અદ્ભૂત લવ સ્ટોરી, કાજલ અગ્રવાલ બોયફ્રેન્ડથી દુર રહી નહોતી શકતી, એટલે લોકડાઉનમાં જ ગૌતમ સાથે ફેરા ફરી લીધા

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં કોઈ સેલેબ્સના ઘરે પારણાં બંધાય છે તો કોઈનો પ્રેમ લગ્નમાં ફેરવાઈ છે. નેહા કક્કરના લગ્ન પણ હાલમાં ભારે ચર્ચામાં રહ્યા હતા. ત્યારે સિંઘમ’ ફૅમ કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબરના રોજ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં જ એક્ટ્રેસે કહ્યું હતું કે લૉકડાઉનને કારણે બંને વચ્ચે અંતર આવી ગયું હતું અને જ્યારે તેઓ ઘણાં અઠવાડિયા સુધી ના મળી શક્યા તો તેમને લાગ્યું કે હવે તેમણે લગ્ન કરી લેવા જોઈએ.

image source

કાજલે એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘ગૌતમ અને મેં ત્રણ વર્ષ ડેટિંગ કર્યું હતું અને પછી અમે સાત વર્ષ મિત્ર રહ્યાં હતા. અમે મિત્ર તરીકે દરેક વખતે સાથે રહ્યા છીએ. અમે બંને એકબીજાના જીવનમાં ઘણું જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવીએ છીએ. અમે હંમેશાં સાથે રહેતા. પછી તે સોશિયલ પાર્ટી હોયે કે પ્રોફેશન કામ.

image source

જ્યારે અમે લૉકડાઉનમાં થોડો સમય એકબીજાને ના મળ્યા તો અમને લાગ્યું કે અમે એકબીજાને મળ્યા વગર રહી શકીશું નહીં. અમે કરિયાણાની દુકાને માસ્ક પહેરીને એકબીજાને મળતા હતા. ત્યારે અમને એ વાતનો અહેસાસ થયો કે અમારે સાથે રહેવું જોઈએ. અને પછી અમે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો અને કરી નાંખ્યા’

image source

તેમજ બીજી એક વાત કાજલે એવી પણ કરી કે જ્યારે પણ રોમાન્સની વાત આવે તો ગૌતમ ચૂપ થઈ જાય છે. તે બિલકુલ ફિલ્મી નથી અને આ માટે હું બહુ જ ખુશ છે. મેં આ બધું ફિલ્મમાં બહુ જ કર્યું છે.

image source

આથી જ ગૌતમ તરફથી કોઈ એવું પ્રપોઝલ આવ્યું નથી. અમારી વચ્ચે ઈમોશનલ વાતચીત થઈ હતી. તેણે મારી સાથે કેવી રીતે જીવન જીવવું છે તે કહ્યું હતું અને પછી હું તેની સાથે આખું જીવન જીવવા માટે તૈયાર થઈ ગઈ હતી અને આજે હંમેશા માટે બન્ને એકબીજાના થઈ ગયા છીએ.

image source

ઉલ્લેખનીય છે કે ‘સિંઘમ’ ફૅમ કાજલ અગ્રવાલે મુંબઈમાં બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા છે. તેલુગુ, તમિળ અને હિન્દી ભાષાની ફિલ્મો માટે જાણીતી કાજલે આ મહિનાની શરૂઆતમાં તેના લગ્ન અંગે જાહેરાત કરી હતી. આજે યોજાયેલા લગ્ન સમારંભમાં પરિવાર તથા ઘનિષ્ઠ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીને લીધે મર્યાદિત પ્રમાણમાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ અગાઉ 29 ઓક્ટોબરના રોજ સવારે મહેંદી સેરેમની યોજાઈ હતી અને સાંજે હલ્દી સેરેમની યોજાઈ હતી.

 

View this post on Instagram

 

Planning a wedding entails so many moving parts and added to that the pandemic definitely was a challenge. However we strictly followed covid protocols which meant we had to have a very small wedding, got all our guests tested and created a bubble for everyone who was a part of our celebration. We are very grateful for all our loved ones that were able to attend and those who joined virtually from afar were terribly missed and we hope to see you all soon. Outfit for KA: @anamikakhanna.in Outfit for GK : @anitadongre Jewellery : @sunita_shekhawat_jaipur Kaliras : @mrinalinichandra Stylist : @stylebyami style team: @tanyamehta27 Make up: @vishalcharanmakeuphair Hair : @divya.naik25 Photo: @storiesbyjosephradhik

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલ અગ્રવાલે મહેંદી તથા હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. કાજલે લગ્ન પહેલાં એક સ્પેશિયલ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શૅર કરી હતી અને કેપ્શન આપ્યું હતું કે તોફાન પહેલાંની શાંતિ. લગ્નના વેન્યુ પર જતાં પહેલાં કાજલ અગ્રવાલ પોતાની માતા સાથે જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત