અક્ષરધામ મંદિર જવાનું પ્લાનિંગ કરતા હોવ તો હવે ના કરતા, આ તારીખ સુધી રહેશે બંધ, જાણો નહિં તો પડશે ધક્કો

દીવાળીની રજાઓ દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે. અને તેની ગંભીરતાને જોઈને અમદાવાદ માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં 20મી નવેમ્બરથી 57 કલાકનો કર્ફ્યુ લાદવાની જાહેરાત કરવામાં આવી છે.

image source

અને તેને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામ મંદિરને પણ 20મી નવેમ્બરથી 23મી નવેમ્બર સુધી બંધ રાખવાનું નક્કી કરાયું છે. અમદાવાદમાં 20મી નવેમ્બરની રાત્રીના 9 વાગ્યાથી 23મી નવેમ્બરના સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામા ંઆવ્યો છે અને ગાંધીનગરમાં પણ આ જ પ્રકારે કર્ફ્યુ રહેશે. આ ઉપરાંત સાવધાની રાખવા માટે ધાર્મિક સ્થળોમાં પણ ભીડ ન થાય તે માટે મંદિરો પણ બંધ રાખવામાં આવ્યા છે.

મુખ્ય મંત્રી રૂપાણી – ગુજરાતમાં લોકડાઉન નહીં થાય

image source

કોરોનાના વધતા કેસના કારણે અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પણ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં લોકડાઉનનું કોઈ જ આયોજન નથી માટે લોકોએ પેનિક ન થવું. તેમાં કોઈ શંકા નથી કે રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે, પણ તેમ છતાં ગુજરાતમાં લોકડાઉન નહીં લાદવામાં આવે આ માત્ર વિકેન્ડ કર્ફ્યુ જ છે. અને આવી કોઈ વાતને તેમણે અફવા માત્ર ગણાવી છે. અમદાવાદમાં આ પ્રકારનો શનિ-રવિનો કર્ફ્યુ માત્ર સાવચેતીના ભાગરૂપે લેવામાં આવેલું પગલું છે.

image source

શનિવાર તેમજ રવિવારે વિવિધ જાહેર સ્થળો ખાસ કરીને ધાર્મિક સ્થળોએ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે આ ઉપરાંત રેસ્ટોરન્ટ વિગેરેમાં પણ ભીડ હોય છે તેવા સંજોગોમાં સંક્રમણ ઓછું ફેલાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને માટે જ ગાંધીનગરમાં આવેલા અક્ષર પુરુષોત્તમના સ્વામિનારાયણ મંદિર ઉપરાંત અન્ય મંદિરોને પણ 20મી નવેમ્બરની રાત્રીના 9 વાગ્યાથી 23મી નવેમ્બર સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલો 95 ટકા ફૂલ થઈ ગઈ

image source

તહેવારો દરમિયન કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં આવેલા ઉછાળાના કારણે અમદાવાદની મોટા ભાગની ખાનગી હોસ્પિટલો લગભગ ભરાઈ ગઈ છે. એક અંદાજા પ્રમાણે 95 ટકા હોસ્પિટલો ભરાઈ ગઈ છે અને માત્ર 261 બેડ જ ખાલી છે. આજના દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી 72 ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે માત્ર 261 બેડ જ ખાલી રહી છે. આ બેડમાં આઇસોલેશન વોર્ડના 150, એચડીયુના 56, આઈસીયુ વેન્ટિલેટર વિનાના 23 અને આઈસીયુ વેન્ટિલેટર સાથેના 32 બેડ જ ખાલી બચ્યા છે.

image source

અમદાવાદમાં આવેલી 72 હોસ્પિટલોમાંથી 95 ટકા ફૂલ થઈ ગઈ છે. હાલ અમદાવાદમાં કોરોનાના કુલ 2536 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાંથી આઇસોલેશન વોર્ડમાં 911 બેડ, એચડીયુમાં 829 બેડ, આઈસીયુમાં 329 બેડ અને આઈસીયુમાં વેન્ટિલેટર પર 156 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે અમદાવાદમાં આવેલી 72 હોસ્પિટલોમાંથી 95 ટકા હોસ્પિટલ ફુલ થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત