વૃદ્ધાનુ મોત થતા હિન્દુ સંબંધીઓએ આપ્યો અગ્નિદાહ, જ્યારે ‘હર હર મહાદેવ’ બોલીને મુસ્લિમ વ્યક્તિઓએ કરી અંતિમવિધિ

માણસાઈ ફરી જોવા મળી.

image source

અમદાવાદ શહેરના દૂધેશ્વર વિસ્તારના સ્મશાનમાં એકલા જીવન વિતાવી રહેલ એક વૃધ્ધાના મૃત્યુ થઈ ગયા પછી અગ્નિદાહ આપવામાં આવ્યો તે સમયે અત્યંત સંવેદનશીલ માનવામાં આવતા વિસ્તારમાં ધાર્મિક એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ વૃદ્ધાને અગ્નિદાહ આપતા સમયે હિંદુ સંબંધીઓએ અગ્નિદાહ આપ્યો જયારે મુસ્લિમ વ્યક્તિઓએ ‘હર હર મહાદેવ’ના નારા લગાવ્યા.

અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમ પરિવારોના ઘર એકસાથે જ આવેલા છે. ખાનપુર વિસ્તાર ક્યારેક ને ક્યારેક કોમી હિંસાના બાબતમાં ચર્ચાઓમાં રહ્યા કરે છે.આજે જયારે દેશમાં કોરોના વાયરસ સંક્રમણને ફેલાવાને અટકાવવા માટે લોકડાઉન જાહેર કરાયું ત્યારે ખાનપુર વિસ્તાર કે જે કોમીહિંસાના બનાવોને લીધે ચર્ચામાં રહે છે ત્યાં આ લોકડાઉન દરમિયાન હિંદુ-મુસ્લિમ પ્રજા વચ્ચે ભાઈચારા અને એકતા જોવા મળી રહી છે.

image source

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલ ઉષાકિરણ ફ્લેટમાં ૭૫ વર્ષીય મંદાકિનીબેન ત્રિપાઠી એકલા પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. જયારે મંદાકિનીબેન ત્રિપાઠીના બાળકો વિદેશમાં અમેરિકા અને ઓસ્ટ્રેલીયામાં સ્થાયી થયા છે. મંદાકિનીબેન પોતાના ફ્લેટમાં એકલા રહેતા હોવાથી એકાએક મંદાકિનીબેનનો પગ લપસી જાય છે અને તેમના માથાના ભાગમાં વાગી જાય છે. મંદાકિનીબેન લપસી જાય અને માથાના ભાગમાં વાગવાથી મંદાકિનીબેનનું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે.

મંદાકિનીબેનને ત્યાં દૂધ આપવા માટે આવતા એક મુસ્લિમ ભાઈને આ વાતની જાણ થતા તેઓ મંદાકિનીબેનની દીકરી કે જે અમેરિકામાં રહે તેને વિડીયો કોલ કરીને બધી જાણકારી આપે દે છે. દુનિયામાં કોરોના વાયરસના બધું જ બંધ હોવાથી દીકરીનું આવવું શક્ય હતું નહી એટલા માટે મંદાકિનીબેનની દીકરીએ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા પોતાના કાકાને ફોન કરીને જાણકારી આપે છે.

image source

મંદાકિનીબેનની દીકરીનો ફોન ૬૪ વર્ષીય રજનીકાંત ભાઈને જાણ થતા જ તેઓ સ્કુટર લઈને ખાનપુર મંદાકિનીબેનના ઘરે પહોચે છે. પણ અંતિમક્રિયા માટે અન્ય કોઈ વ્યક્તિ હાજર હતા નહી. રજનીકાંત ભાઈની મૂંઝવણ પારખીને દૂધ આપવા આવતા કાસીમભાઈએ પોતાના મહોલ્લામાં રહેતા ડોક્ટર સહિત અન્ય કેટલીક વ્યક્તિઓને ડૉ. હકીમ યાસીર, આરીફ શેખ, સૈજાદ જરીવાલા અને ફૈઝલભાઈ મન્સૂરી બોલાવી લાવે છે.

ડૉ.હકીમ આવે છે ત્યારે કહે છે કે, અમને ખબર પડી છે કે, અહિયાં એક વૃદ્ધ બેનનું મૃત્યુ થયું છે અને તેઓની અંતિમક્રિયા કરવામાં મુશ્કેલી આવી રહી છે. એટલે અમે લોકોએ તરત જ શબવાહિની અને ડોક્ટરને બોલાવી લીધા છે.

image source

ડૉ. હકીમ પોતાની વાતમાં વધુ જણાવતા કહે છે કે, વૃદ્ધ બેન હિંદુ હોવાથી અમે લોકોએ રજનીકાંતભાઈના સૂચનો લીધા હતા કેમ કે, અમને હિંદુ અંતિમક્રિયા વિધિ વિષે કોઈ જાણકારી નથી. ડૉ.હકીમ આગળ જણાવતા કહે છે કે અમે થોડીકવારમાં મોઢેરા પહોચી ગયા હતા અને રજનીકાંતભાઈની સલાહ મુજબ અમે બધા મંદાકિનીબેનના પાર્થિવદેહને અંતિમક્રિયા માટે લઈ ગયા.

રજનીકાંતભાઈ આ વિષે જણાવતા કહે છે કે, હું વેજલપુરથી ખાનપુર આવ્યો ત્યારે મારી મદદ કરવા માટે અહિયાં કોઈ વ્યક્તિ હતી નહી અને આ ચાર મુસ્લિમ ભાઈઓને હું જાણતો હતો નહી. આગળ જણાવતા રજનીકાંતભાઈ કહે છે કે, ‘મારી ભત્રીજી અમેરિકા રહે છે ઉપરાંત અન્ય સંબંધીઓ પર ઓસ્ટ્રેલીયામાં સ્થાયી થયા છે. તેઓની અંતિમ દર્શન કરવાની ઈચ્છા હતી. મારી ઉમર ૬૪ વર્ષની છે પણ મને ફોનમાં ટેકનોલોજીનું જ્ઞાન છે નહી.’

image source

ત્યારે ત્યાં હાજર આરીફ શેખએ પોતાના મોબાઈલ ફોન માંથી ભત્રીજી અને અન્ય સંબંધીઓને વિડીયો કોલ કરીને મંદાકિનીબેનના અંતિમ દર્શન કરવામાં મદદ કરે છે. ‘જો આ મુસ્લિમ ભાઈઓ સમયસર મદદ માટે આગળ ના આવ્યા હોત તો હું મારા બેનના પાર્થિવદેહને ફ્લેટના ચોથા માળેથી નીચે કેવી રીતે લાવી લાવવામાં આવતાં? તેઓની મદદથી મંદાકિનીબેનના અંતિમ સંસ્કાર કરી શક્યા છીએ.’ રજનીકાંતભાઈ આગળ જણાવતા કહે છે કે, અગ્નિદાહ વખતે અમે બધાએ ‘હર હર મહાદેવ’ના નારા લગાવ્યા ત્યારે આ મુસ્લિમ ભાઈઓએ પણ અમારી સાથે જ ‘હર હર મહાદેવ’ના નારામાં પોતાના સુર પુરાવ્યા હતા.

રજનીકાંતભાઈ કહે છે કે, આ લોકડાઉનના સમયમાં આ મુસ્લિમ ભાઈઓ મારી મદદે ના આવ્યા હોત તો મંદાકિનીબેનની અંતિમ વિધિને પૂર્ણ કરવામાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે. આ મુસ્લિમ ભાઈઓનો ઉપકાર હું ક્યારેય નહી ભૂલી શકું.

image source

મંદાકિનીબેનના અંતિમ વિધિમાં સામેલ થયેલ ફૈઝલભાઈ મન્સૂરી પોતાની વાત જણાવતા કહે છે કે, હું જયારે દુકાને અંતિમ વિધિ માટે જરૂરી સામગ્રી લેવા માટે ગયો ત્યારે દુકાનદારે મારો પઠાણી પહેરવેશ અને માથે ટોપી અને દાઢીવાળો મારો દેખાવ જોઇને પૂછ્યું કે, આ વ્યક્તિ લોકડાઉન હોવા છતાં હિંદુ અંતિમ વિધિની સામગ્રી શા માટે લેવા આવ્યા છે.?

ત્યારે મેં તેમની આખી વાત જણાવતા કહ્યું કે, આ રીતે એક હિંદુ વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હોવાથી અને અમે મુસ્લિમ લોકો તે બેનની અંતિમ વિધિ કરવામાં મદદ કરી રહ્યા હોવાથી હું સામગ્રી લેવા આવ્યો છું. આ વાત જાણીને દુકાનદારે મને ગુલાબના ફૂલની વ્યવસ્થા કરી દીધી અને ફૂલના પૈસા પણ લીધા નહી. તેમજ અંતિમ વિધિ માટે જે સામાન આપ્યો હતો તેની પણ નજીવી કીમત લીધી ઉપરાંત એક ચુંદડી આપતા કહ્યું કે, આ ચુંદડી મારા તરફથી ચડાવજો.

image source

ફૈઝલભાઈ વધુ જણાવતા કહે છે કે, એક ઇન્સાન જ બીજા ઇન્સાનને કામમાં આવવો જોઈએ એટલે એક શેર પણ કહે છે કે,

“મહોબત ઇતની બરકરાર રખો, કી મજહબ બીચ મેં ના આયે,

તુમ ઉસે મંદિર તક છોડ દો, વહ તુમ્હે મસ્જીદ તક છોડ આયે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત