ટ્રોલર્સ પર ખરાબ રીતે ભડકયા અભિષેક બચ્ચન, દીકરી આરાધ્યાનો મજાક કરનારનો લીધો ઉધડો

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા સમગ્ર બચ્ચન પરિવારની લાડકી છે, પરંતુ એક સેલિબ્રિટી બાળક હોવાને કારણે આરાધ્યા ઘણીવાર એક યા બીજા કારણોસર ટ્રોલર્સના નિશાને આવી જાય છે. આરાધ્યા બચ્ચન ક્યારેક તેની ચાલવાની તો ક્યારેક વાત કરવાની સ્ટાઈલને કારણે ટ્રોલ થાય છે. દીકરીને વારંવાર ટ્રોલ કર્યા બાદ આખરે પિતા અભિષેક બચ્ચનની ધીરજનો બંધ તૂટી ગયો અને તે ટ્રોલર્સ પર ખરાબ રીતે ગુસ્સે થઈ ગયો. આટલું જ નહીં, તેણે તેની પુત્રી આરાધ્યાની મજાક ઉડાવનારાઓનો કલાસ લીધો છે

image source

એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચને ટ્રોલ કરનારાઓને ઠપકો આપતા કહ્યું કે હું આને કોઈ પણ સંજોગોમાં સહન કરીશ નહીં અને તે સહન કરવા યોગ્ય પણ નથી. તેણે કહ્યું કે હું એક પબ્લિક ફિગર છું, તમે મને ટ્રોલ કરો તો સમજી શકાય, પરંતુ મારી દીકરી આ બધાથી દૂર છે. કોઈને કંઈ કહેવું હોય તો સામે આવીને મારા ચહેરા પર કહીને બતાવે. દીકરી આરાધ્યાને ટ્રોલ કરવા ઉપરાંત, લોકોએ ઐશ્વર્યા રાયની ઘણી વખત વધુ પડતી સુરક્ષા માટે પણ મજાક ઉડાવી છે.

image soucre

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનનો એક વીડિયો એરપોર્ટ પરથી સામે આવ્યો હતો, જેમાં બંને મા-દીકરી બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં આરાધ્યા તેની માતા ઐશ્વર્યાનો હાથ પકડીને ફરતી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ ઐશ્વર્યા અને તેની પુત્રીને જોરદાર ટ્રોલ કરી હતી. ઐશ્વર્યા પર નિશાન સાધતા એક વ્યક્તિએ લખ્યું- અરે, તેનો હાથ ક્યારેક છોડો, એવી રીતે હાથ પકડ્યો છે જાણે ક્યાંક ખોવાઈ જશે. આરાધ્યાને ટ્રોલ કરતી વખતે એક વ્યક્તિએ કહ્યું હતું કે એના પગમાં કોઈ તકલીફ છે કે પછી એ જાણી જોઈને આમ મટકતી મટકતી ચાલી રહી છે.

image soucre

ટ્રોલ કરનારાઓ અહીં જ ન અટક્યા, અન્ય એક વ્યક્તિએ લખ્યું કે જો બચ્ચનના ઘરે જન્મી એટલે ચાલ બદલાઈ ગઈ. જ્યારે બીજાએ લખ્યું હતું કે જો આટલુ જ મટકવું હતું તો માતાનો હાથ પણ છોડી દેત. ઐશ્વર્યા રાય બચ્ચન તેની લાડકી પુત્રી સાથે ઘણા પ્રસંગોએ જોવા મળે છે. એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું કે જ્યારથી આરાધ્યાનો જન્મ થયો છે ત્યારથી તે સતત મારી સાથે ફરે છે. હું આરાધ્યાને દરેક જગ્યાએ મારી સાથે લઈ જાઉં છું. હું મારા શિડ્યુલને તેના શિડ્યુલ અને એજ્યુકેશન પ્રમાણે મેચ કરું છું.

image soucre

પોતાની પુત્રીની મજાક ઉડાવવા બદલ ટ્રોલર્સને જવાબ આપનાર અભિષેક બચ્ચનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘બોબ બિશ્વાસ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે કોન્ટ્રાક્ટ કિલર બોબ બિસ્વાસનો રોલ કરી રહ્યો છે. એવું કહેવાય છે કે અભિષેકે આ પાત્રમાં પોતાને ઢાળવા માટે ઘણા કિલો વજન વધાર્યું છે. શૂટિંગ દરમિયાન તેનું વજન 105 કિલો વધી ગયું હતું, જે તેણે કુદરતી રીતે વધાર્યું છે.