આ દેશમાં સોશિયલ મીડિયા એપ ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર સહિત બધા પર પ્રતિબંધ, કારણ જાણીને ઝાટકો લાગશે!

પાકિસ્તાનમાં ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ, વ્હોટ્સએપ, ટિકટોક અને ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ સોશિયલ મીડિયા એપ્સ પર એક ચોક્કસ સમય માટે પ્રતિંબંધ મૂકવામાં આવ્યો છે. આ એપ્સ પર સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ બધી માહિતી શુક્રવારે જાહેર કરવામાં આવી હતી જે પછી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

પાકિસ્તાન મંત્રાલયે આ અંગે વિગતે માહિતી આપતાં કહ્યું હતું કે પાકિસ્તાન ટેલિકમ્યુનિકેશન ઓથોરિટી (પીટીએ) એ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવા માટે સખત નિર્દેશો આપી રહી છે. પાકિસ્તાનનાં ગૃહ મંત્રાલય દ્વારા આપયેલા આ નિર્દેશ પછી ત્યાં આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ હતી. આ બધી એપ્સનાં ઉપયોકર્તા પાકિસ્તાનમાં પણ બહોળી સંખ્યામાં હોવાથી આ વાત ચર્ચાનો વિષય બની છે.

image source

આ બાબતે મળતી માહિતી મુજબ એક પક્ષ દ્વારા ત્યાં હિંસા વધી ગઈ હતી. તે પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં ત્યાંની સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી હતી કે જેથી આ હિંસા વિશે અફવાઓને વધારે વેગ ન મળે. પાકિસ્તાનમાં ચાલી રહેલા વિરોધને રોકવામાં નિષ્ફળ રહેલી પાકિસ્તાન સરકારે હવે લોકોની અભિવ્યક્તિ પર પ્રતિબંધ મૂક્યો છે.

image source

આ પ્રતિબંધ પછી ત્યાંના લોકો સરકારથી ઘણાં નારાજ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ફ્રાન્સ વિરુદ્ધ ઘણા ધાર્મિક સંગઠનો પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં TLP પણ સામેલ છે જેને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે ફ્રાન્સમાં મોહમ્મદ પૈયગંબરનાં કાર્ટૂન બનાવવા બદલ ફ્રાન્સ વિરુદ્ધ આ પ્રદર્શન થઇ રહ્યું છે. જેને લઈને ફ્રાંસે પોતાના નાગરિકોને પાકિસ્તાન છોડવા માટે પણ કહી દીધું છે.

image source

હાલમાં પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં પાકિસ્તાની પોલીસ ઉપદ્રવીઓની સામે પાછળ પગ કરી રહી છે અને આટલું જ નહીં આ સોશિયલ મીડિયાને પ્રતિબંધ કરવાની સાથે પાકિસ્તાની ટીવી ચેનલ્સ પર આ પ્રોટેસ્ટ્નું કવરેજ કરવા ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીના ચેરમેને કહ્યું છે કે તેઓને આ મામલે તાત્કાલિક એક્શન લેવા માટે કહેવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!