દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદથી તો ઉપડશે, પણ મુંબઈ પહોંચશે નહીં, જાણો શું છે આખો મામલો

કેન્દ્ર સરકાર હવે કોઈપણ સ્થિતિમાં બુલેટ ટ્રેનને ટ્રેક પર દોડાવવા માંગે છે. બુલેટ ટ્રેનની યોજના અનુસાર ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચેના નિયત કોરિડોર પર ચાલવાની છે પરંતુ જો મુંબઈમાં જમીન સંપાદનને કારણે કોઈ અવરોધ આવશે તો અમદાવાદ – મુંબઈ વચ્ચેની પરતવીક 508 કિલોમીટર કોરિડોર પર આ ટ્રેન ફક્ત ગુજરાતમાં જ શરુ કરાશે.

मुंबई-अहमदाबाद बुलेट ट्रेन
image source

રેલવે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો મહારાષ્ટ્ર સરકાર તેને જમીન સંપાદન કરવામાં મદદ નહિ કરે તો બુલેટ ટ્રેન બે ફેજમાં નહિ ચાલે. પ્રથમ ફેઝમાં અમદાવાદથી વાપી વચ્ચે આ ટ્રેન 325 કિલોમીટરના ટ્રેક પર દોડાવવામાં આવી શકે છે. જો જમીન સંપાદનની મંજૂરી મળશે તો બીજા ફેઝમાં આ ટ્રેન વાપીથી બાંદ્રા સુધી દોડશે.

image source

રેલવે બોર્ડના CIO વિનોદ કુમાર યાદવના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 67 ટકા જમીનનો ભાગ મળ્યો છે. જેમાં ગુજરાત રાજ્યની 956 હેકટર પૈકી 825 હેકટર જમીન સંપાદન થઇ ચુકી છે. ગુજરાતમાં લગભગ 90 ટકા જમીન સંપાદન થઇ જવાને કારણે ટેન્ડર બહાર પાડી પ્રોજેક્ટનું ભુમીને લાગતું કામકાજ પણ શરુ કરી દેવામાં આવ્યું છે.

image source

આમ તો મહારાષ્ટ્ર સરકારે ચાર મહિનાની અવધિ દરમિયાન જમીન સંપાદન કરવાની ખાતરી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જયારે ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે 90 ટકા જમીન સંપાદન થઇ ચુકી છે ત્યારે મહારાષ્ટ્રમાં હજુ 22 ટકા જમીન જ સંપાદન થઇ છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માટે 432 હેકટર જમીન સંપાદન કરવાની હતી જેમાંથી 97 હેકટર જમીન જ સંપાદન થઇ છે. એ ઉપરાંત દાદરા અને નગર હવેલીમાં 8 હેકટર જમીન સંપાદન કરવાની હતી જે પૈકી 7 હેકટર જમીન સંપાદન થઇ ચુકી છે.

image source

એક અંદાજ મુજબ બુલેટ ટ્રેનના આ પ્રોજેક્ટ માટે 1.08 લાખ કરોડ (17 અબજ અમેરિકન ડોલર) ખર્ચ આવનાર છે. આ ખર્ચમાં આયાત શુલ્ક અને નિર્માણ દરમિયાન વ્યાજ પણ શામેલ છે. JICA એ 0.1 વ્યાજના દરે પ્રોજેક્ટની 81 ટકા રકમ એટલે કે 79,087 કરોડ આપવા પર સહમતી દર્શાવી હતી. ભારતીય રેલવેના આ હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાન 9800 કરોડનું રોકાણ કરશે અને બાકી ખર્ચ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની સરકાર કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત