સૌરાષ્ટ્રમાં થયો ગંભીર અકસ્માત, જાણીને ધ્રુજી જશે તમારું પણ હ્રદય

હાઈવે પર છાશવારે અકસ્માતો થતા રહે છે પરંતુ તેમાંથી કેટલાક અકસ્માત એવા હોય છે કે જે ભલભલા નું કાળજું કંપાવી દે. આવો જ એક અકસ્માત મોરબી હાઇવે પર સર્જાયો છે અકસ્માત નજરે જોનારા લોકો પણ થોડા સમય માટે તો સ્તબ્ધ થઇ ગયા હતા.

આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે મોરબીની અણીયારી ચોકડી તરીકે જાણીતા વિસ્તારમાં. ચોકડી થી ગામ તરફ જવાના રસ્તા પાસે એક કાર પર અચાનક કન્ટેનર પલટી જતા કારનો બુકડો બોલી ગયો હતો. આ સાથે જ કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

image source

કારની હાલત એવી હતી કે તેમાં અંદર સવાર કોણ છે તે જાણી શકવું પણ મુશ્કેલ હતું. અકસ્માત નજરે જોનારા લોકોએ તુરંત જ પોલીસ અને 108ને જાણ કરી. અકસ્માતની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

image source

અકસ્માતના કારણે હાઈવે પર સર્જાયેલા ટ્રાફિકને દૂર કરવાની સાથે પોલીસે કારમાંથી મૃતદેહ કઢાવવાની પ્રક્રિયા પણ હાથ ધરી. જોકે કન્ટેનર પડતા કાર રીતસરની ભુક્કો બોલી ગઇ હતી જેના કારણે તેમાંથી મૃતદેહ કાઢવા માટે ક્રેન ની મદદ લેવી પડી હતી.

image source

આ અંગે જાણવા મળ્યા અનુસાર આ ગમખ્વાર અકસ્માતમાં મોરબી નજીકના રવાપર ગામે રહેતા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી અને ત્રણેય મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત