આ કિંમતી બકાલું, જેને ખરીદવા ભલભલા પૈસાદારને બે વાર કરવો પડે વિચાર

ભારતના હિમાલય પર્વત પર ઉગે છે આ કિંમતી બકાલું, જેને ખરીદવા ભલભલા પૈસાદારને બે વાર કરવો પડે વિચાર, સામાન્ય રીતે આપણને શાકમાર્કેટમાં બકાલાનો ભાવ 100 કે 200 રુપીયે કિલો કહેવામાં આવે તો પણ આપણને તે મોંઘો લાગવા લાગે છે પરંતુ શું તમે વિચારી શકો કે કોઈ બકાલું એવું પણ હોઈ કે જેનો ભાવ હજારો રૂપિયે કિલો હોય ? તમને થશે કે એવું તો બને જ નહિ બકાલાનો ભાવ તો હદમાં હદ 500 રૂપિયા જ કે એથી પણ વધીને 1000 રૂપિયા જ હોય. પરંતુ વાસ્તવિકતા એ છે કે એક બકાલું એવું પણ છે જેની કિંમત હજારો રૂપિયે કિલો છે અને એ બકાલું આપણા ભારતમાં જ થાય છે ? ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે આ મોંઘુદાટ બકાલું ક્યુ છે ? તેનું નામ શું છે ? તે ક્યાં થાય છે અને તેનો ભાવ શું છે ? એ જાણીશું.

image source

અસલમાં આ બકાલાનું નામ છે ” ગુચ્છી ” જે હિમાલય પર્વત પર ઉગતા મશરૂમની એક પ્રજાતિ છે. બજારમાં આ ગુચ્છીનો એક કિલોનો ભાવ 25000 થી લઈને 30000 સુધી હોય છે. વળી, ગુચ્છી ભારતમાં જોવા મળતી અમુક દુર્લભ પ્રકારની શાકભાજી પૈકી એક છે અને તેની વિદેશમાં ભારે માંગ છે. ગુચ્છીનો આટલો તોતિંગ ભાવ સાંભળી અમુક લોકો મજાકમાં એમ પણ કહે છે કે જો આપણે ગુચ્છીનું શાક બનાવીને ખાવું હોય તો બેન્કમાંથી લોન પણ લેવી પડે.

image source

ગુચ્છીમાં રહેલા ઔષધીય ગુણ હદય સંબંધી અનેક બીમારીઓ માટે રામબાણ ગણાય છે. એ સિવાય આ બકાલું શરીર માટે અનેક પ્રકારના પોષણ પણ પુરા પાડે છે. એક રીતે જોવા જઈએ તો ગુચ્છી એ એક પ્રકારની મલ્ટી વિટામિનની કુદરતી ગોળી જ છે. આ બકાલું દર વર્ષે ફેબ્રુઆરીથી લઈને એપ્રિલ સુધી બજારમાં મળે છે પરંતુ મોટી મોટી કંપનીઓ અને હોટલો તેને બજારમાંથી જ મોંઘાદાટ ભાવે ખરીદી લે છે.

image source

અમેરિકા, ફ્રાન્સ, યુરોપ, સ્વીત્ઝર્લેન્ડ અને ઇટાલીમાં રહેતા સ્થાનિક લોકો આપણા ભારતની આ ગુચ્છીને ખુબ શોખથી ખાય છે. જો કે આ ગુચ્છી મેળવવી એટલી સરળ પણ નથી. તેને લાવવા માટે જીવ જોખમમાં મૂકી પહાડ પર ખુબ ઊંચે સુધી ચઢવું પડે છે. અને તેને સ્થાનિક ચોમાસા દરમિયાન એકઠી કરી જમાવીને સૂકવવામાં આવે છે અને ત્યારબાદ તેને ઉપયોગમાં લેવામાં આવે છે.

image source

પાકિસ્તાનના હિંદુકુશ પહાડીઓ પર પણ ગુચ્છી ઉગે છે અને ત્યાંના સ્થાનિક લોકો પણ આપણી જેમ ગુચ્છીને સૂકવીને તેને વિદેશમાં વેંચે છે. ગુચ્છી વિષે અનેક વાયકાઓઓ પણ પ્રચલિત છે. એક પ્રખ્યાત વાયકા મુજબ જયારે પહાડો પર વરસાદી તોફાન આવે છે અને તે સમયે પહાડ પર વીજળી પડે એટલે ત્યાં ગુચ્છી ઉગે તેવું પણ માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત