Site icon News Gujarat

ભારે કરી! અમદાવાદના એક યુવકને અઠવાડિયમાં બીજી વખત કોરોના થયો, ડોક્ટરો પણ રહી ગયા ચકિત

કોરોનાને માત આપ્યા પછી ન બનો બેદરકાર, નહિ તો અમદાવાદના આ યુવાનની જેમ અઠવાડિયામાં જ થઈ જશો ફરી કોરોના પોઝિટિવ.

કોરોનાની બીજી લહેરે આખા દેશને ઝપેટમાં લઈ લીધો છે, રોજે રોજ કેટલાય લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે આ બીજી લહેરમાં ઉંમરલાયક લોકોની સાથે સાથે યુવાઓ પણ વધુ સંક્રમિત થયા છે.

image source

અમદાવાદના એક યુવાનને કોરોના થયો હતો જે બાદ એને રિક્વરી પણ આવી ગઈ હતી પણ પછીઅઠવાડિયામાં જ આ યુવાન ફરીથી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઘટનાનો સીધો અર્થ એવો જ થાય કે કોરોનાને એકવાર માત આપીને પણ બેદરકાર થવું ન જોઈએ. નહીં તો ફરી કોરોના સંક્રમણ લાગવાની શક્યતાઓ રહેલી છે. અને એટલે જ ડોક્ટર રિક્વરી પછી પણ પૂરતો આરામ કરવાનું કહે છે અને ડોકટરની મુજબ દવા લેવા કહે છે.

અમદાવાદના સરસપુરમાં રહેતા 24 વર્ષીય પાર્થ મહેતા નામના યુવકે કોરોના સંક્રમિતના સંપર્કમાં આવવાને કારણે 7 એપ્રિલે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

image source

પાર્થને કોરોનાના વધુ લક્ષણો નહોતા જણાતા એટલે તે ઘરે જ આઇસોલેટ થયો હતો. જરૂરી કાળજી લીધા બાદ જ્યારે કોરોનાના કોઈ લક્ષણો ન દેખાયા તો એને 7 દિવસ બાદ ફરી ટેસ્ટ કરાવ્યો હતો જેમાં પાર્થનો રિપોર્ટ નેગેટિવ આવ્યા હતો. અને એ પછી પાર્થે પોતાના રોજિંદા કામકાજ પાછા શરૂ કરી દીધા હતા.

તમને જણાવી દઈએ કે પાર્થે ફરી કામકાજ શરૂ કર્યાના થોડા દિવસમાં જ એને સામાન્ય શરદી અને અન્ય લક્ષણ જણાયા હતા એટલે પોતાના પરિવારની સેફ્ટી માટે પાર્થે ફરીથી રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી પાર્થ ફરીથી હોમ આઇસોલેટ થયો અને સારવાર મેળવીને ફરીથી રિક્વર થયો હતો. એટલે કે એક વાર કોરોના થયા બાદ રિક્વરી તો આવી પરંતુ રિક્વરી આવ્યા બાદ અઠવાડિયામાં ફરીથી પોઝિટિવ આવ્યો હતો..

image source

પાર્થ સાથે કરેલી એક વાતચીતમાં તેને જણાવ્યું હતું કે, તે એકવાર કોરોનાથી રિકવર થયો અને અઠવાડિયા પછી ફરીથી રિપોર્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેને આશ્ચર્ય થયું હતું. પણ રિપોર્ટ આવ્યા પછી તે હોમ આઇસોલેટ થયો હતો અને સારવાર મેળવીને આજે ફરીથી નેગેટિવ આવ્યો છે.

પાર્થે લોકોને પણ અપીલ કરી છે કે, કોરોના થાય પછી રિક્વરી આવે તો પણ થોડા દિવસ આરામ કરવો જોઈએ.

image source

એક અઠવાડિયામાં જ ફરી કોરોના પોઝિટિવ આવેલ પાર્થના કેસ અંગે ડોક્ટર સુકેતુ શાહે જણાવ્યું હતું કે, કોરોના થયા બાદ કેટલાક દર્દીઓને વાયરલ લોડ પણ રહે છે અને લક્ષણો મ હોવાને કારણે રિપોર્ટ ફરીથી નેગેટિવ આવી જાય છે. પણ તેમની ઈમ્યુનિટી ઓછી થઈ જાય છે એટલે આવા સંજોગોમાં આરામ કરવાની જરૂર હોય છે.

આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે એકવાર નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ દર્દી દવા લેવાનું બંધ કરી દેતા હોય છે, ત્યારે શરીરમાં રહેલ વાયરસ અસર કરે છે. જેને કારણે રિપોર્ટ ફરીથી પોઝિટિવ આવી શકે છે માટે પૂરતો આરામ અને દવા ડોકટરની સલાહ મુજબ ચાલુ રાખવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version