Site icon News Gujarat

તાઉ- તે વાવાઝોડાને લઈને સીએમ રૂપાણીએ કહ્યું, ગુજરાતમાં આગળ વધી રહ્યું છે વાવાઝોડું, 3 લોકોના થયા મોત

સીએમ રૂપાણીએ કહ્યું કે તાઉ- તે વાવાઝોડું તેની અસર દેખાડી રહ્યું છે. જેના લીધે ગુજરાતમાં અનેક જગ્યાઓએ વરસાદ પડી રહ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં લગભગ 35 તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આગામી 3 કલાકમાં ઘટી શકે છે વાવાઝોડાની તીવ્રતા

image source

તાઉ-તે વાવાઝોડુ દક્ષિણથી ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. તાઉ- તે વાવાઝોડું અમદાવાદથી 190 કિલોમીટર જેટલું દૂર હોવાનું અનુમાન છે. આ સાથે તેની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાકની છે. તે સુરેન્દ્રનગરથી દક્ષિણ પૂર્વમાં 125 કિમી દૂર હોવાનું અનુમાન છે. અનુમાન છે કે બપોર સુધીમાં વાવાઝોડું અમદાવાદ પહોંચશે અને સાથે પવનની ગતિ ધીમી છે. ખેતરોમાં પણ વાવાઝોડાના કારણે ખતરો વધી રહ્યો છે. અંકલેશ્વર, વાલિયા, નેત્રંગમાં કેળ, પપૈયા, કેરીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

image source

વાવાઝોડાને લઈ AMC તંત્ર સજ્જ થયું છે. અમદાવાદમાં બપોર બાદ વાવાઝોડાની અસર જોવા મળશે એમ જણાવાયું છે. સાબરમતી નદીમાં પાણીનું લેવલ ઓછું કરાયું છે અને સાથે જ વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. અહીં 20 અને 23 નંબરના દરવાજા ખોલી દેવાયા છે. લેવલ 133 માંથી 130 ફૂટ કરવાની સૂચના અપાઈ છે. સીએમ રૂપાણીએ કહ્યું કે વાવાઝોડું નબળું પડી રહ્યું છે. 100 કિમીની ઝડપે આગળ વધતું વાવાઝોડું ગુજરાતને ઘમરોળતું હોવા છતાં જાન માલની હાનિના સમાચાર મળ્યા નથી.

આવતીકાલે અસર થશે ઓછી

image source

મળતી માહિતી અનુસાર કાલે સવારે વાવાઝોડાની અસર ઘટવાની શક્યતા છે. મર્યાદિત સમય સુધી આ અસર જોવા મળી શકે છે. ભાવનગર, બોટાદ અને અમરેલી, ગીર સોમનાથ, રાજકોટમાં પવન ફૂંકાઈ શકે છે. સીએમ રૂપાણીએ કહ્યં કે સૌથી વધુ વરસાદ 9 ઈંચ જેટલો બગસરામાં થયો છે. ગીર અને ઉનામાં 8 ઈંચ વરસાદ, સાવરકુંડલામાં 7 ઈંચ, રાજુલામાં 5 ઈંચ વરસાદ થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version