અહીં પાણી પર ફરતા ક્રૂઝમાં મળે છે એક્સક્લુઝિવ સુવિધાઓ, ખર્ચ જાણીને તમારી આંખો થઈ જશે પહોળી

તાજેતરમાં જ ” વર્લ્ડ ક્રુઝ ” ની ટિકિટનું વેંચાણ શરૂ કરવામાં આવ્યું હતું અને આશ્ચર્યજનક રીતે માત્ર 3 કલાકમાં જ ક્રુઝની બધી 700 ટિકિટ વેંચાય ગઈ હતી. આ ઉત્સુકતા જોઈને એ અંદાજ લગાવી શકાય કે કોરોના મહામારી હોવા છતાં લોકોમાં હજુ પણ ક્રુઝમાં યાત્રા કરવાનો જબરો શોખ છે.

ટિકિટની કિંમત 1.49 કરોડ રૂપિયા સુધીની

image source

ડેલી મેલના અહેવાલ મુજબ આ લકઝરી ક્રુઝની ભવ્ય યાત્રા માટે ટિકિટની કિંમત 73,499 ડોલર એટલે કે અંદાજે 54.96 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને એક માસ્ટર સુત માટે પ્રતિ વ્યક્તિ 1,99,999 ડોલર એટલે કે અંદાજે 1.49 કરોડ રૂપિયા ચૂકવવા પડે છે. જો કે આટલી ઊંચી કિંમત હોવા છતાં લોકોએ આ ક્રુઝની ટિકિટ ખરીદવામાં ભારે ઉત્સાહ દાખવ્યો હતો અને ઉપર વાત કરી તેમ માત્ર 3 કલાકમાં જ બધી 700 ટિકિટ બુક થઈ ગઈ હતી.

5 દેશોમાં 31 પોર્ટ પર રોકાશે ક્રુઝ

image source

વર્લ્ડ ક્રુઝ ની યાત્રાની શરૂઆત જાન્યુઆરી 2024 માં મિયામી ખાતેથી શરૂ થશે. અને 34,500 સમુદ્રી માઈલ ની યાત્રા દરમિયાન ક્રુઝ કુલ 5 અલગ અલગ મહાદ્વિપોમાં સ્થિત 31 દેશોના 66 પોર્ટ પર રોકાશે.

યાત્રીઓને મળશે 4 મહિના સુધી લકઝરી સુવિધાઓ

વર્લ્ડ ક્રુઝ તેની 34,500 સમુદ્રી માઈલની યાત્રા ચાર મહિનાથી વધુ સમયમાં પુરી કરશે. આ દરમિયાન ક્રુઝમાં સવાર યાત્રીઓ ક્રુઝની લકઝરી સુવિધાઓનો લાભ ઉઠાવશે.

image source

ક્રુઝમાં ઉપલબ્ધ છે આવી લકઝરી સુવિધાઓ

વર્લ્ડ ક્રુઝમાં જોગિંગ ટ્રેક, પેડલ ટેનિસ કોર્ટ બનેલું છે. એ સિવાય તેમાં ફ્રી બ્યુટીક અને થિયેટરની સુવિધા પણ આપવામાં આવી છે. પ્રત્યેક સુઇટમાં બાલ્કની છે, બે બાથરૂમ છે, અને બે પ્રાઇવેટ બાલ્કની પણ છે. લકઝરી લાઈનરમાં એક શાનદાર રુફટોપ પુલ અને વિશાળ પુલ ડેક પણ છે.

ક્રુઝમાં યાત્રા કરવા લોકોમાં જબરદસ્ત ક્રેઝ

image source

રિઝન્ટ સેવન સિઝના અધ્યક્ષ અને સીઈઓ જેસન મોટેંગએ જણાવ્યું હતુ કે, લોકોનાં ક્રુઝમાં યાત્રા કરવાનો આ ઉત્સાહ અમારી આશા કરતા વધુ છે અને તેના કારણે અમારું મનોબળ વધ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, પહેલાની સરખામણીએ આ વખતે આ લકઝરી ક્રુઝમાં લોકોએ વધુ રસ દાખવ્યો છે. અમે જાણ્યું કે આ વખતે જુનાં યાત્રીઓ કરતા નવા યાત્રીઓએ ટિકિટ બુક કરાવી છે અને પ્રથમ વખત યાત્રીઓની આટલી વૃદ્ધિ જોઈ છે.

કોરોનાથી પ્રભાવિત થઈ ક્રુઝ ઇન્ડસ્ટ્રી

image source

કોરોના વાયરસ મહામારીના કારણે ક્રુઝ ઇન્ડસ્ટ્રી પણ ઘણી પ્રભાવિત થઈ છે. કારણ કે મોટાભાગના દેશોએ સંક્રમણ રોકવા માટે પોતાની સરહદો સિલ કરી દીધી હતી અને હજારો.ક્રુઝ સમુદ્રમાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન અનેક ક્રુઝ લાઈનર વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા અને અમુકના મૃત્યુ પણ થયા હતા. જો કે હવે વિશ્વભરના દેશોમાં વેકસીનેશનની પ્રક્રિયા ઝડપી બનતા ક્રુઝ ફરીથી સમુદ્ર તરફ આગળ વધી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!