આનંદો: 50% સીટિંગ કેપેસિટીની પરવાનગી સાથે 15 ઓક્ટોબરથી ખુલી જશે મલ્ટિપ્લેક્સ, પણ…

15મી ઓક્ટોબરથી ખુલ્લા મુકવામાં આવશે સિનેમા ઘરો – 50%ની સિટિંગ કેપેસિટી સાથે મળશે મંજૂરી

કોરોનાની મહામારીએ જ્યારે આખાએ જગતને બાનમાં લીધું છે ત્યારે વિશ્વમાં વિવિધ સ્તરે અનલોકની પ્રક્રિયા ચાલુ કરી દેવામા આવી છે. ભારતમાં પણ હાલ અનલોકની પ્રક્રિયા તબક્કાવાર ચાલી રહી છે. 15મી ઓક્ટોબરથી અનલોક 5 અમલમાં મુકાનાર છે. લગભગ 7 મહિના બાદ સિનેમા ઘરોને ખોલવા બાબતે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આજે સરકાર દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર બહાર પાડવામાં આવી છે. લોકડાઉનના આ તબક્કા પ્રમાણે 15મી ઓક્ટોબરથી સિનેમાઘરોને 50 ટકા કેપેસિટી સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી રહી છે. જો કે તે અંગે પણ મલ્ટિપ્લેક્સ મેનેજમેન્ટે ફિઝિકલ ડિસ્ટન્સિંગ તેમજ કોરોનાની અન્ય ગાઇડલાઇન્સનું સખત પણે પાલન કરવાનું રહેશે જો તેમ નહીં થાય તો મલ્ટિપ્લેક્સને સરકાર સીલ પણ કરી શકે છે.

મલ્ટિપ્લેક્સના માલિકોએ થિયેટરમાં વેન્ટિલેશનની વ્યવસ્થા યોગ્ય રીતે રાખવી પડશે. તેમજ એક સીટ છોડીને એક સીટ પર પ્રેક્ષકોને બેસાડવા પડશે. તેમજ સિનેમા હોલમાં માત્ર પેકેજ્ડ ફૂડની જ મંજૂરી આપવામાં આવશે. આ સિવાય એસીના ટેમ્પ્રેચર માટે પણ ખાસ સૂચના આપવામા આવી છે જે પ્રમાણે મલ્ટિપ્લેક્સ મેનેજમેન્ટ એસીનું ટેમ્પ્રેચર 23 ડિગ્રી પર રાખવાનું રહેશે.

1 મિનિટની કોરોના અવેરનેસ ફિલ્મ બતાવવામાં આવશે

તમને જણાવી દઈએ કે હવે તમે જ્યારે સિનેમા ઘરોમાં ફિલ્મ જોવા જશો તો તમારે ફિલ્મ શરૂ થાય તે પહેલાં તેમજ ઇન્ટરવલ દરમિયાન કોરોના અવેરનેસ ફિલ્મ જોવી પડશે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે SOP જાહેર કરી છે, જે પ્રમાણે મલ્ટીપ્લેક્સની ટિકિટ ઓનલાઈન બૂક કરાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. જે થિયેટર સિંગલ સ્ક્રીન ધરાવતા હોય તેઓ પોતાની બોક્સ ઓફિસ વિન્ડો ખુલી રાખી શકશે અને પ્રેક્ષકો ત્યાંથી ટીકીટ ખરીદી શકશે.

image source

થિયેટરમાં પ્રવેશવા માટેના નિયમો

– તમને જણાવી દઈએ કે તમારે સિનેમા ઘરમાં પ્રવેશથી વખતે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવાનો રહેશે.

– થિયેટરમાં પ્રવેશતી વખતે તમારું થર્મલ સ્ક્રીનિંગ પણ કરવામા આવશે. તમારે ત્યાં માસ્ક પણ ફરજિયાત પણે પહેરવું પડશે. અને અહીં કોરોનાના લક્ષણો ન ધરાવતા લોકોને જ એટલે કે અસિમ્પ્ટોમેટિક લોકોને જ પ્રવેશ આપવામા આવશે.

– આ સિવાય જે લોકો કોરનાની ગાઇડલાઈનની અવહેલના કરતાં જોવા મળશે તેમની પર કામગીરી કરવામા આવી શકે છે.

થિયેટરમાં બેસવાની વ્યવસ્થા કંઈક આ પ્રકારની રહેશે

image source

– ઉપર જણાવ્યું તેમ સિનેમા ઘરોને 50% સીટીંગ કેપેસિડીની શરતે જ સિનેમા હોલ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે.

– થિયેટરમાં પ્રેક્ષકો એક સીટ છોડીને એક સીટ પર બેસશે. જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગના અત્યંત જરૂરી નિયમનું પાલન થઈ શકે. માટે તમારું બુકિંગ પણ એ પ્રકારનું જ હશે.

– થિયેટર મેનેજમેન્ટે બાકીની સિટો પર નોટ ટૂ બી ઓક્યુપાઇડ લખવાનું પણ રહેશે. જેથી કરીને લોકો ત્યાં બેસી ન જાય. આવી સીટો પર માર્કિંગ કરવું પડશે અથવા તો ટેપ લગાડવી પડશે.

– સળંગ બે વ્યક્તિ એક સાથે નહીં બેસી શકે વચ્ચે એક સીટ તો છોડવી જ પડશે.

– જે સીટ ખાલી હશે તે સીટની પાછળની સીટ બુક થઈ શકશે.

image source

અન્ય નિયમો

– સિનેમા ઘરમાં પ્રવેશતી વખતે અંદર માત્ર પેક્ડ ફૂડ લઈ જવાની જ મંજૂરી મળશે. અને સિનેમાઘરમાં આ પેક્ડ ફૂડ માટે વધારે કાઉન્ટરની વ્યવસ્થા કરવી પડશે જેથી કરીને એક કાઉન્ટર પર વધારે ભીડ ન જામે. તેના માટે ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા પણ અવેલેબલ કરાવવી જોઈશે.

– સિનેમા ઘરમાં ફૂડ તેમજ બેવરેજીઝની ડિલીવરી મળી શકશે નહીં.

– ઇન્ટરવલમાં ભીડ ન થાય તે હેતુથી ઇન્ટરવલનો સમય લંબાવવો પડશે.

image source

– આ સાથે સાથે જ બે શો વચ્ચેનું અંતર પણ વધારવું પડશે અને શોના સમય પણ અલગ અલગ રાખવાના રહેશે. એક શો પુરો થવા તેમજ બીજા શોના શરૂ થવાનો સમય એક નહીં રાખી શકાય.

– એક શો પુરો થાય ત્યારે લોકોએ તેમની સીટના ક્રમ પ્રમાણે થિયેટરમાંથી બહાર નીકળવાનું રહેશે જેથી કરીને લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયેલું રહે.

– તેની સાથે સાથે જ થિયેટર મેનેજમેન્ટે એક શો પૂરો થયા બાદ આખાએ થિયેટરને સેનિટાઇઝ કરવાનું રહેશે. ત્યાર બાદ જ બીજા શો માટે લોકોને એન્ટ્રી આપી શકાશે.

– થિયેટર મેનેજમેન્ટ હોલની બહાર છ ફૂટનું અંતર જળવાઈ રહે તે માટે માર્કિંગ કરવું પડશે.

image source

– જે થિયેટર સિંગલ સ્ક્રીન ધરાવતા હોય તેમણે ટિકિટ બૂકીંગ માટે વધુ વિન્ડો ખોલવાની રહેશે. તેમજ થિયેટર તરફથી લોકોને એડવાન્સ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. અને ટીકિટ બુકિંગ આખા દિવસ દરમિયાન ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. લોકોને આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાની સલાહ આપવામા આવે.

– ઉપર જણાવ્યું તેમ ક્રોસ વેન્ટિલેશન જળવાઈ રહે તે માટે એસીના ટેમ્પ્રેચરને 24થી 30 ડિગ્રી વચ્ચે રાખવાનું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત