહુ જલ્દી વીતી જાય છે અને અમે ધ્યાન જ ન આપ્યું કે ચાર મહિના થઈ ગયા છે.

image source

આ વર્ષે નવેમ્બરમાં આરાધ્યા બચ્ચન 10 વર્ષની થઈ જશે. અભિષેક બચ્ચને એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાને પોતાના પરિવારની પરંપરાઓ વિશે સારી રીતે શીખવાડ્યું છે. આરજે સિદ્ધાર્થ કન્નત સાથે વાત કરતા અભિષેકે કહ્યું હતું કે એ ખૂબ જ નાની હતી ત્યારથી એને ખબર હતી કે એ ક્યાં પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એમને કહ્યું કે આરાધ્યા જાણે છે કે એમના દાદા, દાદી, માતા અને પિતા બધા એક્ટર્સ છે.

image source

અભિષેકે કહ્યું કે એ હજી નાની છે. અમારી ફિલ્મો જોવે છે એનો આનંદ લે છે. તો પેપરાજીને કેવી રીતે હેન્ડલ કરવાના છે. એ વિશે અભિષેકે કહ્યું હતું કે આરાધ્યાની મમ્મીએ એને સારી રીતે શીખવાડ્યું છે. પહેલા એ પરેશાન થઈ જતી હતી, પણ હવે એને એ સારી રીતે હેન્ડલ કરી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 2007માં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન થયા હતા અને વર્ષ 2011માં એમની દીકરીનો જન્મ થયો હતો. તો વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિષેક બચ્ચનની છેલ્લી ફિલ્મ ધ બિગ બુલ રિલીઝ થઈ હતી જેને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. હવે જલ્દી જ એ ફિલ્મ બોબ બીશ્વાસમાં દેખાશે. તો ઐશ્વર્યા રાય છેલ્લી વાર અનિલ કપુર અને રાજ કુમાર રાવ સાથેની ફિલ્મ ફનને ખાનમાં દેખાઈ હતી. હવે એ જલ્દી જ મનીરતન્મની ફિલ્મ પોન્નીયમ સેલવનમાં દેખાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version