નારી તું નારાયણી, 7 વર્ષથી અ’વાદના બિનલબહેન જાતે રસોઇ બનાવીને 150થી વધુ ગરીબ બાળકોના પેટ ઠારે છે

આજે વાત કરવી છે એક એવા બહેનની કે જે ભૂખ્યા લોકોનું પેટ ઠારી રહ્યા છે અને પોતે જાતે ખાવાનું બનાવીને જાય અને બાળકોને આપે છે. જો કે લૉકડાઉનમાં સ્લમ વિસ્તારમાં જઇને ભૂખ્યાને ભોજન પીરસવાનું કામ અનેક સંસ્થાઓએ અને લોકો એ પોતાની ફરજ સમજીને કર્યું. આમાં અમુક લોકો એવા પણ છે જેઓ બાળકોની ભૂખને સંતોષવાનું કામ વર્ષોથી કરી રહ્યા છે. આજે જે બહેન વિશે વાત કરવી છે એ બહેનનું નામ છે બિનલબહેન ચેટરજી. જો બિનલબહેન વિશે વાત કરીએ તો સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં બિનલબહેન મૂળ ગુજરાતી છે પરંતુ તેમની પતિ બંગાળી છે. 38 વર્ષના બિનલબહેન છેલ્લાં સાત વર્ષથી દર પૂનમ અને અમાસના દિવસે ગરીબ બાળકો માટે જાતે જમવાનું બનાવી, તેમને આપવા જાય છે.

image source

આ કામ વિશે અને તેના વ્યાપ વિશે વાત કરતાં બિનલબહેન કહે છે કે-125થી 150 બાળકો જમે એટલું પૂરી-શાક, રોટલી-શાક, મગ-ભાત, રસ-રોટલી, રોટલી-ખીર જેવું સાત્વિક જમવાનું કોઇની પણ મદદ વગર જાતે બનાવી રિક્ષા લઇને જઉં છું. સૌથી પહેલાં થલતેજ પછી વસ્ત્રાપુર, નવરંગપુરા, સી.જી. રોડ, વિજય ચાર રસ્તા એમ ફરતી ફરતી ગરીબ બાળકોને જમાડું છું. અન્નનો બગાડ ન થાય એટલે પહેલાં થોડું આપું છું, પછી જોઇએ તો બીજી વખત આપું છું. જ્યાં સુધી તેઓ જમી ન લે ત્યાં સુધી ત્યાંજ ઊભી રહું છું.

image source

કેટલા વર્ષથી તેઓ આ કામ કરે છે એના વિશે પણ બિનલબહેન વાત કરે છે કે સાત વર્ષથી જમાડતી હોવાથી આ ગરીબ બાળકો સાથે આત્મીયતા બંધાઇ ગઇ છે. તેઓ હવે સામેથી એમને જે જમવું હોય, લાવવું હોય એની ફરમાઇશ કરે છે. આટલા બધાં બાળકોની રોટલી કે પૂરી બનાવતા વાર લાગે એટલે વહેલાં 3 વાગે ઊઠી જાઉં છું. સાત વાગે રસોઇ તૈયાર કરીને જમાડવા પહોંચી જાઉં છું. સવારે એ લોકો મારા આવવાની રાહ જોઇને બેઠાં હોય છે. રાત્રે જમ્યાં ન જમ્યાં જેવું હોય છે એટલે એમને સવારે કડકડતી ભૂખ લાગી હોય છે. બાળકોને જમતાં જોઇને મને આનંદ થાય છે.

image source

ઉલ્લેખનીય છે કે બિનલબહેન પોતે હાઉસ વાઇફ છે. તેમના આ કામમાં હસબન્ડ આથક સપોર્ટ કરે છે. નાનપણમાં તકલીફ વેઠીને મોટા થયા હોઇએ એટલે પૈસા અને અન્ન બંનેનું મહત્વ સમજાય એ સ્વાભાવિક છે. બિનલબહેનની સ્થિતિ પણ કંઇક આવી જ હતી. પાંચ બહેનોમાં સૌથી નાના બિનલબહેન માતાપિતા સાથે શાહપુરમાં રહેતા હતા. તેઓ 10 વર્ષના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી હતી. સંઘર્ષ વિશે મળતી વિગત પ્રમાણે જ્યારે પિતાની છત્રછાયા ગુમાવી તો આવી સ્થિતિમાં પાપડ, ખાખરા, સિવણ, ટયુશન વગેરે જેવું કામ કરીને ઘરનું ગુજરાત ચલાવતા. બહુ સંઘર્ષ કરીને મોટા થયા.

image source

આ બધા વચ્ચે સૌથી સારી વાત જણાવતા બિનલ બહેન કહે છે કે, મારું જોઇને મારી સોસાયટીની બહેનો ઘણી ?વખત ગરીબ બાળકો માટે રોટલી, ફ્ટ વગેરે જેવી વસ્તુઓ લઇને સાથે આવે છે. દરેક બહેન રસોઇ બનાવતી વખતે થોડું વધારે બનાવી બે ગરીબોને પણ જમાડે તો કોઇ ગરીબને ભૂખ્યા સૂવાનો વારો ન આવે. આગળ વાત કરતાં બિનલબહેન કહે છે કે- જ્યારે હું 16 વર્ષની હતી ત્યારથી મને ગરીબોને કંઇક આપવાનો બહુ શોખ હતો. એ વખતે હું કમાતી એટલે એમાંથી બિસ્કિટના પેકેટ ગરીબ બાળકોને આપતી. લગ્ન પછી પણ આ ક્રમ જળવાઇ રહ્યો હતો. બે દીકરીની માતા બની અને દીકરીઓ થોડી મોટી થઇ એટલે ગરીબ બાળકોને જમાડવાનું શરૃ કર્યું. લૉકડાઉનમાં પોલીસનો સપોર્ટ સારો હતો, તેઓ ગરીબોને જમવાનું આપવા જતાં રોકતાં નહોતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત