અમદાવાદ ST ડેપો પર કોરોના ટેસ્ટને લઈ ચોંકાવનારો ખુલાસો, જો તમારો વારો 76મો હોય તો સમજી લો….

જો ગુજરાતના છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કોવિડ-૧૯ના વધુ ૧,૫૧૦ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી અમદાવાદમાં એક સાથે ૧૩, રાજકોટ- સુરતમાં બે-બે અને વડોદરામા એક એમ કુલ મળી ૧૮ના મોત થયા હતા. કોવિડ-૧૯ વાઈરસના હાહાકાર વચ્ચે રાજ્યમાં રિકવરી રેટ વધીને ૯૧.૨૮ ટકાએ પહોંચ્યો છે.

image source

નવેમ્બરના છેલ્લા સપ્તાહે ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૦.૧૦ ટકા જેટલો હતો. જો કે એક તરફ ગુજરાત સરકાર કોરોના ટેસ્ટ વધારી રહી હોવાના દાવા કરે છે. પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. અમદાવાદના એસટી બૂથ પર એક રિયાલિટી ચેકમાં ચોંકાવનારી બાબત સામે આવી છે અને બધા જ ચોંકી ગયા છે.

image source

તો આવો જાણીએ કે શું છે આ ખાસ રિપોર્ટમાં. એસટી ડેપો એટલે એક એવી જગ્યા કે જ્યાં રોજના હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર થતી હોય છે. તેથી અહી કોરોના ટેસ્ટીંગ પર વધુ ભાર અપાવવું જોઈએ. તેના બદલે અહી કોરોના ટેસ્ટીંગમા એએમસી તંત્રની નિરસતા જોવા મળી. એસટી ડેપો પર કોરોના ટેસ્ટીંગ માટે એક જ બૂથ ઉભુ કરવામાં આવ્યું છે, જ્યાં દિવસની માત્ર 150 ટેસ્ટની કીટ આપવામાં આવે છે. જ્યાં હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય, ત્યાં 150 કીટથી શું થાય. અમદાવાદના એસટી ડેપો પર કોરોના ટેસ્ટ માટેનું બૂથ ઉભું કરવામાં આવ્યું છે. જેમાં મેડિકલની ટીમ પણ ટેસ્ટ કરવા માટે હાજર છે.

image source

ત્યાંનો માહોલ એવો છે કે ડેપો પર લોકો ટેસ્ટીંગ માટે આવી રહ્યા છે. જો કે આ બૂથ પાસે માત્ર 75 ટેસ્ટ કીટ છે. સવારે 10 થી બપોરના 12 સુધીમાં 75 કીટ પૂરી થઈ જાય છે અને બૂથ બંધ થઈ જાય છે અને બપોરે 2 વાગે બીજી ટીમ આવે છે અને તેમને પણ 75 ટેસ્ટ કીટ આપવામાં આવે છે. જે 5 વાગ્યા સુધી પૂરી થઈ જાય છે. ત્યાર બાદ બુથ બંધ થઈ જાય છે. એક તરફ ત્યાં એવી પરિસ્થિતિ છે કે ડેપો પર સતત બસો આવતી રહે છે. મુસાફરો ઉતરે છે અને બસમાં ચઢે છે. પરંતુ ટેસ્ટીંગ બૂથ તો 150 લોકોના ટેસ્ટ કરવા જ સક્ષમ છે. આટલા ટેસ્ટીંગ થાય ત્યાં સુધી જ બૂથ ચાલુ રહે છે.

image source

તો અહીં જોવાની વાત એ છે કે, સરકાર કહે છે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંકુશમાં છે, ટેસ્ટ થઈ રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર એક ટીમને એક બૂથ માટે 75 ટેસ્ટ કીટ આપવામાં આવે છે. જો તમે 76 માં વ્યક્તિ છો, તો તમારો ટેસ્ટ નથી થઈ શકે. કેમ કે ટેસ્ટીગ કીટ જ નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બે સપ્તાહથી દરરોજ ૧,૫૦૦ આસપાસ નવા કેસોના ઉમેરા વચ્ચે પહેલીવખત શુક્રવારની સાંજે સારવાર હેઠળના કોરોના ચેપગ્રસ્તો પૈકી સૌથી વધુ ૧,૬૨૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યાનું જણાવાયુ હતુ.

image source

આ સાથે અત્યાર સુધીમાં ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ ૨,૧૫,૮૧૭ કેસોમાંથી સાજા થયેલાની સંખ્યા બે લાખને નજીક ૧,૯૭,૦૯૨એ પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૪,૦૪૯એ પહોંચ્યો છે. કોરોનાને કારણે સરકારે અમદાવાદમાં સૌથી વધુ ૨,૧૦૧, સુરતમાં ૭૧૩, વડોદરામાં ૨૨૪, રાજકોટમાં ૧૭૮, ગાંધીનગરમાં ૯૯, ભાવનગરમાં ૬૯, પાટણમાં ૫૦, જામનગરમાં ૩૫, મહેસાણા અને બનાસકાંઠામાં ૩૪- ૩૪ દર્દીઓના મૃત્યુ થયાનું સત્તાવારપણે જાહેર કર્યુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત