આસામમાં આપત્તિ: 26 જિલ્લામાં ભીષણ પૂર-ભૂસ્ખલન, અનેક લોકોના થયા મૃત્યુ

આસામમાં આસમાની આપત્તિ – જળબંબાકારથી આસામના 26 જિલ્લાઓ પ્રભાવિત – 105 લોકોના મૃત્યુ અને હજારો લોકોએ કરવું પડ્યું સ્થળાંતર, હાલ આસામ કૂદરતી આફતનો સામનો કરી રહ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓમાંથી 26 જિલ્લાઓમાં જળબંબાકાર સાથે, ભૂસ્ખલનની પણ આપત્તિ. અતિવૃષ્ટિથી અહીં અત્યાર સુધીમાં 105 લોકો ના દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. તેમજ 27.64 લોકો આ આપત્તિથી પ્રભાવિત થયા છે. તેમજ 18000 કરતાં પણ વધારે લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે અને રાહત કેન્દ્રોમાં આશરો લેવો પડ્યો છે.

image source

હજારો ગરીબોને આ પૂરના કારણે પોતાના ઘર ગુમાવવાનો વારો આયો છે. આસામના દિબ્રૂગઢ જિલ્લાની વાત કરીએ તો રોંગમોલા ગામના એક વતનીએ પોતાનું ઘર છોડીને રાહત કેન્દ્રમાં રહેવું પડ્યું હતું જ્યારે તેઓ પોતાના ઘરે પાછા આવ્યા ત્યારે તેમના ઘરનું કોઈ અસ્તિત્ત્વ જ નહોતું રહ્યું. હાલ તેમને પોતાના પરિવાર માટે બે ટંકના રોટલની પણ ચિંતા સતાવી રહી છે.

image source

તેઓ પહેલેથી જ લોકડાઉનના કારણે મુસિબતનો સામનો કરી રહ્યા હતા તે ઉપર આ પૂરે તો તેમના માટેની બધીજ આશા ધૂળધાણૂ કરી દીધી છે. તેઓ નાનકડી કરિયાણાની હાટડી ચલાવતા હતા હવે તે પણ બંધ થઈ ગઈ છે. આટલું ઓછું હોય તેમ ભૂસ્ખલન અને પૂરના કારણે તેમણે પોતાની જમીન ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તેઓ છેલ્લા લગભગ 6 દિવસથી નજીકની શાળામાં આસરો લઈને બેઠા હતા. બીજી બાજુ શેલ્ટર હોમમાં કોરોના વાયરસનું સુંક્રમણ હોવાનું જોખમ હોવાથી તેઓ પાણી ઓછું થતાં જ પરિવાર સાથે ઘરે પાછા આવી ગયા છે. પણ બીજી બાજુ તેમને ખાવાના પણ ફાંફા છે.

ઘર પાણીમાં ડૂબી જવાથી ઘણા લોકોએ તંબુ બાંધીને રેહવાનો વારો આવ્યો છે

image source

ઘણા લોકોને બે મુશ્કલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તો તેમના ઘર પાણીમાં ડૂબી ગયા છે બીજું તેઓ કોરોનાના સંક્રમણના કારણે શેલ્ટર હોમમાં જવા નથી માગતા અને તેના માટે તેમણે ઉંચાઈ પર જઈને તંબૂ બાંધીને રહેવાનો વારો આવ્યો છે. જેથી કરીને તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકે અને સુરક્ષિત રહી શકે. આસામના લગભઘ બધા જ જિલ્લાઓની હાલત ગંભીર છે લોકોએ નજીકની શાળાઓ તેમજ સરકારી મકાનોમાં આશરો લીધો છે.

પૂર તેમજ ભુસ્ખલનથી લગભગ 12 લાખ લોકો પ્રભાવિત

image source

અહીંના એક જિલ્લાના કલેક્ટરે જણાવ્યું છે કે તેમના જિલ્લામાં આવેલા લગભગ 739 ગામડાઓ પૂરથી ખરાબ રીતે પ્રભાવિત છે. લગભઘ 12 લાખ લોકો અહીં આ પૂરના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ આ જ જિલ્લામાં પૂરના કારણે 15 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો બીજી બાજુ પાડોશી દેશ ભૂટાન પણ સતત દસ દિવસથી આસામ તરફ પાણી છોડી રહ્યો છે. અને જો હજુ પણ તેઓ આ જ રીતે વધારે પ્રમાણમાં પાણી છોડતા રહેશે તો સ્થિતિ ઓર વધારે બગડી શકે છે. પૂરની અસર માત્ર માણસો કે તેમના જાનમાલને જ નથી થઈ પણ કાજીરંગા નેશનલ પાર્કમાં પણ અતિવૃષ્ટિના કારણે 96 પશુઓએના મૃત્યુ થયા છે.

image source

માત્ર તેટલું જ નહીં પણ આ નેશનલ પાર્કમાં આવેલા 223 ટેન્ટમાંથી 99 જેટલા ટેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અને તાત્કાલિક 6 ટેન્ટ ખાલી કરવા પડ્યા છે. બીજી બાજુ કોરોનાનું સંક્રમણ પણ આખાએ દેશમાં જોર પકડી રહ્યું છે અને તેને ધ્યાનામં રાખીને રાજ્ય સરકાર તરફથી પણ રાહત શિબિરોમાં સોશિયલ ડીસ્ટન્સિંગનું ધ્યાન રાખવા બાબતે સૂચન અપાય છે. રાહત શિબિર ઉપરાંત ક્વોરેન્ટિન સેન્ટર બનાવવાની પણ જાહેરાત કરવામા આવી છે. એક સાથે બે મહામારીનો સામનો કરવો આસામ સરકાર માટે મુશ્કેલ બની રહ્યો છે.

image source

હજારોની સંખ્યામાં લોકો રાહત શિબિરોમાં ભેગા થયેલા હોવાથી કોરોના ગાઇડલાઇન હેઠળ રાહત શિબિરોમાં લોકો માટે સુરક્ષિત રહેવું કંઈ તેટલું સરળ નથી. તેમ છતાં લોકો તેમજ તંત્ર પોતપોતાની રીતે બને તેટલી સાવચેતી રાખી રહ્યા છે. બીજી બાજુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ જણાવે છે કે કેટલાક વિસ્તારોમાં પાણીનું લેવલ ઘટ્યું છે. જો કે હજુ નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી છે અને જોખમી સપાટી કરતાં ઉંચા છે.

image source

આસામમાં હંમેશા ચોમાસાની સિઝન ભારે રહે છે. હાલ આસામનો લપગભગ 40 ટકા ભાગ પૂરથી પ્રભાવિત થઈ ગયો છે અને દર વર્ષે પૂરની સમસ્યા સર્જાય છે અને દર વર્ષે 50-60 લાખ લોકોને તેની ખરાબ રીતે અસર થાય છે.

image source

દરેક ચોમાસામાં આસામના લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દર વર્ષે રાજ્યને 200 કરોડ કરતાં પણ વધારે નુકસાન થાય છે. તમને આંકડો જાણીને નવાઈ લાગશે કે 1998માં પૂરના કારણે આસામે 500 કરોડનું નુકસાન ભોગવવું પડ્યું હતું, ત્યાર બાદ 2004માં પણ 771 કરોડનું નુકસાન થયું હતું. એક દ્રષ્ટિએ જોવા જઈએ તો આસામમાં હંમેશથી પૂરની સમસ્યા રહે છે. અત્યાર સુધીમાં 1954, 1962, 1972,01984, 1988, 1998, 2002 અને 2004માં રાજ્યમાં અત્યંત ભારે પૂર આવી ગયા છે. એક સિઝનમાં જ આસામે પૂરની સ્થિતિનો અવારનવાર સામનો કરવો પડે છે.

image source

આસામની વસ્તી લગભગ ત્રણ કરોડની છે અહીં પૂરના કારણે દર વર્ષે લગભગ 50-60 લાખ લોકોને મુશ્કેલિમાં મુકાવવું પડે છે. 22મી મેથી 15 જુલાઈ દરમિયાન જ્યના લગભગ 4766 ગામો પૂરથી પ્રભાવિત થઈ ચૂક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત