શું તમે ક્યારે વાંચી છે “મોતના ટાપુ” વિશેની આ ડરાણમી કહાની, જે છે એકદમ સત્ય…

વિશ્વમાં એવા અનેક ટાપુઓ છે જે પોતાના કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં પણ અમે તમને એક એવા જ ટાપુ વિષે જણાવવાના છીએ જે કુદરતી સૌંદર્યથી ભરપૂર તો છે જ પણ સાથે સાથે તેની ગણના વિશ્વના સૌથી ભયાનક અને ડરામણા ટાપુઓમાં પણ થાય છે. ઇટાલીમાં આવેલા આ ટાપુને ” મોતનો ટાપુ ” પણ કહેવાય છે.

image source

ઈટાલીના વેનિસિયા તળાવની ઉત્તર તરફ આવેલા આ રહસ્યમયી ટાપુનું સત્તાવાર નામ પોવેગ્લીયા ટાપુ છે. અહીં જવું એટલે સીધી રીતે મોતને આમંત્રણ આપવા બરાબર છે, કહેવાય છે કે આ ટાપુ પર જનાર માણસ ક્યારેય પાછો નથી આવતો.

image source

અસલમાં આ ટાપુ સાથે એક ભયાનક માન્યતા જોડાયેલી છે અને તેના કારણે જ અહીં લોકો આવવા નથી માંગતા. જો કે સરકારે પણ લોકોને આ ટાપુ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકેલો છે. ટાપુ વિષે એવી માન્યતા છે કે સેંકડો વર્ષો પહેલા આ ટાપુ પર પ્લેગ બીમારીથી પીડાતા દર્દીઓને મરવા માટે અહીં છોડી મુકવામાં આવતા અને જે લોકો અહીં મૃત્યુ પામે તેઓને અહીં જ દફનાવી દેવામાં આવતા.

image source

એવું પણ કહેવાય છે કે આ ટાપુ પર પ્લેગના દર્દીઓની સંખ્યા ઘણી વધી ગઈ હતી એટલે લગભગ 1 લાખ 60 હજાર બીમાર દર્દીઓને આ ટાપુ પર જીવતા જ સળગાવી દેવામાં આવ્યા હતા. અને ત્યારથી આ ટાપુ ભૂતિયા ટાપુ તરીકે ઓળખાવા લાગ્યો અને સમય જતા તે સાવ વેરાન બની ગયો.

image source

જો કે વર્ષ 1922 માં અહીં માનસિક રોગથી પીડાતા લોકો માટે મેન્ટલ હોસ્પિટલ પણ બનાવવામાં આવી હતી પરંતુ અમુક વર્ષો બાદ તેને બંધ કરી દેવામાં આવી. તેના પાછળનું કારણ એ બહાર આવ્યું હતું કે હોસ્પિટલના ડોકટરો અને નર્સો અને ક્યારેક દર્દીઓને પણ અસામાન્ય ચીજો દેખાવવા લાગી હતી.

image source

મેન્ટલ હોસ્પિટલના બંધ થયા બાદ અનેક વર્ષો સુધી આ ટાપુ વેરાન રહ્યો. ત્યારબાદ 1960 માં ઇટાલીની સરકારે આ ટાપુને એક વ્યક્તિને વેંચી દીધો. એવું કહેવાય છે કે અસામાન્ય ઘટનાઓ વચ્ચે આ વ્યક્તિ ત્યાં પોતાના પરિવાર સાથે થોડાક દિવસો જ રહી શક્યો અને બાદમાં તે આ ટાપુને છોડી અન્ય જગ્યાએ રહેવા જતો રહ્યો હતો. ત્યારબાદ અહીં અન્ય એક શખ્સ પણ રહેવા માટે આવ્યો અને તેની સાથે પણ અનેક અસામાન્ય ઘટનાઓ ઘટતા તે પણ આ ટાપુને છોડીને ચાલ્યો ગયો ત્યારથી આ ટાપુ વેરાન ભાસે છે.

image source

માછીમારો પણ આ ટાપુ પાસે માછલી પકડવા માટે નથી જતા. ઘણીવાર તેઓની જાળમાં માણસોના હાડકાઓ પણ ફંસાઈને આવે છે. અહીંના પાણીમાં પણ માણસોના હાડકાંઓનો ભંડાર હોવાનું મનાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત