નશામાં ધૂત અજય દેવગનને પબ્લિકે માર્યો મારો? વિડીયો થઈ રહ્યો છે વાયરલ…આખરે આ વિડીયોની એવી વાત સામે આવી કે…

નશામાં ધૂત અજય દેવગનને પબ્લિકે માર્યો મારો? વિડીયો થઈ રહ્યો છે વાયરલ….જાણી લો હકીકત.

બૉલીવુડ એકટર અજય દેવગણની દેશની રાજધાની દિલ્હીમાં પબ્લિકે જાહેરમાં ધોલાઇ (કરી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ક વાયરલ થયો છે.

આ વાયરલ વિડીયો અંગે સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો કે ગાડી પાર્કિંગ બાબત થયેલા ઝઘડા બાદ લોકોએ ખેડૂત આંદોલનમાં અજય દેવગણે આપેલા સમર્થનની દાઝ કાઢી તેની ધુલાઇ કરી દીધી. જો કે અજયના પ્રવક્તાએ આ વીડિયોને ફેક બતાવતા જણાવ્યું કે અજય દેવગણ 14 મહિનાથી દિલ્હી ગયા જ નથી.

image source

તમને જણાવી દઈએ કે વાયરલ થયેલો અજય દેવગનનો આ વીડિયો દિલ્હીના એરોસિટી વિસ્તારની લડાઇનો છે. અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં લોકો સફેદ શર્ટવાળા વ્યક્તિની ધોલાઇ કરતા દેખાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં એક પબની બહાર થયેલા ઝઘડામાં નશામાં ધૂત સફેદ શર્ટવાળો વ્યક્તિ બીજો કોઇ નહીં પણ અજય દેવગણ છે. તે આલિયા ભટ્ટ સાથેની આગામી ફિલ્મ ગંગુબાઇના શુટિંગ માટે દિલ્હી આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by RubberBand (@dabeerwarsi2021)

વાત જાણે એમ છે કે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે અજય દેવગનનું કાર પાર્કિંગ બાબતે ઝઘડો થઇ ગયો. ત્યાર બાદ લોકોએ તેની સાથે મારપીટ કરવા માંડી હતી. જો કે આ વીડિયો સ્પષ્ટ નથી.

આ વીડિયોમાં કોઈપણ વ્યક્તિનો ચહેરો જરા પણ ચોખ્ખો નથી દેખાઈ રહ્યો. પણ એવુ કહેવામાં આવી રહ્યું છે કે મારી ખાનાર વ્યક્તિ અજય દેવગન જેવો લાગતો હોવાથી અજય દેવગનનું નામ આવી રહ્યું છે.

એક સોશિયલ મીડિયા યુઝર્સે આ ઘટનાનો આશરે સવા મિનિટનો વીડિયો શેર કરી લખ્યું છે કે,“મને ખબર નથી કે આ અજય દેવગન છે કે નહીં, પણ લોકોમાં ખેડૂત આંદોલનને લઇ રોષ ફાટેલો દેખાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી ફેલાઇ રહ્યો છે. જેના માટે દાવો કરાઇ રહ્યો છે કે આ અજય દેવગણ છે.”

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જયરર આ વીડિયો અંગે મીડિયાએ ચકાસણી કરી તો આ વીડિયો રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસેની એરોસિટીનું છે. જ્યાં ગઈ કાલે રાત્રે એટલે કે રવિવારે પાર્કિંગ બાબતે બે જુથો વચ્ચે ઝઘડો થયો હતો.

image source

અને થોડી જ વારમાં આ વિવાદ વધી જતાં ઘણા લોકો એમાં સામેલ થયા હતા અને એક વ્યક્તિને પકડીને મારવા લાગ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં માર ખાતો વ્યક્તિ નશામાં છે અને તે અજય દેવગન છે પણ ખરેખર તો એ અજય દેવગન નથી. પોલીસે હાલ આ ઘટનાના મુખ્ય આરોપીને પકડી લીધો છે.

આ સમગ્ર મામલે અજય દેવગણના પ્રવક્તાએ જણાવ્યું કે,“જાન્યુઆરી 2020માં ફિલ્મ તાન્હાજી- ધ અનસંગ વોરિયરના પ્રમોશન બાદ અજય દેવગણ દિલ્હી ગયા જ નથી. તેથી દિલ્હીમાં કોઇ પબની બહાર થયેલી મારપીટની વાત પાયાવિહોણી અને ખોટી છે.


એમના પ્રવક્તાએ આગળ જણાવ્યું છે કે અજય દેવગણ હાલમાં મુંબઇમાં પોતાની ટીમ સાથે ફિલ્મ મેદાન, મેડે અને ગંગુબાઇ કાઠિયાવાડીની શૂટિંગમાં વ્યસ્ત છે અને છેલ્લા 14 મહિનાથી તેમણે દેળની રાજધાનીમાં પગ પણ મૂક્યો નથી.”

વિડીયો વાયરલ થયા પછી અજય દેવગને ટ્વીટ કરતા લખ્યું છે કે એવું લાગે છે કે મારા જેવો દેખાતો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. મને એ સંબંધિત કોલ આવી રહ્યા છે. હું ફક્ત એ સ્પષ્ટ કરું છું કે મેં ક્યાંય પણ કોઈ મુસાફરી નથી કરી. મારી કોઈપણ વિવાદમાં હોવાની બધી જ ખબરો નિરાધાર છે. હોળી મુબારક.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!