Site icon News Gujarat

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી, વરસાદ વિશે આપ્યાં મોટા સમાચાર, આટલા નુકસાનની શક્યતા

અંબાલાલ પટેલ જાણીતા હવામાન શાસ્ત્રી છે અને તે અવાર નવાર આગાહી કરતા રહે છે. શિયાળા, ઉનાળા અને સોમાચું એમ દરેક ઋતુમા આબાંલાલ આગાહી કરતા રહે છે.

image source

ત્યારે હવે ફરીથી હવામાન ક્ષેત્રના નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં પણ ભારે દબાણની અસરો રહેવાની હોવાથી 4થી 7 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ બંગાળના ઉપસાગરમા વધી રહેલા ચક્રાવાતનું પ્રમાણ ડિસેમ્બર મહિનાના આવનારા દિવસોમાં પણ વધતું રહેશે અને જેના કારણે દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમાં ભારે વરસાદ થશે.

image source

વધારે ઉંડાણના અભ્યાસ વિશે વાત કરીએ તો, તામિલનાડુ, કેરળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા હવામાન ક્ષેત્રના નિષ્ણાત જણાવે છે. અને જેના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૧૦મી ડિસેમ્બર સુધીમાં વાદળોનું પ્રમાણ ઉગ્ર બની શકે છે.

image source

9 અને 10 ડિસેમ્બરમાં ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. જેના પગલે હળવું માવઠું પણ પડી શકે છે. ત્યારે હવે એ જ રીતે દિલ્હી, પંજાબ, હરિયાણામાં ધુમ્મસની અસર રહેશે. ગુજરાતમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ ફેલાય તેમ છે. જમ્મુ અને કાશ્મીરના અનેક ભાગ ઠંડાગાર બની જાય. તેની અસર ઠેઠ પિૃમના રાજસ્થાનમાં ય દેખાશે જ્યાં ઠંડીનો પારો ખાસ્સો નીચે ગગડી શકે છે.

image source

વધારે વાતાવરણ કેવું રહેશે એ વિશે વિગતે વાત કરીએ તો ૨૨મી ડિસેમ્બર છી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હીમવર્ષા અને તેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. 27 અને 28 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે. આ વર્ષે જાન્યુઆરી માસ અત્યંત ઠડો મહિનો બની રહેશે. જેની અસર ફેબ્રુઆરીમાં આકરી ઠંડી રૂપે પણ આગળ વધશે. તો વળી આ સિવાય ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જઈ શકે છે. સ્વાભાવિકપણે જ આબુ પણ આટલું જ ઠંડુ રહેશે. દાંદીવાડા, બનાસકાંઠાના વિસ્તારો સખત ઠંડી હેઠળ રહેશે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પણ ઠંડીનું જોર વધશે.

image source

આ જ વર્ષે 2020માં ઓગસ્ટ મહિનામાં જાહેરાત કરી હતી અને ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજના- PMFBY પર બ્રેક મારીને CM કિસાન સહાય યોજના જાહેર કરી હતી. ૧૦મી ઓગસ્ટથી અમલમાં આવનારી આ નવી યોજનાથી ચાલુ વર્ષે ખરીફના બધા જ પાકોને આવરી લેવાયા છે. જેમાં દુષ્કાળ, અતિવૃષ્ટી કે માવઠાથી નુકશાન થશે તો ખેડૂત ખાતેદારને ચાર હેક્ટરની મર્યાદામાં વધુમાં વધુ એક લાખ સુધીની સહાય મળશે.

image source

પાક વીમા યોજનાનો લાભ જે ખેડૂતો પ્રિમિયમ ભરતા હોય તેમને જ મળે છે જ્યારે CM કિસાન સહાય યોજના હેઠળ કોઈ પણ નોંધણી કરાવ્યા વગર રાજ્યના ૫૬ લાખથી વધુ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, વન અધિકારના કાયદા હેઠળ જેમની પાસે સનદો છે તેવા આદિજાતી ખેડૂતોને પણ આ સંરક્ષણ હેઠળ સમાવાયા છે. યોજનામાં એક પણ ખેડૂત પાસેથી સરકાર પ્રિમિયમ, નોંધણી ફી કે કોઈ જ પ્રકારની અવેજ લેવાશે નહી. પાક નુકશાનની ટકાવારી બે પ્રકારે નક્કી કર્યાનું કહેતા તેમણે જણાવ્યુ કે, જો ૩૩થી ૬૦ ટકાની વચ્ચે પાક નુકશાન થશે તો હેક્ટરદિઠ રૂ.૨૦,૦૦૦ અને તેથી વધુ નુકશાનીમાં પ્રતિ હેક્ટરે રૂ.૨૫,૦૦૦ સહાય ખેડૂતોને ચૂકવાશે. વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદા હોવાથી ખેડૂતોને રૂ.૮૦,૦૦૦થી એક લાખ સુધી સહાય મળશે. રૂપાણીએ એ પણ સ્પષ્ટ કર્યુ હતુ કે, આ યોજના એક વર્ષ માટે જ છે. એટલુ જ નહી, SDRF હેઠળ કૂદરતી આપત્તિથી થતા નુકશાન સામેનું પણ વળતર પણ ચાલુ જ રહેશે. માત્ર ખરીફ સિઝન જ કેમ ? તેના જવાબમાં રૂપાણીએ ગુજરાતમાં મહદઅંશે ખેડૂતો ખરીફ પાકોમાં જ પાક વીમો લેતા રહ્યા છે. ચાલુ વર્ષે એપ્રિલથી લઈને અત્યાર સુધી સહકારી બેંકો દ્વારા રખેને કોઈ ખેડૂતનું પ્રિમિયમ કાપી લીધુ હશે તો તેવા કિસ્સામાં પ્રિમિયમની રકમ એકાઉન્ટમાં જમા થઈ જશે એમ પણ કર્યુ હતુ.

image source

મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી સીએમ કિસાન યોજનાને આખરી ઓપ આપવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની મહત્વની ભૂમિકા ભજવી છે. રાજ્ય સરકાર આ નિતી તૈયાર કરે તે પહેલાં પાટિલે અંગત રસ લઇ આ યોજના માટે ગુજરાતના વિવિધ ખેડૂત આગેવાનો, કૃષિના નિષ્ણાતો, સામાન્ય ખેડૂતો વગેરે પાસેથી અભિપ્રાયો મગાવ્યા હતા. ત્યાર બાદ પાટિલે ગુજરાતના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને આ અભિપ્રાયને આધારે સૂચનો કર્યા હતા. આ તમામ સૂચનોનો યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version