Site icon News Gujarat

બીગ બીની લાડકી દીકરીને નથી ગમતી ભાભી ઐશ્વર્યાની આ વાત…

બચ્ચન પરિવાર બોલિવૂડના સૌથી ખ્યાતનામ પરિવારોમાંથી એક છે. આ પરિવારની દરેક વ્યક્તિ એક આગવી ઓળખ ધરાવે છે. બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદા પણ તેમાંથી એક છે. તે અભિનયની દુનિયાથી દૂર છે પરંતુ તે તેના માતા-પિતાની જેમ ચર્ચામાં રહે છે.

image source

શ્વેતા બચ્ચન નંદા તેના ભાઈ અભિષેક બચ્ચન સાથે ખાસ બોન્ડિગ ધરાવે છે. જો કે તેના સંબંધ તેની ભાભી ઐશ્વર્યા સાથે ખટમીઠા છે તેવી ચર્ચા અનેકવાર સામે આવી છે. શ્વેતા બચ્ચન નંદા ઐશ્વર્યા રાય બચ્ચનને લઈને ખુલ્લા વિચાર રાખે છે અને જાહેર મંચ પર તેનો સ્વીકાર પણ કરે છે.

image source

આવી જ એક મુલાકાત દરમિયાન શ્વેતા બચ્ચન નંદાએ તેની ભાભી ઐશ્વર્યા રાય બચ્ચનને લઈને ખુલાસો કર્યો હતો. શ્વેતા બચ્ચન નંદાને ઐશ્વર્યા રાય બચ્ચનને લઈને જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેણે નેશનલ ટેલીવિઝન પર કહ્યું હતું કે ઐશ્વર્યાની એક આદત તેને જરા પણ પસંદ નથી. શ્વેતાએ આ બાબતે બિંદાસ્ત ચર્ચા કરી હતી.

image source

શ્વેતાએ બિંદાસ્ત કહી દીધું હતું કે તેની ભાભીની એક આદતને તે નફરત કરે છે. આ તકે તેની સાથે તેનો ભાઈ અભિષેક પણ હતો. તેણે અભિષેકની સામે જ ઐશ્વર્યા વિશે આ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે, ઐશ્વર્યાને કોઈપણ સમયે કોલ કરો. જો તે એકવાર કોલ રિસીવ નથી કરતી તો ફરીથી કોલબેક પણ કરતી નથી.

image source

જો કે આ વાત કહ્યા પછી શ્વેતાએ પોતાની ભાભીને લઈને કહ્યું હતું કે ઐશ્વર્યા એક સેલ્ફ મેડ વુમન છે. તે સ્ટ્રોંગ છે સ્ત્રી હોવાની સાથે તે સારી માતા અને પત્ની પણ છે. પરંતુ મિસ કોલ જોયા બાદ કોલ બેક ન કરવાની આદતથી તે નફરત કરે છે. શ્વેતા બચ્ચન નંદાએ એમ પણ કહ્યું હતું કે ઐશ્વર્યાનું ટાઈમ મેનેજમેંટ બરાબર નથી. ઉલ્લેખનીય છે કે આ મુલાકાત બાદ શ્વેતાએ કહેલી આ વાત ચર્ચાનો વિષય બની હતી.

જણાવી દઈએ કે શ્વેતા બચ્ચન નંદા પરિવારના અન્ય સભ્યોની જેમ ફિલ્મોમાં સક્રીય નથી પરંતુ તેની પ્રખ્યાતી કોઈ સ્ટારથી ઓછી પણ નથી. તે અમિતાભ બચ્ચનની લાડકી છે અને ઘણીવાર બીગ બી સાથે તે જોવા મળે છે જેમાં પિતા-પુત્રીનું જોરદાર બોન્ડીંગ જોવા મળે છે.

image source

શ્વેતાએ અત્યાર સુધીમાં એક પણ ફિલ્મમાં કામ કર્યું નથી પરંતુ તે કેટલીક એડ અને મોડલિંગ કરી ચુકી છે. આ સિવાય શ્વેતા જાણીતી ફેશન ડિઝાઈનર છે અને લેખિકા પણ છે. શ્વેતાએ 1997માં નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. તેમના બે સંતાન નવ્યા નવેલી અને અગસ્ત્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version