Site icon News Gujarat

જાણો ગુજરાતમાંથી નવા બનેલા 5 મંત્રીઓમાંથી કોની પાસે છે વધુ સપંત્તિ, આ મંત્રી પાસે છે 8 કરોડની સંપત્તિ

તાજેતરમાં જ મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું જેમા ઉત્તર પ્રદેશ અને ગુજરાતનું પ્રભુત્વ જોવા મળ્યું. તમને જણાવી દઈએ કે, હવે કેન્દ્રીય મંત્રીમંડળમાં વડાપ્રધાન અને ગૃહમંત્રી સહિત 7 ગુજરાતી થઈ ગયા છે. તો બીજી તરફ રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયાને આરોગ્યમંત્રીનો કાર્યભાર અપાયો છે, જ્યારે પુરુસોત્તમ રૂપાલાને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે ફિશરીઝ, પશુપાલન, ડેરીની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સુરતમા મહિલા સાંસદ દર્શના જરદોશને રેલ રાજ્યમંત્રી, જ્યારે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને રાજ્યકક્ષાના કોમ્યુનિકેશન મંત્રી બનાવવામાં આવ્યા છે, તો બીજી તરફ સુરેન્દ્ર નગરના સાંસદ મહેન્દ્ર મુંજપરાને રાજ્યકક્ષાના બાળવિકાસના મંત્રી બનાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ નવા 5 મંત્રીમાંથી 1 ડૉક્ટર, 1 પોસ્ટ ગ્રેજ્યુએટ, 2 ગ્રેજ્યુએટ, 1 ડિપ્લોમા એન્જિનિયર છે. સૌથી મહત્વની વાત એ છે કે પાંચમાંથી એકપણ મંત્રી સામે કોઇ ફોજદારી કેસ દાખલ થયેલ નથી. આ ઉપરાંત આ મંત્રીઓની સરેરાશ ઉંમર 56 વર્ષ છે. તમને જણાવી દઈએ કે આરોગ્ય જેવું મહત્વનું ખાતું મેળવનારા મનસુખ માંડવિયા આ પાંચમાં સૌથી નાની ઉમરના મંત્રી છે. જ્યારે પુરુસોત્તમ રૂપાલા ઉંમરમાં સૌથી મોટા છે. નોંધનિય છે કે, સાઇકલ લઇને સંસદમાં જતા નવા આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા પાસે એક પણ કાર નથી. તો બીજી તરફ રૂપિયા 8 કરોડની સંપત્તિ સાથે રૂપાલા સૌથી ધનવાન મંત્રી છે.

દર્શનાબેન વિક્રમભાઇ જરદોશ: રાજ્યકક્ષાના રેલ અને કાપડમંત્રી

મનસુખભાઇ લક્ષ્મણભાઈ માંડવિયા: કેન્દ્રીય આરોગ્યમંત્રી

પુરુસોત્તમભાઈ રૂપાલા: કેન્દ્રીય મંત્રી – ફિશરીઝ, પશુપાલન, ડેરી

ડૉ. મહેન્દ્રભાઇ કાળુભાઇ મુંજપરા: રાજ્યકક્ષાના મંત્રી મહિલા-બાળવિકાસ

દેવુસિંહ જેસિંગભાઇ ચૌહાણ: રાજ્યકક્ષાના કોમ્યુનિકેશનમંત્રી

(સ્રોત – લોકસભા ચૂંટણી 2019 અને રાજ્યસભા ચૂંટણી 2018ની એફિડેવિટ્સના આધારે)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version