અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનાને લઇને કરી આ જોરદાર આગાહી, તમારા માટે જાણવું ખાસ જરૂરી નહિં તો…

વર્ષ 2020 એક તરફ કોરોના મહામારીના કારણે ખરાબ સાબિત થયું હતું તો સાથે જ ખેડૂતો માટે પણ વરસાદના કારણે પડકારજનક સાબિત થયું હતું. વર્ષ દરમિયાન અનેકવાર થયેલા માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. જો કે વર્ષ 2021ની શરુઆત થતા કોરોનાની રસી આવી જતા અને રસીકરણ શરુ થતા લોકોને એક રાહત તો મળી છે પરંતુ કદાચ માવઠું ખેડૂતોનો પીછો છોડે તેમ લાગતું નથી.

image source

કારણ કે હવામાનને લઈને આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે ફરીથી એકવાર માવઠાની આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર ફેબ્રુઆરી માસમાં માવઠું થઈ શકે છે. ફેબ્રુઆરીમાં એક તરફ જ્યાં શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યા બીજી તરફ વરસાદ થશે. આ વરસાદનું કારણ તેમણે આગામી સમયમાં સર્જાનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રીય થશે જેના કારણે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યમાં વરસાદ થઈ શકે છે.

image source

હવામાન અંગે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર માવઠું આગામી 11 ફેબ્રુઆરી સુધીમાં થઈ શકે છે. 11 ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં પલટો આવશે અને વિવિધ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. શરૂઆતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તેમના કહેવા અનુસાર બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે.

આગામી 11 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં જ નહીં પરંતુ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

image source

મહત્વપૂર્ણ છે કે જાન્યુઆરીના અંતિમ સપ્તાહ સુધીમાં દિલ્હી સહિતના રાજ્યોમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડી હતી. ત્યારબાદ હવે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વરસાદ પણ થશે. ભારે ઠંડી સાથે વરસાદ થવાથી ઠંડીનું જોર પણ વધી શકે છે.

image source

ગત વર્ષમાં ઠંડીએ છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. જાન્યુઆરીમાં આ પહેલા આટલી ઠંડી ક્યારેય નોંધાઈ ન હતી. આ વર્ષે ઠંડી સાથે રાજધાનીમાં પ્રદૂષણનું પ્રમાણ પણ ખૂબ વધારે રહ્યું હતું. હવામાન વિભાગ અનુસાર દિલ્હી, ગાઝિયાબાદ અને એનસીઆરમાં હવા શ્વાસ લેવા લાયક પણ રહી ન હતી. આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી વચ્ચે ખેડૂતોએ આંદોલન પણ યથાવત રાખ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત