આજથી જ બોલો આ એક મંત્ર, મળશે પૂરી રામાયણ વાંચવા જેટલું ફળ

આ મંત્ર માટે અહિયાં સુધી કહેવામાં આવ્યું છે કે આ મંત્રનો એકવાર જાપ કરવાથી સંપૂર્ણ રામાયણનું પઠન કરવા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે આ મંત્રને શ્લોકી રામાયણના નામથી પણ જાણવામાં આવે છે.

image source

આજની આ ભાગદોડ ભરેલી જીંદગીમાં લોકોની પાસે ભગવાનને સ્મરણ કરવા માટે પણ કોઈ ખાસ સમય હોતો નથી એટલા માટે આજે અમે આપને હિંદુ ધર્મના ધાર્મિક પુસ્તક એવા રામાયણ વિષે કેટલીક ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ જેને આપ આપના ભાગદોડ ભરેલ જીવનમાં સામેલ કરશો તો આપની ઘણી બધી સમસ્યાઓ આપોઆપ જ દુર થઈ જાય છે અને આપને એક શ્લોકનો જાપ કરવાથી સંપૂર્ણ રામયણનું પઠન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો.

image source

ભગવાન શ્રી રામની ગાથા, રામાયણ હિંદુ ધર્મના મૂળભૂત સ્તંભો માંથી એક સ્તંભ છે. હિંદુ ધર્મમાં રામાયણનું પઠન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા પ્રચલિત છે કે, રામાયણના પાઠ કરવાથી આપના જીવનમાં સુખ, શાંતિ અને પુણ્ય લાભની પ્રાપ્તિ થાય છે. આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ એક શ્લોકમાં સંપૂર્ણ રામાયણનો સાર છુપાયેલો છે.

image source

રામાયણના આ મંત્ર વિષે એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ એક મંત્રનો જાપ કરવાથી આપને સંપૂર્ણ રામાયણનું પઠન કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલા માટે રામાયણના આ શ્લોકને ‘શ્લોકી રામાયણ’ પણ કહેવામાં આવે છે.

રામાયણના આ મંત્રનો જાપ આપે સવારના સમયે સ્નાનાદી કાર્ય પૂર્ણ કરી લીધા પછી ભગવાન શ્રી રામની મૂર્તિ સમક્ષ આસન પર બેસીને કરવો જોઈએ. આપે આ શ્લોકી રામાયણને ઓછામાં ઓછું ૧૧ વાર, ૨૧ વાર કે પછી ૧૦૮ વાર પઠન કરી શકો છો.

image source

મંત્ર (શ્લોકી રામાયણ) :

आदि राम तपोवनादि गमनं, हत्वा मृगं कांचनम्. वैदीहीहरणं जटायुमरणं, सुग्रीवसंभाषणम्..

बालीनिर्दलनं समुद्रतरणं, लंकापुरीदाहनम्. पश्चाद् रावण कुम्भकर्ण हननम्, एतद्धि रामायणम्..

શ્લોકી રામાયણનો અર્થ :

image source

આ એક શ્લોકમાં સમાવિષ્ટ રામાયણનો અર્થ થાય છે કે, ભગવાન રામ વનવાસ ગયા, ભગવાન રામે સોનાના હરણનો વધ કર્યો. માતા સીતા કે જેમનું નામ વૈદેહી છે તેમનું રાવણએ હરણ કરી લીધું. સીતાને હરણ કરીને લંકા લઈ જતા સમયે રાવણના હાથે જટાયુએ પોતાના પ્રાણ ગુમાવ્યા. ભગવાન રામ અને સુગ્રીવમાં મિત્રતા થઈ. બાલીનો વધ કરીને સમુદ્ર પાર કર્યો. લંકાનું ધન થયું. પછી રાવણ અને કુંભકર્ણનો ભગવાન રામના હાથે વધ થાય છે. આ છે રામાયણની સન્ક્ષિપત કથા છે.

image source

ભગવાન શ્રી રામની ગાથા રામાયણના આ શ્લોકી રામાયણના જાપ કરવાથી આપના પર આવેલ મોટામાં મોટી તકલીફોથી આપને મુક્તિ મળી જાય છે અને આપ આપના જીવનમાં શાંતિનો અનુભવ કરો છો. આપે આપના ઘરમાં પૂજા કરતા સમયે આ શ્લોકી રામાયણ નું પઠન કરવાથી આપને ભગવાન રામની કૃપાદ્રષ્ટિ દ્રષ્ટિ આપની પર બની રહે છે.

Source : abplive

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત