બાળકીને શરીર પર ફોલ્લા-ચાંઠા પડી ગયા અને રસી વહેવા લાગ્યા, આ રીતે માત્ર 8 દિવસમાં સાજી કરી

થોડા સમય પહેલાં જ વાત સામે આવી હતી કે કોરોનાથી સાજા થયેલા લોકોએ વધારે હરખાવાની જરૂર નથી કારણ કે અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ, કિડની, હાઈપરટેન્શન અને મેદસ્વિતાથી પીડાતા લોકોએ વિશેષ તકેદારી રાખવાની જરૂર છે.

image source

આવી મલ્ટિપલ બીમારી ધરાવતા કોરોનાથી સાજા થયેલા લોકોમાં લોહીની નળીઓમાં લોહી ગંઠાઈ જવાથી આંખ, નાક અને મગજનાં હાડકાંને કોરી ખાતી મ્યુકોરમાઇકોસીસ નામની બીમારીનું જોખમ છે. ત્યારે હવે એખ સારા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં ભાગ્યેજ થતા અને 5000માંથી એક વ્યક્તિને થાય એવા રોગનું નિદાન બાવળાની ત્રિમૂર્તિ હોસ્પિટલના ડો. ઋતુલ પટેલે કર્યું છે.

image source

જો મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો દાહોદની એક બાળકીને છેલ્લા ત્રણ મહિનાથી પાંડુંરોગ કહેવાતો AUTOIMMUNE GENETIC DISEASE(SLE with AIHA and discoid lupus dermatitis) જે લોહીના કણોને તોડતો તેમજ રોગપ્રતિકારક શક્તિ તોડતો રોગ થયો. રોગ થવાના લીધે બાળકીના શરીર પર ફોલ્લા થઈ ગયા હતા અને રસી નીકળવા લાગી હતી. અસહ્ય પીડા પણ થતી હતી. દાહોદમાં સારવાર કરાવવા છતાં ફરક ન પડતાં બાવળાની ત્રિમૂર્તિ હોસ્પિટલનો રેફરન્સ આપતા તેઓ અહીંયા આવ્યા હતા અને હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બાળકીના શરીર પર મોઢે થયેલા ફોલ્લા દૂર થઈ ગયા હતા. બાવળાની ત્રિમૂર્તિ હોસ્પિટલના ડો. ઋતુલ પટેલે જણાવ્યું હતું કે બાળકી દાહોદના માતાના પાલલા ગામની રહેવાસી છે.

image source

જો આ રોગ વિશે વાત કરવામાં આવે તો આવો રોગ 5000માંથી એક વ્યક્તિમાં થતો જોવા મળે છે. આ એક જેનેરિક રોગ છે. જેમાં લોહી ઘટી જતું હતું. ત્રિમૂર્તિ હોસ્પિટલના ટ્રસ્ટી ટીકેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે બાળકીના શરીર પર ફોલ્લાં સાથેની બીમારીનો રેરેસ્ટ ઓફ ધ રેર કેસ હોસ્પિટલમાં આવ્યો હતો અને ડોકટર દ્વારા તેની સઘન સારવાર કરી આવતીકાલે તેને રજા આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં આ બીમારીની સારવારના 10 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય પરંતુ ત્રિમૂર્તિ હોસ્પિટલમાં 35 હજારમાં આ બાળકીની બીમારીની સારવાર કરી આપી હતી. આ સાથે જ તેમના રોગ અને સારવાર માટે ડોક્ટરે આગળ વાત કરી કે, એક અઠવાડિયા પહેલા બાળકીને શરીર પર ફોલ્લા થયા હતા. તેમજ તેણીના શરીરમાં માત્ર ત્રણ ટકા જ લોહી હતું અને દાહોદમાં સારવાર ન મળતા અહીં તેઓ હોસ્પિટલમાં આવ્યા હતા.

image source

ડો. ઋતુલ પટેલે આગળ વાત કરી હતી કે, બાળકીના બ્લડ રિપોર્ટ અને અન્ય રિપોર્ટ કરતા શરીરમાં લોહીના કણો તૂટે અને રોગપ્રતિકારક શક્તિ તોડતો જેનરિક રોગ થયો હતો. જેના કારણે તેને શરીર પર ફોલ્લા થઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર શરૂ કર્યાના અઠવાડિયામાં જ બાળકીને શરીર પર મોટાભાગે ફોલ્લા દૂર થઈ ગયા છે અને આવતીકાલે શનિવારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

image source

જો કોરોનાથી સાજા થયેલાને થતાં રોગ વિશે વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલનાં ઇએનટી યુનિટ 1નાં વડા ડો. બેલાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું તેમ જ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે. આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી હોય છે, જે દર્દીનાં અંગોમાં કેન્સર કરતાં પણ ઝડપથી પ્રસરે છે. કોરોના થવાને લીધે દર્દીની લોહીની નળીમાં લોહીના ગઠ્ઠા થાય છે તેમ જ કોરોનાના દર્દીને સ્ટેરોઇડ આપવાને કારણે શુગર લેવલ પણ વધી જતું હોય છે, પણ જે દર્દી કોરોનામાંથી સાજા થયા હોય પણ તેમને અનકંટ્રોલ્ડ ડાયાબિટીસ, કિડની, હાઇપરટેન્શન અને મેદસ્વિતાથી પીડાતા હોય તેવા લોકોને નાક અને કાનનું સામાન્ય ઇન્ફેકશન થયા બાદ ફંગસ થાય છે. આ દર્દીમાં અન્ય વ્યક્તિ કરતાં ફંગસનો ગ્રોથ વધુ (એસીડોસીસ) થાય છે, જેથી દર્દીના મોં પર સોજો, શરદી અને નાકમાં કાળાશ દેખાય તો ઇએનટી ડોકટર પાસે તાત્કાલિક તપાસ કરાવવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત