કોરોના વેક્સિન પછી જરાય પણ આડઅસર નહીં થાય, બસ જમવામાં આ 5 વસ્તુઓને કરી લો શામેલ

કોરોના વાયરસથી છૂટકારો મેળવવા માટે વિશ્વભરમાં રસીકરણ ચાલુ છે. પરંતુ કોરોના રસીની આડઅસર સતત જોવા મળી રહી છે. તેના સામાન્ય લક્ષણોમાં ઈન્જેક્શન સાઇટ પર દુખાવો, માથાનો દુખાવો, તાવ, શરીરમાં દુખાવો, નબળાઇ અને થાક જેવી બાબતો શામેલ છે. આ તકલીફો સામાન્ય રીતે મહત્તમ 2-3 દિવસ સુધી જોવા મળતી હોય છે. રસીકરણ પછી તરત જ તમારા દૈનિક આહારમાં યોગ્ય ચીજો અને તેને લેવાની રીત અનુસરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહી એવી ચીજો વિશે વાત કરવામાં આવી રહીછે કે જેને તમે તમારા આહારમાં સમાવેશ કરી શકો છો.

આ ખાદ્ય ચીજો કોવિડ રસીને લીધે થાક અથવા પીડાથી ઝડપથી છુટકારો અપાવામાં મદદ કરશે.

image source

1- હળદર: હળદર જેને ભારતીય મસાલાઓની શાન કહેવામા આવે છે. તેમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જેમ કે એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાઇરલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી, એનલજેસિક અને એન્ટી ફંગલ વગેરે. હળદર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. હળદરનું સેવન કરવાથી શરીરમાં થતી પીડા ઓછી થાય છે અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. કર્ક્યુમિનોઇડ્સ (કર્ક્યુમિન) અને આવશ્યક તેલ (મુખ્યત્વે મોનોટર્પીન્સ)માં હળદર મુખ્ય બાયોએક્ટિવ ઘટકો તરીકે હોય છે. તે શરીરના સ્વાસ્થ્ય માટે રોગનિવારક એજન્ટો તરીકે કાર્ય કરે છે.

image source

2-આદુ: આદુનો ઉપયોગ ચાથી લઈને શાકમાં પણ થાય છે. ખોરાકનો સ્વાદ વધારવાની સાથે તે ઘણા ઔષધીય ગુણથી ભરેલું છે. એમિનો એસિડ અને મહત્વપૂર્ણ ઉત્સેચકોથી સમૃદ્ધ હોવાથી તણાવ દૂર કરે છે અને મગજને શાંત રાખે છે. તે બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સાથે સોજો ઘટાડવામાં પણ આદુ ઉપયોગી છે.

image source

3- ફળો: રસીકરણ કરાવ્યાં પછી શરીરને હાઇડ્રેટેડ રાખવું જરૂરી છે. આને કારણે શારીરિક અને માનસિક સ્થિતિ બંને સ્વસ્થ રહે છે. પાણીથી ભરપૂર ફળો ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે છે. આ જ કારણે તમે રસીકરણ પછીની આડઅસરોથી રાહત મેળવી શકો છો. રસીકરણ પછીના આહારમાં નારંગી, કેન્ટાલોપ, કાકડી અને આલૂ જેવા ફળોનો સમાવેશ કરવા જોઈએ.

image source

4-લીલા પાંદડાવાળા શાકભાજી: આવા શાકભાજીમાંથી ફાઇબર, વિટામિન સી, પ્રો-વિટામિન એ, કેરોટિનોઇડ્સ, ફોલેટ, મેંગેનીઝ અને વિટામિનથી ભરપૂર હોય છે. આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અને ચયાપચય જાળવવામાં મદદ કરે છે. લીલાં શાકભાજીનું સેવન કરવાથી શરીરમાં આવતો થાક દૂર થાય છે. રસીકરણ પછી તમારા સ્વાસ્થ્યને ઝડપથી સારું કરવા માટે તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ.

image source

5- મલ્ટી ગ્રીન ફૂડ: શરીરને સ્વસ્થ રાખવા માટે ખાધેલા ખોરાકનું યોગ્ય પાચન થવું જ મહત્વપૂર્ણ છે. વધુ સારી રીતે પાચન અને તંદુરસ્ત આંતરડા એ સ્વસ્થ શરીરની નિશાનીઓ છે. તેથી તમારા એનર્જી લેવલને વધારવા માટે તમારા આહારમાં મલ્ટી ગ્રીન ફૂડનો સમાવેશ કરો. મલ્ટી ગ્રીન ફૂડમાં ઘણાં ફાઇબર હોય છે. તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ફાઇબરયુક્ત ખોરાક પાચનમાં સુધારો કરે છે અને શરીરને શક્તિવાન રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!