સો સો સલામ આ કોરોના વોરિયર્સને, કે જેઓ પોતાની ચિંતા કર્યા વગર દિવસના હજારો કિલો કોવિડ બાયોવેસ્ટનો કરે છે પોતાની જાતે નિકાલ

છેલ્લા 175 દિવસમાં કોવિડ બાયો-વેસ્ટનો 21 લાખ કિલોના જથ્થાનો કરવામા આવ્યો નિકાલ

કોરોના વોરિયર્સમાં સામાન્ય રીતે લોકોના મોઢે ડોક્ટર્સ તેમજ નર્સના નામ જ આવતા હોય છે પણ કોઈના મગજમાં કોરોના વાયરસની જંગ સામે લડત આપી રહેલા બીજા વોરિયર્સનો તો વિચાર પણ નથી આવતો હોતો. આ કોરોના વોરિયર્સ છે સફાઈ કર્મચારીઓ અને એવા સફાઈ કર્મચારીઓ કે જેઓ કોરોનાના બાયો વેસ્ટના લાખો કિલો વેસ્ટનું મેનેજમેન્ટ કરે છે.

ગુજરાતમાં સૌપ્રથમ વાર કોરોરોના સંક્રમિતનો કેસ 19મી માર્ચના રોજ આવ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધીમાં સ્થિતિમાં ધરખમ તફાવત આવ્યો છે. આજે સમગ્ર ગુજરાતમાં રોજના સેંકડો કેસ નોંધાયા છે. અને 19મી માર્ચથી લઈને અત્યાર સુધીના 175 દિવસના સમયગાળા દરમિયાન 21 લાખ કિલો કોવિડ બાયો વેસ્ટ ઉત્પન્ન થયો છે. જેનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ આવશ્યક છે. કારણ કે જો આ વેસ્ટનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવામાં ન આવે તો તેનાથી પણ ચેપ ફેલાવાનું જોખમ રહે છે. માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે તેનો તાત્કાલિક નિકાલ કરવો ખૂબ જરૂરી છે.

image source

તમને જણાવી દઈએ કે આ રોજ જનરેટ થતાં સેંકડો કીલો કોવિડ બાયો-મેડિકલ વેસ્ટનો નિકાલ તાત્કાલિક કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. માટે જ સમગ્ર રાજ્યમાં 20 બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટિ ઉભી કવરામા આવી છે. જેમાં રોજના લગભગ 70-73 હજાર કિલોગ્રામ કચરાનો નિકાલ કરવાની ક્ષમતા રહેલી છે. શરૂઆતમા કેસ ખૂબ જ ઓછા આવતા હોવાથી 31મી મે સુધીમાં આ ફેસિલિટિઝમાં 5 લાખ કિલો કોવિડ બાયોવેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ ગયા મહિનાની છેલ્લી તારીખે એટલે કે 31મી ઓગસ્ટ સુધીમાં કુલ 21 લાખ કિલો કોવિડ બાયો વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે.

હાલ રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદ, સુરત તેમજ રાજકોટમાં આવી રહ્યા છે માટે સ્વાભાવિક રીતે અહીં જ બાયો મેડિકલ વેસ્ટ સૌથી વધારે હોય છે. હાલ રોજના લગભગ 18થી 20 હજાર કીલો બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવે છે. આ પ્રમાણ માર્ચ મહિનામાં માત્ર 2000 કિલોનું હતું અને તે વખતે માત્ર 11 ઓપરેટર જ આ કામગીરી કરી રહ્યા હતા. પણ હાલ કેસનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે માટે બધા જ 20 ઓપરેટર હાલ કાર્યરત છે.

image source

ગુજરાતમાં 30 હજાર હેલ્થ કેર યુનિટ્સ અને 2 લાખ બેડમાંથી મેડિકલ વેસ્ટને કલેક્ટ કરવામાં આવે છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તાજેતરમાં એક રિપોર્ટ આપ્યો છે, જે પ્રમાણે પ્રતિ દર્દી પ્રતિ દિવસ લગભગ 2.5 કિલોથી 3 કિલો કોવિડ વેસ્ટ ઉત્પન્ન થાય છે. અને જાહેર કરવામા આવેલી માર્ગદર્શિકા પ્રમાણે આ વેસ્ટનોં તાત્કાલિક નિકાલ કરવાનો હોય છે. અને તેને બાળી નાખવામાં આવે છે. માટે આ કામ સાથે જોડાયેલા કર્મચારીઓને પણ કોરોના વોરિયર્સ જ ગણવા જોઈએ. જો કે જેટલા લોકો આ સાથે જોડાયેલા છે તેમનો ઉદ્દેશ કમાવાનો નથી. પણ તેમના વધારાના ખર્ચાનો જો કોઈ ઉકેલ મળી જાય તો તેમને રાહત રહેશે તેવું તેમણે જણાવ્યુ હતું.

કોવિડ વેસ્ટ મેનેજમેન્ટ છે ખર્ચાળ

ગુજરાતમાં 20 કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રિટમેન્ટ ફેસિલિટિઝ આવેલી છે. જેની સાથે 1100 કરતાં પણ વધારે કર્મચારીઓ જોડાયેલા છે. અને સરકાર દ્વારા જાહેર કરવામા આવેલી ગાઇડલાઈન પ્રમાણો કોવિડ વેસ્ટનો નિકાલ અલગ વાહનોમાં કરવામા આવે છે. અને મોટા જથ્થાના વેસ્ટના કારણે વાહનના વારંવાર ફેરા કરવા પડે છે. પહેલાં એક સાથે 400 કિલોગ્રામ વેસ્ટ ભરવાની પરવાનગી હતી પણ હવે 250 કિલો જ વેસ્ટ ભરી શકાય છે. આમ થવાથી તેમનો વાહન વ્યવહારનો ખર્ચ વધી ગયો છે.

કોવિડ વેસ્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોની અવગણના

image source

એમાં કોઈ જ શંકા નથી કે કોવિડ બાયો વેસ્ટનું મેનેજમેન્ટ કરતાં લોકો એક રીતે કોરોના વોરિયર્સ જ છે. પણ તેમની જોઈએ તેટલી કદર નથી કરવામા આવી રહી. કારણ કે તેઓ પોતાનો જીવ જોખમમાં મુકીને આ કામ કરી રહ્યા છે. આ કામ કરતાં લોકો પર સતત સંક્રમણનું જોખમ તોળાયેલુ રહે છે. પણ તેમની ખાસ નોંધ લેવામાં નથી આવતી. સરકારે અન્ય કોરોના વોરિયર્સ માટે કેટલીક મદદની જાહેરાત કરી છે પણ તેમાં આ લોકોનો સમાવેશ નથી કરવામા આવ્યો. આ સિવાય સરકારે કોવિડ વેસ્ટ કલેક્શન નિકાલ રેટમાં પણ વધારો કરીને તેમને સહાય કરવી જોઈએ. તેવું એસોસિએશન ઓફ કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટિઝના પ્રમુખનું કહેવું છે.

કર્મચારીઓના પરિવારો રહે છે ચિંતિત

image source

કોવિડ મહામારીના કાળમાં જે કોઈ પણ આ વાયરસ સાથે જોડાયેલા કામ સાથે જોડાયેલુ છે તેના પરિવારજનોને હંમેશા ચિંતા રહેતી હોય છે. અને તેને લઈને લોકો આ કામ સાથે જોડાતા પણ ડરે છે. અને તેમને આ કામ સાથે જોડવા માટે તેમના પરિવારજનોને પણ સમજાવવા પડે છે. અને આ કર્મચારીઓને કંપની તરફથી તેમની સુરક્ષાહેતુ ખાસ મેડિક્લેમ પણ આપવામા આવે છે. તેમજ તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામા આવે છે અને આ જોખમ ખેડવા બદલ તેમને ખાસ વળતર પણ આપવામા આવે છે.

બાયો વેસ્ટ મેનેજમેન્ટમાં ગુજરાત પહેલા ક્રમે

image source

સમગ્ર દેશમાં બાયો વેસ્ટ મેનેજમેન્ટમાં ગુજરાતનું સ્થાન પહેલું છે. આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રબોર્ડના સભ્ય. સચિવ જણાવે છે કે બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટમાં ગુજરાત સૌથી આગળ છે. હાલ ગુજરાતના લગભગ 30થી 35 ટકા વેસ્ટ નિકાલ ફેસિલિટીનો ઉપયોગ કરવામાં આવે છે. તે રીતે જોવા જઈએ તો હજુ 65થી 70 ટકા ક્ષમતા ગુજરાત પાસે ઉપલબ્ધ છે. કોરોના વાયરસની મહામારી શરૂ થઈ ત્યારથી જ આ બાબતે ગુજરાત પ્રદુષણ બોર્ડ સાવચેત રહ્યું હતું અને ગાઇડ લાઇન્સ પ્રમાણે તેઓ એકધારી દેખરેખ પણ રાખી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત