જો અમદાવાદમાં કરફ્યુમાં બહાર નિકળ્યા અને પકડાયા તો પછી સમજી લેજો કે બગડી ગઇ કારકીર્દી કારણકે

ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવારોમાં લોકોની ભાડે ભીડના કારણે કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી ગયું છે અને એના નિયંત્રણના પગલે સરકારે કરફ્યુંની જાહેરાત કરી દીધી છે. અને અમદાવાદમાં શુક્રવારે રાતથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુનો કડકપણે અમલ શરુ કરી દેવામાં આવ્યો છે.

image source

આ વિશે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને લોકોને ઘર બહાર કે જાહેર જગ્યાએ ફરવા પર પ્રતિબંધ લાદયો છે. જો કે પ્રિન્ટ-ઇલેકટ્રોનીક મિડિયા અને દૂધ, દવા સહિત આવશ્યક ચીજવસ્તુઓને છૂટછાટ આપવામાં આવી છે.

દિવાળીની ખરીદી પડી લોકોને મોંઘી, થયો કોરોના વિસ્ફોટ.

image source

કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા અનલોક-5માં જે વધારે પડતી છૂટછાટ આપવામાં આવી એનો લાભ લઈને લોકોએ દિવાળીના તહેવારોમા સાવ બિન્દાસ બનીને અને કોઈ પણ જાતની સાવચેતી રાખ્યા વગર બજારમાં ઢગલાબંધ ખરીદી કરી હતી. બજારોમાં બેફામ ઉમટેલી ભીડ અને સોશિયલ ડિસ્ટનસિંગના અભાવે કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે અમદાવાદમાં તો જાણે રાફડો ફાટ્યો હોય એવું લાગી રહ્યું છે. જેના કારણે સાવચેતીના પગલાં રૂપે સરકારે અમદાવાદ શહેરમાં કરફ્યુંની જા હેરાત કરી હતી.

image source

શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડયું હતું, જેમાં અમદાવાદ શહેરમાં તેમજ કલેકટર તંત્ર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સમાવિષ્ટ અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં પણ આજે તા. 23ને સોમાવારે સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુંનો કડકપણે અમલ કરવામાં આવશે. જેમા લોકોને ઘરની બહાર નીકળવું નહી તેમજ કોઇપણ માર્ગે જાહેર રસ્તાઓ કે શેરીમા પણ ભેગા થવું નહી કે પછી પગપાળા કે કોઈ વાહન દ્વારા ક્યાંય જવા દેવામાં આવશે નહિ.

આ સેવાઓને આપવામાં આવશે મુક્તિ

image source

જો કે પ્રિન્ટ- ઇલેકટ્રોનીક મિડિયાના કર્મચારીઓ તથા દૂધ , દવા પેટ્રોલિયમ, ચીજો સહિતની આવશ્યક સેવાઓને આ હુકમમાં મુક્તિ
આપવામાં આવી છે આ ઉપરાંત અતિંમ સંસ્કાર માટે ૨૦ જેટલી વ્યક્તિઓને ભેગા ભેગા થવાની પરવાનગી આપવામાં આવી છે  જો કોઈ લગ્ન પ્રસંગ હોય તો સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજૂરી ચોક્કસપણે લેવી પડશે તથા રેલવે તથા હવાઇ માર્ગે મુસાફરી કરાનારાઓને લેવા તથા મુકવા જતી વ્યક્તિઓને માન્ય ટિકીટ રજૂ કરવાથી ટેક્સી અને કેબની સેવા મેળવી શકશે.

image source

જાહેરનામાનો ભંગ કરનારા સામે કલમ ૧૮૮ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોધવામાં આવશે. હવે એ જોવાનું રહ્યું કે કોરોનાનો નિયંત્રણમાં લાવવા માટે સરકારે કરેલો આ નિર્ણય ખરેખર કોરોનાનો નિયંત્રણમાં લાવવા માટે અસરકારક નીવડશે કે નહીં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત