એક પ્રેમ આવો પણ – છાતીમાં ગાંઠ છે એ સાંભળીને જ તેના પગ ઢીલા પડી ગયા હતા અને….

રવિ આજે સવાર થી જ ઘભરાયેલો હતો…ઓફિસે જઈ ને પણ તેનું મન ખૂબ ચિંતિત હતું… આકુળ વ્યાકુળ બનેલા રવિ એ પાંચ વખત કોફી પી લીધી છે…. ટિફિન પણ એમનું એમ પડેલું છે… સતત વિચારો ની માયાજાળ માં ફસેલાયેલ રવિ મોબાઈલ માં થોડી થોડી વારે મેલ ચેક કરતો હતો… સાંજના 6:30 વાગી ચુક્યા હતા… ઓફિસ ના બધા વ્યક્તિઓ પણ ઘરે જવા નીકળ્યા…બધા થી 10 મિનિટ વહેલો જનાર રવિ આજે 7 વાગે પણ ત્યાં જ હતો….

image source

ટ્રીંગ…. અવાજ સાંભળતા જ રવિ એ મોબાઈલ હાથ માં લીધો અને મેલ ચેક કર્યો… વાચી ને રવિ ની આંખો જાણે પહોળી થઈ ગઈ…. તે જમીન પર ફસડાય પડ્યો…. અને પરસેવે રેબ જેબ થઈ ગયો…. અને જોર થી રડવા માન્ડ્યો. ઘરે થી શ્રુતિ ના પણ 5 વાર ફોન આવી ચુક્યા હતા….એટલા મા જ વીજળી ચમકી અને દોધ્માર વરસાદ વરસવા માંડ્યો….એ સુન્હેરાં વરસાદ ને જોઈ ને રવિ પોતાના ભૂતકાળ માં વિસરી ગયો !!

રવિ :- ઓહ !! નો યાર…મમ્મી…. એ ગયો આજે તો..વરસતા વરસાદ માં પાણી ભરેલા ખાડા માં રવિ પડ્યો… વરસાદ ને લીધે દૂર થી રોડ એક સમાન લગતા આથી રવિ તે ખાડા માં પડ્યો… ખાડો ઊંડો હોવાથી રવિ નો પગ તે ખાડા માં ફસાયો… લાખ પ્રયત્ન બાદ પણ તે ઉભો થઈ શક્યો નહિ… આથી રવિ એ આજુબાજુ મદદ માટે બુમ પાડી… રાત ના 9:30 હતા આથી કોઇ દેખાતું પણ ન હતું….

image source

રવિ એ પોતાની નજીક આવેલા અનાથ આશ્રમ બાજુ મદદ માટે બુમ પાડી… પ્લીસ હેલ્પ મી !! મારો પગ ખાડા માં ફસાયો છે “”!! એટલા માં જ અનાથ આશ્રમ નો દરવાજો ખુલ્યો… રવિ કોણ છે તે દૂર થી નિહાળતો હતો.. એવા માં જ પિન્ક ડ્રેસ, ખુલ્લા વાળ, બ્લેક બિંદી, એક ખનજં વાળા હાસ્ય, સાથે એક છોકરી બહાર આવી.. બસ એક મિનિટ હમણાંજ આવી.. ના અવાજ સાથે તે રવિ ના નજીક આવી…

રવિ એ બેહદ સુંદર લગતી છોકરી ને જોઈ જ રહ્યો.. વરસાદ માં પલળતા એના ખુલ્લા વાળ, ચેહરા પર થી સરકતા એ વરસાદ ના ટીપા. ખંજન વાળા ગાલ.. એકીટસે નિહાળી રહ્યો હતો… જાણે કોઇ અપ્સરા જ સમજી લો !!!!! રવિ ને લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ ગયું એવું જ સમજી લ્યો,, 😊

image source

પોતે કઈ સ્તિથી માં છે એ પણ ભુલી ગયો… એટલા માં જ એ હેલ્લો મિસ્ટર ! ક્યાં ખોવાઈ ગયા??? ક્યારની તમારી મદદ માટે હાથ લંબાવું છું… હાથ જ નથી આપતા… આ વાત થી બે ખબર રવિ ને ભાન થયું અને પોતાનો હાથ તેને આપ્યો… અને ચાર પાંચ ની કોશિશ બાદ રવિ ને બહાર કાઢ્યો…. રવિ ને ખાડા માં પગ ફસાયો હોવાથી પગ ફૂલી ગયો હતો.. રવિ થી ચલાતું પણ ન હતું….આથી રવિ એ એ એ છોકરી ની મદદ માંગતા કહ્યું રવિ :-હેય !!એક્સ ક્યુસ મી,,, પ્લીસ મિસ મને ઉભો કરવામાં મદદ કરશો???? આથી તે છોકરી એ રવિ ને ટેકો આપ્યો અને ઉભો કર્યો… રવિ:-થૅન્ક યુ મિસ???? છોકરી :-શ્રુતિ…. નામ છે મારું… રવિ ઉભો થઈ ને ચાલવા જતો હતો પણ સોજા ને લીધે તેનાથી ચલાતું ન હતું…

શ્રુતિ.. એ બાળપણ થી જ અનાથઃ છે.. બાળપણ માં તેને અહીં કોણ મૂકી ગયેલું એ સુદ્ધા પણ તેને ખ્યાલ નથી… આથી અહીં અનાથઃ આશ્રમ માં રહી, મોટી થઈ અને ભણી ને અહીં જ નાના બાળકો ને ભણાવતી… શ્રુતિ પેહલે થી જ સાફ, અને કોમળ દિલ ની હતી… મુશ્કેલી માં પડેલા સૌ કોઇ ને મદદ કરતી… આથી રવિ ની આવી હાલત જોઈ ને શ્રુતિ એ રવિ ને અનાથઃ આશ્રમ આવવા કહ્યું… વરસાદ પણ વધારે હતો… આથી રવિ શ્રુતિ સાથે અંદર પ્રવેશ્યો… આશ્રમ માં શાંતિ હતી..સૌ કોઇ આરામ ફરમાવી રહ્યા હતા… શ્રુતિ એ રવિ ને ગેસ્ટ રૂમ માં બેસાડ્યો.. અને શરીર લુછવા રૂમાલ આપ્યો…. શ્રુતિ :-તમે બેસો !હું હમણાં જ મીઠાં અને હળદર નો લેપ લઇ ને આવું છું.. જેનાથી તમારા પગ નો સોઝો ઉતરી જશે..

image source

રવિ:-ઓકે..થૅન્ક્સ કોઇ પણ જાણ પહેચાન વગર કોઇ વ્યક્તિ ની એટલી મદદ કર્તા જોઈ ને રવિ ને શ્રુતિ પ્રત્યે ખૂબ જ માન ઉપજ્યું… શ્રુતિ કોણ છે, ક્યાંથી આવી છે, શું કરે છે. એ બધું જાણ્યા વગર જ રવિ ને શ્રુતિ ને મળ્યા બાદ એક પોતાનુ હોય એવો એહસાસ થયો…. રવિ એ તે જ ક્ષણે શ્રુતિ સાથે પોતાની જિંદગી વીતાવવા નું નક્કી કરી લીધું… એટલા માંજ શ્રુતિ રૂમ માં આવી અને એ હુંફાળો લેપ રવિ ના પગે લગાડી આપ્યો…. અને તમે અહીં આરામ કરો, કોઇ પણ વસ્તુ ની જરૂર પડે તો બેલ વગાડજો હું આવી જઈશ… કહી ને શ્રુતિ રૂમ ની બહાર જવા નીકળ તી હતી ને રવિ એ તેને રોકી…

જો તમને યોગ્ય લાગે તો મારી સાથે બેસસો???? કેન યુ ટોક વિથ મી??? શ્રુતિ :-હસતા અવાજે !! ચોક્કસ… રવિ :-હાઈ !!આઈ એમ રવિ પાઠક… હું અહીં નાનપણ થી મારા કાકા કાકી સાથે રહુ છું… હવે તો એ પણ અમેરિકા તેમના દીકરા સાથે રહેવા જતા રહ્યા.. આથી હું એકલો જ રહુ છું.. અને એમ જી મોટર કૅમ્પની માં જોબ કરું છું… માતા પિતા ની છત્ર છાયા તો જન્મતા વેંત જ ગુમાવી બેઠો હતો… બસ આ કાકા કાકી ના સહારે હતો અને હવે એ પણ…. બોલતા બોલતા રડમસ થઈ ગયો… એમ રવિ એ ખૂબ જ નિખાલસતા થી પોતાના વિશે બધું જ જણાવી દીધું…. શ્રુતિ બધું જ ધ્યાન ની સાંભળી રહી હતી…

image source

હજી તો રવિ કંઈક શ્રુતિ ને પૂછે એ પેહલા શ્રુતિ ના આંખ માંથી પણ ડબ ડબ આંસુ શરી પડ્યા.. આથી રવિ એ શાંત સ્વર માં પૂછ્યું “”શ્રુતિ શુ થયું??? શ્રુતિ :-રવિ મેં બાળપણ થી જ ખૂબ દુઃખ વેઠ્યા છે, મારા મમી, પાપા કોણ છે મને અહીં કોણ મૂકી ગયું હતું એ સુદ્ધા પણ યાદ નથી… બસ અહીંના મૈન સુપર વાઇઝર ગીતા બેન જ મારું જે ગણો એ છે.. નાનપણ થી એમને મને સાચવી, ભણાવી, ગણાવી અને અહીં જ નાના બાળકો ને ભણાવવાનું કામ કરું છું….

રવિ અને શ્રુતિ બન્ને ને જાણે પોતા ના સહિયારા દુઃખ ના ભાગીદાર મળી ગયા એમ એક બીજા ને એકી ટસે જોઈ રહ્યા… બસ એમજ વાતો માં આખી રાત વીતી ગઈ… બન્ને એ એકબીજા ના ફોન ના કોન્ટેક્ટ પણ લીધા.. સવાર થતા વરસાદ બઁધ થયો અને રવિ ઘરે જવા નીકળ્યો….

image source

બસ હવે તો રવિ ને શ્રુતિ ને મળવાનું બહાનું મળી ગયું હોય એમ દર રોજ આશ્રમ ના બાળકો માટે કંઈક ને કંઈક લઇ ને આવતો… આશ્રમ માં નાના બાળકો, ગીતા બેન થી માંડી ને સૌ કોઇ ને રવિ સાથે ફાવતું…. આમને આમ શ્રુતિ પણ પોતાનું દિલ રવિ ને દઈ બેઠી.. બન્ને એ એકબીજા ને પ્રેમ નો ઈઝહાર કર્યો…

રવિ અને શ્રુતિ ને જાણે જિંદગી ની બધી જ ખુશીઓ મળી ગઈ હોય એમ લાગતું હતું…. બન્ને એ ખૂબ સાદાઈ થી કોર્ટ મેરેજ પણ કર્યા… લગ્ન બાદ રવિ એક નાના બાળક ની જેમ શ્રુતિ નું ધ્યાન રાખતો… શ્રુતિ પણ કહ્યા વગર જ રવિ ની બધી વાતો સમજી જતી…. રવિ ઉઠે તે પેહલા ચા અને છાપું તેના ટેબલ પર આવી જતું, ત્યાર બાદ ગરમ નાસ્તો., પાણી., દૂધ બધું હાજર મળતું….. બન્ને ને જોઈ ને સૌ કોઇ કેહતા કે પ્રેમ તો આ બન્ને નો જ !!

image source

બસ આવી જ રીતે ખુબ સુખમય બે વર્ષો નીકળી ગયા…. અચાનક જ એક દિવસ શ્રુતિ ને ખુબ છાતી માં દુખાવો ઉપડ્યો અને તે ઉભી ઉભી જમીન પર ફસડાય પડી… રવિ એ તરત જ શ્રુતિ ને ગાડી માં બેસાડી અને હોસ્પિટલ લઇ ગયો… સારવાર પણ ચાલુ કરાવી…. બધા જ ટેસ્ટ પણ કરાવ્યા…. નોર્મલ હતા… આથી એકાદ દિવસ બાદ શ્રુતિ ને રજા મળી…. ડોક્ટર એ રવિ ને એકલો પોતાની ચેમ્બર માં બોલાવ્યો…

ડૉક્ટર :- પ્લીસ સીટ મિસ્ટર રવિ

રવિ :-ગભરાઈ ને “!કોઇ ચિંતા નું કારણ તો નથી ને મારા શ્રુતિ ને????

ડૉક્ટર :-રવિ શ્રુતિ ના બધા મેડિકલ રિપોર્ટ નોર્મલ છે… એમ તો ચિંતા નું કારણ નથી.. પરંતુ શ્રુતિ ને બ્રેસ્ટ માં ગાંઠ છે… તે નોર્મલ છે કે કેન્સર ની તે માટે મેમોગ્રાફી કરાવેલી છે જેનો રિપોર્ટ આવતી કાલે તમે આપેલ નંબર પર આવશે.. જોઈ લેજો.. પાછી મને જાણ કરજો…

રવિ :- ઓકે સર…

રવિ અને શ્રુતિ બન્ને ગાડી માં બેઠા… હજારો વાતો કરનાર રવિ આજે એકદમ ચૂપ હતો…

શ્રુતિ :-શુ થયું રવિ??? ઓલ ઓકે??

રવિ :-યસ ડાર્લિંગ !! આતો જરાં થાકી ગયો છું…

શ્રુતિ :-ઓકે જાન…

image source

શ્રુતિ સામે સરસ વાત કરનાર રવિ ને મગજ માં હજારો પ્રશ્ન હતા… મારી શ્રુતિ ને કઈ હશે તો નઈ ને???? વિચારો ને વિચારો માં ઘરે પોહચ્યાં… રવિ એ શ્રુતિ ને પોતાના હાથ માં ઉંચકી લીધી અને બેડ રૂમ માં સુવડાવી…. રવિ શ્રુતિ ને સેજ પણ કામ કરવા દેતો ન હતો…. જમવાનું પણ તેને બનાવ્યું અને પોતા ના હાથે પ્રેમ થી શ્રુતિ ને જમાડી…. અને હાથ ફેરવી ને સુવડાવી….

સવાર થઈ… આજે રવિ એ શ્રુતિ ની માફક બધું જ ટેબલ પર રેડી રાખ્યું હતું…

રવિ :-ગુડ મોર્નિંગ માય બેબી… ધીમે થી માથે હાથ ફેરવી ને શ્રુતિ ને જગાડી…

શ્રુતિ :-(રવિ ને પોતાના બાહપોશ માં લઇ ને)ગુડ મોર્નિંગ જાન.. કહી ને રવિ ને ગાલ પર વહાલ સોયું ચુંબન કર્યું….

રવિ :-હેપ્પી એનિવર્સરી માય જાન…

શ્રુતિ :-જાન આપડે મળ્યા ને ત્રણ વર્ષ થઈ ચુક્યા છે… આ દિવસ હું કેવી રીતે ભુલી શકું….

રવિ :-યસ ડાર્લિંગ મી ટૂ… (ગાલ પર વહાલ સોયું ચુંબન કરી ને )

રવિ :- સોરી જાન આજે આટલા સ્પેશિયલ દિવસે પણ મને ઓફિસ જોવું પડશે…

શ્રુતિ :-આઈ કેન અન્ડર સ્ટેન્ડ જાન. વાન્ધો નહીં આપડે સાંજ સેલિબ્રટે કરશુ..

રવિ :- તારી ચા, નાસ્તો., લંચ, ફ્રૂટ, દવા બધું જ રેડી છે.. ખાલી તારે તારા હાથે લેવાનું જ છે… હસતા અવાજે.. અને હા ગીતા આંટી ને પણ તારું ધ્યાન રાખવા બોલાવ્યા છે આવતા જ હશે…

શ્રુતિ :- આઈ એમ વેરી લકી તે મને તારા જેવો હસબન્ડ મળ્યો છે…

રવિ :- અરે ગાડી લકી તો હું છું.. આ કામ તો દરરોજ તું જ મારા માટે કરે છે ને… આજે મને મોકો મળ્યો છે કરી લેવા દે. ઓકે ચલ જાન હું નીકળું છું સાંજે મળીએ….

image source

શ્રુતિ :આઈ વિલ વેઇટ રવિ..

રવિ :-યસ બેબી… ટેક કેર !!બાય..

શ્રુતિ :-બાય બેબી..

શ્રુતિ ની સામે એકદમ પરફેક્ટ વાત કરતો રવિ ફરી પાછો ગાડીમાં વિચારોના વાવાઝોડાં મા ફરી વાળ્યો… શું થશે મારી શ્રુતિ નું??નોર્મલ તો હશે ને રિપોર્ટ???? ઓફિસ માં પણ આખો દિવસ આજ ટેંશન માં હતો….

એટલામાં જ સતત કોઇ ઓફિસે રવિ ના કેબીન દરવાજે દસ્તક દઈ રહ્યું હતું….. એટલા માં જ રવિ ને ભાન આવતા ભૂતકાળ માંથી વર્તમાન માં પાછો ફર્યો….. અને દરવાજો ખોલ્યો….. સર શ્રુતિ મેમ નો ફોન છે… તમે ક્યારના એમનો ફોન નથી ઉપાડતા અટલે અહીં ઓફિસે ફોન કર્યો છે… એ ખૂબ ચિંતા માં પણ છે….. રવિ એ તરત જ પોતાની જાત ને સંભાળી અને શ્રુતિ ને કોલ કર્યો… રવિ :-રિઅલી વેરી સોરી માય બેબી !!!આજે જ એક પ્રોજેક્ટ પતાવવા નો હતો તો ફોન સાઇલેન્ટ હતો… બસ 15 મિનિટ માં ઘરે પોહ્ચ્યો…. શ્રુતિ એ પણ કોઇ કંમ્પ્લેઇન વગર યસ.. કહી ને ફોન મુક્યો…

રવિ ફટાફટ ઓફિસે થી ઘરે જવા નીકળ્યો.. અને ગાડી માં બેઠો… રવિ નું મન હજીયે પેલા કેન્સર ના પોઝિટિવ રિપોર્ટ.. થી માનતું ન હતું… શ્રુતિ ને 3rd સ્ટેજ નું બ્રેસ્ટ કેન્સર હતું.. આથી લેબ માં ફરી કોલ કર્યો.. પણ ત્યાં થી પણ આજ રિપોર્ટ મળ્યો… રવિ પોતાના નસીબ ને સતત કોસી રહ્યો હતો… મારા અને શ્રુતિ સાથે જ કેમ ભગવાન???? અમે શુ બગાડ્યું છે???? શ્રુતિ વતી મને આ રોગ આપ્યો હોત તો?? મારી શ્રુતિ નો શું વાંક???..અને બાળપણ થી જ કેટલા દુઃખો સહન કર્યા છે. અને આ બીજું દુઃખ પણ??? રવિ સતત એવા વિચારો સાથે રડી રહ્યો હતો અને આંખો પણ લાલ થઈ ચુકી હતી… એટલા માં જ રવિ ઘરે પોહ્ચ્યા…પોતે આ વાત શ્રુતિ ને કેવી રીતે કહેશે એ વિચાર માં ઘરે અંદર પ્રવેશ્યો….

image source

આ શું??? ઘરે હોલ માં એન્ટર થતા ની સાથે રવિ પર ગુલાબ ની પાંદડી ઓ પડી .આખો હોલ રેડ અને વાહીટ બલૂન થી ભરેલો હતો… ચારે બાજુ રવિ અને શ્રુતિ ના ફોટો લગાવેલા હતા… બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ વાગી રહ્યું હતું…. ટેબલ પર કેક પર રેડી હતી… પિન્ક સાડી પેહરી ને રવિ ની રાહ જોઈ રહેલી શ્રુતિ એ રવિ નું પ્રેમ ભર્યું સ્વાગત કર્યું…. ઓહ માય ડાર્લિંગ !!વેલકમ હોમ,, હૅપ્પી એનિવર્સરી… હાથ પર વહાલ સોયુ ચુંબન કરી ને રવિ ને અંદર લાવી… રવિ એ પણ પોતાની જાત ને સંભાળતા થૅન્ક્સ જાન !! કહી ને અંદર આવ્યો…..

પોતે બીમાર હોવા છતાંય શ્રુતિ નો એવો રવિ પ્રત્યે નો નિઃસ્વાર્થ પ્રેમ જોઈ ને રવિ ને ખુશી સાથે દિલ માં દુઃખ નો દરિયો પણ હતો…. શ્રુતિ અને રવિ ડિનર માટે ટેબલ પર બેઠા…. ગણી એવી પ્રેમ ની વાતો પણ કરી… પણ હવે રવિ ની સહનશીલતા જાણે ખૂટતી જતી હોય એમ શ્રુતિ ને હગ કરી લીધું અને દ્રુસકે દ્રુસકે રડી પડ્યો…. જાન હું તારા વગર નઈ રહી શકું !!!રવિ ના એ પ્રકાર ના રિએક્ટ થી શ્રુતિ પણ હવે ઘભરાઈ અને રવિ ને પાણી આપી શાંત કર્યો… અને પોતાની બાહપોશ માં લીધો…

image source

રવિ ને શાંત પાડી શ્રુતિ એ રડવાનું કારણ પૂછ્યું… રવિ હજુ પણ રડી રહ્યો હતો … અને રડમસ અવાજે શ્રુતિ તું બ્રેસ્ટ કેન્સર ના 3rd, સ્ટેજ માં છે તેવું જણાવ્યુ.. અને ફોન માં આવેલા રિપોર્ટ પણ બતાવ્યા…. શ્રુતિ જાણે કઈ બન્યું જ ના હોય એમ હસવા લાગી…!!રવિ પણ શ્રુતિ નું એવું રિએકશન જોઈ ને આશ્ચ્રર્ય ચકિત હતો…. તેને શ્રુતિ નું આવું સાહસ ભર્યું વર્તન નું કારણ પૂછ્યું તયારે શ્રુતિ એ ખૂબ જ સહજ તાથી રવિ ને કંઈક આ પ્રમાણે કહ્યું…

“”રવિ તું રડ નહિ, ભગવાન પણ આપડા બન્ને ને એકબીજા પ્રત્યે કેટલો અનહદ પ્રેમ છે તે જોવા માંગે છે.. પરીક્ષા લેવા માંગે છે, આપડે પણ એમને હરાવી દઇશુ…. એમને આપડી સમક્ષ નમવું જ પડશે…. મને તારા થી દૂર ના જ કરી શકે…. આવા વાક્યો બોલતા બોલતા શ્રુતિ રવિ ને હગ કરી ને રડવા માંડી… અને આજ દિવસે આવા સમાચાર મળતા સતત તેને કોસી રહી હતી…

રવિ એ શ્રુતિ ને શાંત કરી અને કહ્યું :-શ્રુતિ હું હંમેશા તારી સાથે હતો, છું અને રહીશ… તું ચિંતા ના કર આપડે કાલે જ સિટી ના બેસ્ટ કેન્સર હોસ્પિટલ ના ડોક્ટર ને બતાવીશુ.. અને તારી ટ્રીટમેન્ટ ચાલુ કરીશુ… શ્રુતિ એ પણ હા બોલી માંથું ધુણાવ્યુ… સજાવેલા હોલ માં બન્ને જણ ની ખુશીઓ ગમ માં ફેરવાય ગઈ….

image source

બન્ને જણ સવારે વેહલા ઉઠી ને ડોક્ટર ને મળવા નીકળી પડ્યા… અને અપોઇમેન્ટ લીધી… બન્ને ને ડોક્ટર એ ચેર માં બેસાડ્યા… અને કંઈક આ પ્રમાણે કીધું “જોવો મિસ્ટર અને મિસિસ.. મેં શ્રુતિ ના રિપોર્ટ જોયા… તેમને પેઈન લેસ, હોર્મોનલ બ્રેસ્ટ કેન્સર છે.. એ પણ 3rd સ્ટેજ નું… મટવું તો ના મુમકીન જ છે.. છતાંય આપડે શ્રુતિ ની કીમો થેરાપી ચાલુ કરીશુ… અને સર્જરી કરીશુ 100 માંથી 2 જ પેસન્ટ નું સક્સેસ જાય છે….

ડોક્ટર ની એવી વાત થી વાકેફ બન્ને જણા એ ખૂબ સાહસ પૂર્વક, હાથ માં હાથ મિલાવી ને આગળ વધવાનો નિર્ણય કર્યો… શ્રુતિ ની કીમો થેરાપી ની સારવાર ચાલુ થઈ ગઈ હતી… દર ત્રણ દિવસે સારવાર લેવા આવતા… રવિ શ્રુતિ નું નાના બાળક ની જેમ કેર કરતો… કીમો થેરાપી ને લીધે શ્રુતિ ને વોમિટ, વિક નેસ, હેર લોસ જવી સાઈડ ઈફેક્ટ ચાલુ થઈ ચુકી હતી… છતાંય રવિ શ્રુતિ ની દિલ થી સેવા કરતો.. અને અનહદ પ્રેમ વરસાવતો…

રવિ એ શ્રુતિ નો રૂમ એકદમ ક્લીન રાખતો.. તેની ટી, હેલ્થી નાસ્તો , લંચ, ડિનર, જ્યુસીસ વગેરે નું ખૂબ નાજુકતા થી ધ્યાન રાખતો.. વિકનેસ ને લીધે શ્રુતિ ને ચાલતું નહીં અટલે રવિ નાના બાળક ની જેમ હાથ માં ઉંચકીને ગાર્ડન માં ફરવા લઇ જતો… અને કયારે પણ શ્રુતિ ને રડવા દેતો નહીં… કોઇ ને કોઇ જોક્સ કહી ને શ્રુતિ નો મૂડ ચેન્જ કરતો…. પોતે પણ શ્રુતિ ની એવી હાલત જોઈ ને છુપાવી ને રડી લેતો.. કયારેય શ્રુતિ ને દુઃખી ન કરતો…. જોનાર હર એક વ્યક્તિ ને રવિ નો એ બેહદ પ્રેમ દેખાય આવતો… હોસ્પિટલ માં પણ બધા જ સ્ટાફ રવિ નો ગાંડો પ્રેમ જોઈને ઇમોશનલ થઈ જતા…

રવિ એ શ્રુતિ ની દુર દૂર સુધી સારવાર કરાવી, આયુર્વેદિક દવા પણ કરાવી પણ કોઇ જ ફાયદો થયો નહીં… રવિ :-(હાથ જોડી ને ભગવાન સામે ) હે ભગવાન આજે મારા શ્રુતિ નું ઓપરેશન છે, શ્રુતિ ને કંઈજ ના થવું જોઈએ… મારા પ્રેમ ની જીત અને મોત ને હાર આપજો…. તમારે અમારા પ્રેમ ને જીતાડવો જ પડશે…. પરીક્ષા માં પાસ કરવા જ પડશે… શ્રુતિ નું ઓપરેશન ચાલુ થઈ ચૂક્યું છે.. તમે આઈ સી યુ ની બહાર બેસો !! એક સ્ટાફે રવિ ને કહ્યું…

રવિ પણ હાથ જોડી ને બહાર ઓપરેશન પૂરું થવાની રાહ જોઈ બેઠો… કયારે ઓપરેશન પતે ને શ્રુતિ ને મળે…. બે કલાક બાદ ઓપરેશન થિયેટર માં થી ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું “આઈ એમ સોરી મિસ્ટર રવિ, શી ઇસ એક્સ પાયાર્ડ !!!! ઇન્ફેકશન વધારે સ્પ્રેડ થયું હોવાથી ન્યુરો સિસ્ટમ ડેમેજ થઈ ચુકી હતી…. આ વાત સાભળી રવિ હોસ્પિટલ મા શ્રુતિ ના નામનું કલ્પાંત રુદન કરવા લાગ્યો……. જે અસહ્ય હતું… રવિ એ શ્રુતિ માટે લખેલ પ્રેમ ની કવિતા મૉટે મૉટે થી હૈયા ફાટ રુદન કરવા લાગ્યો જે કવિતા કંઈક આ પ્રમાણે હતી

  • જીવવાનું કારણ તું.,
  • હોઠો નું હાસ્ય તું.,
  • મારા શ્વાસ તું,
  • મારી આત્મા તું.,
  • મારું સર્વસ્વ તું,
  • મારી પહેચાન તું,
  • મારી અને ફક્ત મારી તું

“”લવ યુ શ્રુતિ ”

image source

એટલા માંજ…. રવિ.. ઓ રવિ… 10 વાગી ચુક્યા છે,, ઓફિસ માંથી 2 વાર કોલ આવી ગયો છે,,, એવો શ્રુતિ નો અવાજ સાંભળીને રવિ સફાળો બેઠો થયો… અને જોયું શ્રુતિ હાથ માં ચા લઇ ને તેની સામે ઉભી હતી…. બે મિનિટ સુધી રવિ ને કંઈ જ સમજાતું ન હતું….. પોતાની સાથે બનેલી ઘટના સપનું હતું તેનું ભાન થયું.. તેને પેહલે થી આખું સપનું યાદ કર્યું…. અને વિચાર્યું…. કે આ એનું સપનું હતું… શ્રુતિ ને હોસ્પિટલ થી ઘરે લઇ આવ્યા છે.. અને પોતે હજી રાતે સુઈ જે હમણાં જ ઉઠે છે, રિપોર્ટ પણ હજી આજે આવાના છે…. રવિ એ ફટાફટ મોબાઈલ ચેક કર્યો.. અને જોયું.. કે શ્રુતિ ના કેન્સર ના બધા રિપોર્ટ નોર્મલ હતા….. બ્રેસ્ટ ની ગાંઠ પણ નોર્મલ હતી…

શ્રુતિ ને આમ પોતાની સામે જોતા ખુશી થી ગાંડા બની ચૂકેલા રવિ એ શ્રુતિ ને હાથ માં લઈને ગોળ ગોળ ઘૂમવા લાગ્યો….અને હેત ભર્યા ચુંબન નો વરસાદ વરસાવી દીધો… રવિ એ જાણી ચુક્યો હતો એ શાક્ષાત ભગવાન એ જ એ હકીકત ને સપના માં ફેરવી ને શ્રુતિ ને નવું જીવન દાન આપ્યું છે… આખરે મારા અને શ્રુતિ ના શબ્દો સાચા થયાં !!અમારા પ્રેમ ની જીત થઈ…. બોલતા ભગવાન નો ખૂબ ખૂબ આભાર માન્યો……. ખુદ ભગવાન પણ રવિ ના પ્રેમ ને જાણી ગયા અને મોત ને હાર આપી….. રવિ ના આવા સાચા, નિસ્વાર્થ, અને બેહદ પ્રેમ ને જોઈ ને ખુદ ભગવાન પણ નમી ગયા.. અને શ્રુતિ ને યમરાજ પાસે થી પાછો લઇ આવ્યો.. શ્રુતિ અને રવિ ને એક દીકરો પણ છે… ખૂબ ખુશી થી ત્રણેય જીવન જીવે છે…. અસ્તુ !!!

મારી આ વાર્તા જો ખરેખર ગમી હોય તો અભિપ્રાય ચોક્કસ પણે આપજો.. આભાર… 🙏

લેખક : જીનલ ટેલર “વિહા”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત