Site icon News Gujarat

VIDEO: છોકરાઓના પેટ પર 4.5Kgના બોલ બાંધીને કરાવ્યું વર્કઆઉટ, જેથી કરીને ખબર પડે કે પ્રેગનેન્ટ મહિલાઓને આ સમયે કેવું થાય દર્દ

પ્રેગનન્સીમાં મહિલાઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ સમયે મહિલાઓનું વજન પણ વધી જાય છે. તો અન્ય તરફ શારિરીક ફેરફારોના કારણે તેમને કેટલાક ઘરેલૂ કામ કરવામાં તકલીફ પડે છો. ગર્ભવતી બહેનો પોતાનું રોજિંદું કાર્ય કરી શકે છે, પરંતુ ભારે વજન ઊંચકવાનું કામકાજ અથવા તો ભારે કસરતો કરવી હિતાવહ નથી. સામાન્ય રીતે રાત્રે ૮ કલાક તથા બપોરે ૨ કલાકનો આરામ જરૂરી હોય છે.

image source

જો ભારે જવાબદારીવાળો વ્યવસાય હોય કે લાંબો સમય બેઠા રહેવું પડતું હોય તો તેવો વ્યવસાય કરતી બહેનોને બાળકનું વજન બરાબર ન વધે, ગર્ભની આસપાસનું પ્રવાહી સુકાઈ જાય વગેરે પ્રશ્નો થઈ શકે છે. આ પ્રમાણેના શારીરિક આરામ ઉપરાંત માનસિક આરામ અને આનંદિત જીવન જરૂરી છે. આ સમય દરમિયાન ગર્ભવતી બહેનોએ મનગમતું કાર્ય, ભરતગૂંથણ, ચિત્રકલા, સંગીત વગેરેમાં મન પરોવવું આવકાર્ય છે.

image source

સગર્ભાવસ્થા દરમિયાન કસરત કરવાના ફાયદા

કસરતો શારીરિક અને માનસિક રીતે સંતોષ ઉત્પન્ન કરનારી હોય છે. તેના બીજા ફાયદાઓ નીચે પ્રમાણે છે.

પ્રસૂતિ માટે તૈયાર કરે છે

સુસંગઠિત સ્નાયુઓ અને સ્વચ્છ હૃદય પ્રસૂતિને ખરેખર વધારે સરળ બનાવે છે. શ્વાસોચ્છ્વાસ પર ગર્ભવતી બહેનનો કાબૂ, દુખાવો સહન કરવા માટે ઉપયોગી નીવડે છે અને પ્રસૂતિના લાંબા દુઃખદાયી પ્રસંગને ધીરજપૂર્વક સહન કરવાની શક્તિ આપે છે.

મન આનંદિત રહે છે

image source

જરૂર પ્રમાણેની કસરતોથી કમરનો દુખાવો મટી શકે છે. આ કસરતો ખાસ કરીને કમર, પેટ અને જાંઘના સ્નાયુઓને સંગઠિત કરે તેવી હોય છે. તેનાથી આંતરડાનું કામ વધુ પ્રજ્વલિત બનવાથી ગેસનું પ્રમાણ ઘટાડે છે. સગર્ભાવસ્થાના અંતઃસ્ત્રાવોથી સાંધાઓ ઢીલા પડયા હોય તેને પણ સુસંગઠિત કરે છે.

મગજમાંથી ‘એન્ડોર્ફીન’ નામનો રાસાયણિક પદાર્થ ઉત્પન્ન થાય છે : જેનાથી સગર્ભા બહેનોને આનંદ અને સંતોષની લાગણી થાય છે.

વ્યસનો

ગર્ભવતી બહેનોએ વ્યસનમુક્ત હોવું ખાસ જરૂરી છે. તમાકુનું સેવન, દારૂનું સેવન કરવાથી બાળકના વિકાસ પર આડ અસર થાય છે. જેને Intra Uterine Growth Retardation-IUGR કહે છે.

image source

પ્રેગનેન્સી એ દરેક મહિલાઓ માટે એક ખાસ અનુભવ હોય છે. એક 9 મહિનાની પ્રેગનેન્ટ મહિલાએ જિમમાં વર્કઆઉટ કર્યું અને તેને લોકોને મોટિવેટ કરવા માટે એક એવું કામ કર્યું જેને લોકો યાદ રાખશે.

તેણે જિમ હાજર છોકરાઓના પેટ પર 4.5KGના બોલ બાંધી દીધા અને તે લોકોને વજન સાથે વર્કઆઉટ કરાવ્યું. જેથી તેમને ખબર પડે કે પ્રેગેનેન્ટ મહિલાઓ કેટલી મુશ્કેલીથી વર્કઆઉટ કરે છે. તો આવો જોઇએ વાયરલ વીડિયો….

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version