હોલીવુડની અભિનેત્રીઓમાં છે આવી અજીબોગરીબ ફેશન, જોઇને તમને પણ આવી જશે ચક્કર..

મિત્રો, ફિલ્મજગત એ ગ્લેમર અને ફેશનનું જગત છે. આ જગત એટલો વિશાળ ગ્લેમર ધરાવે છે છે કે, તેની ચકાચૌંધથી સામાન્ય માણસની તો આંખો અંજાઈ જાય છે અને જોવા જઈએ તો સામાન્ય માણસ તો ક્યારેય પણ આ પ્રકારની ફેશનને એફોર્ડ પણ ના કરી શકે અને કદાચ આ કારણોસર જ જ્યારે તે ફિલ્મજગતના સિતારાઓની અવનવી ફેશન જોવે છે તો તે આશ્ચર્યમા મુકાઈ જાય છે.

image source

આપણે સૌ જોઈએ છીએ કે, ફિલ્મજગતમા પોતાની એક વિશેષ ઓળખ બનાવવા માટે ફિલ્મી સિતારાઓ પોતાના પોશાકથી લઈને વાળ સુધી અનેકવિધ પ્રકારના પ્રયોગો કરે છે અને પોતાની જાતને આકર્ષક બનાવવાના પ્રયત્નો પણ કરે છે. જેથી, તેમનો ચાહકવર્ગ પણ જળવાઈ રહે અને ફિલ્મજગતમા તેમનું એક વિશેષ સ્થાન પણ બની રહે.

image source

ફિલ્મજગત ભલે બોલીવૂડ હોય કે હોલીવૂડ આ બંને ક્ષેત્રે સંકળાયેલા કલાકારો તેમના શ્રેષ્ઠ અભિનય અને તેમની વિચિત્ર ફેશન સેન્સ માટે ઓળખવામા આવે છે. પછી તે કોઈ ઘટના હોય કે ફંક્શન હોય તેમના કપડાથી માંડીને તેમના પગમા રહેલા ફૂટવેર સુધીની તમામ માહિતી મીડિયામા હેડલાઇન્સ બને છે.

image source

જો તમે ફૂટવેરની વાત કરો છો તો આપણા પોશાક ઉપરાંત ફૂટવેર પણ આપણા સારા દેખાવ માટે એક ખુબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે પરંતુ, ઘણીવાર સ્થિતિ એવી સર્જાય છે કે, એવા ફૂટવેરની પસંદગી થઇ જાય છે કે જે તમારા દેખાવને સંપૂર્ણપણે બગાડી નાખે છે અને તેના કારણે તમને કમ્ફર્ટ મળતો નથી.

image source

આજે હોલીવૂડ ફિલ્મજગત સાથે સંકળાયેલા અમુક કલાકારો વિશે આપણે વાત કરીશુ, આ કલાકારો હાલ પોતાની વિચિત્ર ફૂટવેરની પસંદગીના કારણે મીડિયામા ચર્ચાનો વિષય બન્યા છે, જેના વિશે જાણીને તમે પણ થોડા સમય માટે આઅશ્ચર્ય્ચકિત થઇ જશો તો ચાલો આજે આ લેખમા આપણે આ અંગે થોડી માહિતી મેળવીએ.

image source

લેડી ગાગા :આ કલાકાર હોલીવૂડ ફિલ્મજગતની એક ખુબ જ જાણીતી કલાકાર છે અને તે ખુબ જ બહોળા પ્રમાણમા ચાહકવર્ગ પણ ધરાવે છે અને તે પોતાના ચાહકોમા પોતાની ફેશન સેન્સના કારણે હમેંશા ચર્ચામાં રહે છે પરંતુ, હાલ એક ઇવેન્ટમા તેણીએ કાળા રંગના વિચિત્ર પ્રકારના ફૂટવેર પહેર્યા હતા, જેમા તે જરા પણ કમ્ફર્ટ મેળવી શક્તિ નહોતી.

image source

જેસિકા સિમ્પસન :હોલીવૂડ ફિલ્મજગતની આ કલાકારને ભાગ્યે જ કોઈ નહિ ઓળખતા હોય. આ અભિનેત્રી પણ ઢગલાબંધ ચાહકવર્ગ ધરાવે છે અને તેના કારણે જ તેના ચાહકો તેના ફેશન સાથે જોડાયેલી એક-એક વસ્તુ વિશે જાણવા માટે ખુબ જ આતુર હોય છે પરંતુ, હાલ એક ઇવેન્ટમા તેના દ્વારા પહેરવામાં આવેલા વિચિત્ર મેટાલિક શૂઝને ચાહકો સમજી જ શક્યા નથી.

image source

રિહાના :હોલીવૂડ ફિલ્મજગતની આ અભિનેત્રીએ પણ હાલ એક ઇવેન્ટમા રાઇનસ્ટોનવાળા ઢીલા બૂટ પહેર્યા હતા જેના કારણે તેને મીડિયામા ટ્રોલ કરવામાં આવી હતી.

image source

ડેફન ગિનેસ : આ ફિલ્મજગતની અભિનેત્રીએ પણ હાલ એક ફંકશનમા સ્પાર્કલી પર્પલ શૂઝ પહેર્યા હતા જેના કારણે તે હાલ મીડિયાની લાઈમલાઈટમા આવી ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત