અહીં ચૂંટણીમાં હિટલરે ચૂંટણી જીતી ઈતિહાસ રચ્યો, જો કે દુનિયા પર રાજ કરવાની….

દક્ષિણ આફ્રિકાના દેશ નામીબિયાની એક સ્થાનિક ચૂંટણી હાલ વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે અને તેના પાછળનું કારણ પણ વ્યાજબી છે કે જે જાણીએ તમે પણ ચોંકી જશો. અસલમાં નામીબિયાની સ્થાનિક ચૂંટણીમાં એડોલ્ફ હિટલર નામના એક વ્યક્તિએ ભારે કહી શકાય તેટલી બહુમતીથી વિજય મેળવ્યો છે. જો કે પોતાના નામથી પ્રખ્યાત થયેલા આ વ્યક્તિનું કહેવું છે કે જર્મનીના ક્રૂર તાનશાહ હિટલરની જેમ તેનું દુનિયા પર રાજ કરવાનું કોઈ સ્વપ્ન નથી.

image source

54 વર્ષીય હિટલર નામીબિયામાં સત્તાધારી સ્વાપો પાર્ટીના સભ્ય છે. તેણે ઓમ્પુંજા વિધાનસભા મત વિસ્તારમાંથી લગભગ 85 ટકા જેટલા મત સાથે વિજયી બન્યા અને ત્યાંના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. પોતાની જીત બાદ જર્મનીના એક અખબાર ” બિલ્ડ ” સાથે વાત કરતા હિટલરે જણાવ્યું હતું કે ” નાઝી વિચારધારા ” સાથે તેને કોઈ લેવા દેવા નથી.

બાળપણમાં લાગતું હતું સામાન્ય નામ

image source

નોંધનીય છે કે એક સમયે જર્મનીના ઉપનિવેશ રહેલા નામીબિયા દેશમાં હિટલર નામ વિચિત્ર નથી ગણાતું. તેના પિતાએ તેનું નામ જર્મનીના નાઝી નેતા એડોલ્ફ હિટલરના નામ પરથી જ હિટલર રાખ્યું હતું. હિટલરનું કહેવું છે કે મને એ નથી ખબર કે એડોલ્ફ હિટલર નામનો અર્થ શું થાય છે. બાળપણમાં તો મને આ નામ સામાન્ય લાગતું હતું.’

image source

” હિટલર ” સાથે કંઈ લેવા દેવા નથી

નામીબિયાના હિટલર કહે છે કે જ્યારે હું મોટો થયો ત્યારે મને સમજાયું કે આ વ્યક્તિ (જર્મનીનો એડોલ્ફ હિટલર) આખી દુનિયા પર રાજ કરવા માંગતો હતો. જો કે મારે આ બધા સાથે કોઈ લેવા દેવા નથી. મારુ નામ પણ હિટલર હોવાનો અર્થ એ નથી કે હું ઓશાના (જ્યાં ઓમ્પુંજા વિધાનસભા છે તે વિસ્તાર) પર વિજય મેળવવા માંગુ છું.

image source

નામ બદલવાનો કોઈ ઈરાદો નથી

લોકો વચ્ચે એડોલ્ફ ઉનોનાના નામથી ઓળખાતા આ નેતાનું કહેવું છે કે મારું નામ બદલવાનો મારો કોઈ ઈરાદો નથી કારણ કે આ નામ મારા બધા ઓરીજીનલ સરકારી દસ્તાવેજોમાં નોંધાયેલું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ1884 થી 1915 સુધી નામીબિયા જર્મનીનો જ એક ભાગ હતું અને તે સમયે આ દેશ દક્ષિણ પશ્ચિમી આફ્રિકાથી ઓળખાતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત