એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પી કર્યો સામુહિક આપઘાતનો પ્રયાસ, ભાવનગરમાં બની આ ઘટના

ભાવનગરના એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પી સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો

image source

આજનો માણસ આમ તો વાઘ જેવો છે. એને કોઈ હરાવી શકે એમ નથી. પણ ક્યારેક એ પોતાના લોકોથી તો ક્યારેક પોતાની પરિસ્થિતિથી હારી જાય છે. કહેવા પૂરતો તો એ સોશિયલ મીડિયા પર લોકોથી ઘેરાયેલો હોય છે પણ એના અંતરના એ ખૂણે એ ખૂબ એકલો પડી જાય છે. ક્યારેક આર્થિક તંગીના કારણે, તો ક્યારેક પોતાના અંગત કારણોસર એ પોતાના જીવન ને ટૂંકાવી દેવાનો વિચાર કરી બેસે છે. કેટલાક આ વિચારોમાંથી પોતાને ઉગારી લે છે ને કેટલાક આ વિચારને અમલમાં મૂકીને આપઘાત કરી બેસે છે.

image source

આવી જ એક ઘટના બની છે ભાવનગરમાં. જેમાં ભાવનગરના ભરતનગર માલધારી સોસાયટીમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યોએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. સમય સર જાણ થતાં એમને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.એક જ પરિવારના પાંચ સભ્યોએ એક સાથે જ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.

જેમાં પતિ-પત્ની, બે દીકરીઓ અને એક દીકરાનો સમાવેશ થાય છે.પરિવારમાં પાંચેય સભ્યોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસ દ્વારા વધુ વિગત મેળવાઇ રહી છે.ઘરેલું ઝઘડાના કારણે પતિ, પત્ની, બે દીકરીઓ અને એક દીકરાએ ઝેરી દવા પીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો વળી જમીનના વિવાદના કારણે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

image source

ભાવનગરના ભરતનગર માલધારી સોસાયટીમાં 46 વર્ષીય ભુપત સાઢીયા પોતાના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં 37 વર્ષીય પત્ની ગીતા સાઢીયા, બે પુત્રીઓ 16 વર્ષીય ખુશાલી અને 14 વર્ષીય જાનકી તેમજ 11 વર્ષનો પુત્ર કૌશિક પણ એમની સાથે રહે છે. ગઈ કાલે આ સાઢીયા પરિવારનાં તમામ લોકોએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને આ ખબર ના કારણે આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગયો હતો.

108 દ્વારા પરિવારના તમામ સભ્યોને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘરેલું ઝઘડાના કારણે પતિ, પત્ની, બે દીકરીઓ અને એક દીકરાએ ઝેરી દવા પીધી હોવાનું અને જમીનના વિવાદના કારણે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. પણ હકીકત શુ હોય એ તો એ પરિવાર જ જાણે.

image source

તકલીફો તો હતી અને રહેવાની જ છે. આપણે એની સાથે સમાધાન કરતા શીખી લેવું પડશે, એની સાથે લડતા શીખી લેવું પડશે. તમારા આપઘાતથી કદાચ તમારી તકલીફો માં રાહત આવી જશે પણ તમારા ગયા પછી તમારા સ્નેહીજનો તમારા વગર જે તકલીફ પડશે એનો વિચાર જ પૂરતો છે તમને આપઘાત જેવા નકારાત્મક વિચારોથી દૂર રાખવા માટે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત