બિપાશા બાસુ છે પ્રેગ્નેન્ટ? આ સમાચાર પર એક્ટ્રેસે તોડ્યું મૌન

દેશમાં આજના સમયમાં પણ લગ્ન પછી સ્ત્રીઓને પ્રેગ્નનસીના સવાલ કરવામાં આવે છે. પછી એ કોઈ સામાન્ય સ્ત્રી હોય કે પછી બૉલીવુડ અભિનેત્રી, લગ્નના થોડા વર્ષ પછી એમની પ્રેગ્નનસીની અફવા ઉડવા લાગે છે. અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓને લઈને એવી ખબર સામે આવી ચૂકી છે અને બિપાશા બાસુ પણ આ લિસ્ટમાં સામેલ છે. બિપાશાએ કરણ સિંહ ગ્રોવરે ચાર વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા અને અત્યાર સુધી ઘણીવાર એમની પ્રેગ્નનસીની અફવાઓ ઉડી ચુકી છે.

પ્રેગ્નનસી પર બોલી બિપાશા બાસુ

image source

હવે હાલમાં જ આ વાત કરતા બિપાશા બસુએ કહ્યું છે કે જો કોઈ પરિણીત સ્ત્રીનું જરાક વજન વધી જાય છે તો એનો અર્થ એ નથી કે એ માતા બનવાની છે. બિપાશાએ કહ્યું કે મારા માટે પરિવાર બધું જ છે અને મને ખબર છે કે વજન વધવાના કારણે ઘણીવાર મારી પ્રેગ્નનસી પર સવાલ ઉઠે છે. બિપાશાએ કહ્યું કે ભલે એ ગ્લેમર ઇન્ડસ્ટ્રીનો ભાગ છે પણ એમનું વજન પણ વધી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu)

બિપાશાએ કહ્યું કે હું જાણું છું કે હું ફિટનેસની એમ્બેસેડર છું પણ ક્યારેક ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે હું થોડી આગળ વધુ છું અને જિંદગી ખુલીને જીવું છું. એનો અર્થ એ નથી કે હું અસ્વસ્થ થઈ રહી છું પણ જ્યાં સુધી લોકો મને સાચેમાં એક બાળક સાથે ન જોઈ લે ત્યાં સુધી હમેશા અનુમાન લગાવતા રહેશે.

image source

બિપાશા બસુએ કરણ સિંહ ગ્રોવર સાથે થોડા સમય ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા. લગ્ન પછી ઘણીવાર એવી ખબર આવી કે બિપાશા માતા બનવાની છે. જો કે દર વખતે આ ખબરોને નકારી દેવામાં આવી છે. તો બિપાશા અને કરણના ખોળામાં એક બાળકને જોઈને ફેન્સ હેરાન રહી ગયા હતા પણ પછી એમને જણાવ્યું હતું કે એ બાળક એમના મિત્રનું છે.

રાઝ ગર્લએ કહ્યું કે લોકો મારા પરિવાર માટે સારી વસ્તુઓ જ માને છે જો એ થવાનું હશે તો થઈને જ રહેશે. જે લોકો અનુમાન લગાવતા રહે છે એનાથી મને ફરક નથી પડતો. એવું તો નથી કે એ લોકો મારા વિશે ખરાબ કહી રહ્યા છે. હા હું પ્રેગ્નેન્ટ નથી એ એમના માટે થોડી દુઃખની વાત છે.

image soure

બિપાશા બાસુ છેલ્લી વાર ફિલ્મ ડેન્જરસમાં દેખાઈ હતી. એ થોડા સમયથી મોટા પડદાથી દૂર છે. બિપાશાએ કહ્યું કે મેં લાંબા સમયથી ફિલ્મોમાં કામ નથી કર્યું. કોરોનાએ મારા દિમાગને રોકી દીધું છે. હું કોઈપણ પ્રકારનું રિસ્ક નથી લેવા માંગતી. હું કોઈ સ્ક્રીપટ પણ ન સાંભળી રહી હતી નાએ ન તો લખી રહી હતી પણ હવે હું એ માટે સંપૂર્ણપણે તૈયાર છું