Site icon News Gujarat

અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્નાના બર્થડે પર પોતાનું હૃદય ઉલેચીને લખી લાગણીસભર પોસ્ટ, જે વાંચીને તમને પણ થઇ જશે આવું કંઇક મસ્ત લખવાની ઇચ્છા

અક્ષય કુમાર ટ્વીન્કલ ખન્ના બોલીવૂડનું સૌથી વધારે વખણાયેલું કપલ છે. તેઓ હંમેશા પોતાના સંબંધોની ગુણવત્તાને ઉંચેરા સ્તર પર લઈ જવામા સફળ રહ્યા છે અને તે બધું જ તેમની વચ્ચેની અસામાન્ય કેમેસ્ટ્રીના કારણે શક્ય બન્યું છે. આજે, ટ્વીંકલ ખન્નાના જન્મ દિવસ પર અક્ષય કુમારે સોશિયલ મિડિયા પર પોતાની સુંદર પત્ની માટે એક સુંદર પોસ્ટ લખી છે.

image source

તેમણે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ પર પોતાની અને ટ્વીંકલની એક સુંદર તસ્વીર પણ શેર કરી છે અને લખ્યું છે, ‘ફરી એક નવું વર્ષ પ્રશ્નભર્યા જીવનના નિર્ણયોનું આવી ગયું છે. પણ હું ખુશ છું કે હું તે બધા જ નિર્ણયો તારી સાથે લઉં છું હેપ્પી બર્થડે ટીના.’ આ સાથે તેમણે એક બ્લેક હાર્ટ અને કીસીંગ ઇમોજી પણ મુક્યા છે.

image source

તમે આ તસ્વીરમાં જેઈ શકો છો કે બન્ને એક સુંદર મજાની રળિયામણી જગ્યા પર સાઇકલીંગ કરવા ગયા છે અને ત્યાં જ ક્યાંક તેમણે આ સુંદર પોઝ આપ્યો છે. અક્ષયે તસ્વીરમાં ફુલ બ્લેક કેઝ્યૂલ લૂક ધારણ કર્યો છે જ્યારે ટ્વિંકલ બીજ ટોપ અને વ્હાઇટ ટ્રાઉઝરમાં સ્ટાઇલીશ સનગ્લાસીસ સાથે અત્યંત સુંદર લાગી રહી છે. આ તસ્વીર હાલની તો નથી જ પણ થ્રોબેક ફોટો લાગે છે.

તમને જણાવી દઈએ કે આવતા જાન્યુઆરીમાં આ કપલ પોતાના લગ્નજીવનના 20 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. અને તે સાથે જ તેઓ આપણને એક મોટો રિલેશનશીપ ગોલ પુરો પાડી રહ્યા છે. અક્ષય અને ટ્વીકંલ આજે બે બાળકોના પિતા છે. એક પુત્ર આરવ અને એક દીકરી નિતારા. તેઓ એ વાતનુ ખાસ ધ્યાન રાખે છે કે તેઓ પોતાના અત્યંત વ્યસ્ત સમયમાંથી પોતાના બાળકો માટે પણ સમય કાઢે અને તેમની સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ટ કરી શકે.

image source

ટ્વિંકલ પણ અક્ષયની જેમ ફિલ્મોમાં જ કામ કરી રહી હતી. પણ તેણીને છેવટે ફીલ થયું કે તેણી ફિલ્મો માટે નથી બની અને છેવટે તેણીએ ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું અને તેણી એક રાઇટર બની. અને આજે તે દેશની જાણીતી લેખીકાઓમાંની એક છે. તેણીએ પણ પોતાની નાનકડી ફિલ્મી કેરિયરમાં કેટલીક હીટ ફિલ્મો પણ આપી છે. તેણીએ ત્રણે ખાન ત્રીપૂટી સાથે કેરિયરની શરૂઆતમાં જ કામ કરી લીધું છે. પણ હાલ તેણી આર્ટિકલ તેમજ બૂક્સ લખવામાં વ્યસ્ત છે અને સાથ સાથે તેણી પોતાની માતા ડીમ્પલ કાપડિયાના કેન્ડલ મેકિંગ બિઝનેસમાં પણ સમય આપે છે.

image source

હવે જો અક્ષયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષયે તાજેતરમાં જ પોતાની આવનારી ફિલ્મ અતરંગી રેનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન અને સાઉથ ઇડિયન સ્ટાર ધનુષ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તે બીજા ઘણા બધા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે જેમ કે સુર્યવંશી, બેલબોટમ, બચ્ચન પાંડે, રક્ષા બંધન, પૃથ્વીરાજ અને રામ સેતુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version