મોબાઈલ નંબર રજીસ્ટર નહીં હોય તો પણ આ રીતે ડાઉનલોડ કરી શકાય છે આધાર કાર્ડ

જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આધારકાર્ડ ભારતીય નાગરિકો માટે ના સરકારી દસ્તાવેજો પૈકી એક અગત્યનો દસ્તાવેજ ગણવામાં આવે છે. અને આધારકાર્ડ અનેક કામકાજ માટે જરૂરી બની ગયું છે. કેમ કે નાના બાળકોને શાળામાં એડમિશન આપવાનું હોય કે કોઈ પણ બેંક માં તમારું પોતાનું ખાતું ખોલાવવાનું હોય તો તેના માટે આધારકાર્ડ ફરજિયાત જેટલું આવશ્યક બની ગયું છે. એટલું જ નહીં અને પ્રકારની સરકારી યોજનાઓ માટે પણ માંગવામાં આવતા દસ્તાવેજોમાં આધારકાર્ડ સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યારે ભારતના દરેક નાગરિકો પાસે પોતાનું આધાર કાર્ડ હોવું ખૂબ જરૂરી છે. અને આ આધાર કાર્ડ ઓફલાઇન અને ઓનલાઇન બન્ને પ્રકારે કઢાવી શકાય છે.

image source

ભારતીય નાગરિકો હવે uidai ની સત્તાવાર વેબસાઇટ પરથી રજીસ્ટર મોબાઈલ નંબર વગર પણ આધારકાર્ડ ડાઉનલોડ કરી શકશે. દેશભરમાં નાગરિકોને આધાર કાર્ડ ઉપલબ્ધ કરાવનારી સંસ્થાનું નામ uidai છે જેની સત્તાવાર વેબસાઇટ પર જઇને આધારકાર્ડ સંબંધિત અનેક કામો ઓનલાઇન કરી શકાય છે.

image soucre

આ પહેલા આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે નાગરિકોનો પોતાનો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે રજીસ્ટર હોય તે જરૂરી હતો. પરંતુ હવે જો તમારી પાસે આધાર કાર્ડ સાથે જોડાયેલો રજીસ્ટર મોબાઈલ નંબર ના હોય તો પણ તમે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો. આ માટે શું પ્રોસેસ કરવાની રહે છે ? તે અમે આજના આર્ટિકલમાં આપને સ્ટેપ બાય સ્ટેપ જણાવી રહ્યા છીએ. આશા છે કે આ માહિતી આપના માટે ઉપયોગી બની રહેશે.

  • Step 1 : uidai ની સત્તાવાર વેબસાઈટ પર જાવ.
  • Step 2 : હોમ પેજ પરથી ” માય આધાર ” ના વિકલ્પને પસંફ કરો અને ત્યારબાદ ટોપ રાઈટ સાઈડમાં આપવામાં આવેલા મેન્યુ પર ક્લિક કરો. ।

    image soucre
  • Step 3 : ” માય આધાર ” પર આપવામાં આવેલા ” Order Aadhaar Reprint ” ના વિકલ્પ પર ક્લિક કરો.
  • Step 4 : ત્યારબાદ આધાર નંબર કે વર્ચ્યુઅલ આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે VID એન્ટર કરો.
  • Step 5 : ત્યારબાદ કેપચા એન્ટર કરો અને આગળ વધો
  • Step 6 : રજિસ્ટર મોબાઈલ નંબર વિના આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે ” My Mobile number is not registered ” ના વિકલ્પને પસંદ કરવાનો રહેશે.

    image socure
  • Step 7 : હવે અલ્ટરનેટ નંબર પર એક વન ટાઇમ પાસવર્ડ એટલે કે OTP આવશે જેને એન્ટર કર્યા બાદ યુઝરને તેના આધાર કાર્ડનું પ્રિવ્યું જોવા મળશે.