અંબાણી હોય કે કપૂર પરિવાર હોય, ગુજરાતી વીણા નાગડાની સાથે મહેંદી મુકાવા સ્ટાર્સ કરે છે પડાપડી, જાણો કોણ છે આ ગુજરાતણ

સેલિબ્રિટીના લગ્નમાં મહેંદી તો આપણી આ ગુજરાતણ જ મૂકે છે, સ્ટાર્સ કરે છે પડાપડી.

24મી જાન્યુઆરીએ અલોબગમાં વરુણ ધવન તથા નતાશા દલાલનાં લગ્ન છે. બંને પરિવારમાં સભ્યો 22 જાન્યુઆરીના રોજ સવારે અલીબાગ પહોંચી ગયા હતા.

image source

લગ્નની તૈયારી પૂર્ણ થયા બાદ હવે લગ્નની રસમોની શરૂઆત થઈ ચૂકી છે. સૌ પહેલાં મહેંદી સેરિમની યોજાઈ હતી. નતાશાના હાથમાં જાણીતાં ગુજરાતી મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડાએ મહેંદી મૂકી હતી. અને મહત્વની વાત એ છે કે બોલિવુડના ગમે તે સેલિબ્રિટી હોય મહેંદી તો વીણા નાગડા જ મૂકતાં હોય છે. પણ અહીં સુધી પહોંચવા માટે તેમને ઘણો જ સંઘર્ષ કર્યો હતો.

image source

વીણાનો જન્મ એક રૂઢીચુસ્ત ગુજરાતી જૈન પરિવારમાં થયો છે. વીણાને પાંચ બહેનો છે અને તેમાં એ સૌથી નાનાં છે. વીણાની માતા હાઉસવાઈફ અને પિતા પૂજારી હતા.

image source

ઘરની રૂઢિચુસ્તતાના કારણે વીણાને ધોરણ 10 પછી આગળ ભણવા દેવામાં આવ્યા નહોતાં. પણ વીણા કઈ ઘરે બેસી નહોતી રહેતી એ પોતાની રીતે કોઈને કોઈ આગવું કામ કરતી રહેતી. તેઓ ઘરમાં જ સાડી એમ્બ્રોઇડરીનું કામ કરતાં હતાં.

image source

ધીમે ધીમે વીણાને મહેંદી મુકવાનું શરૂ કર્યું અને થોડા સમયમાં જ એમની મહેંદી લોકોને ગમવા લાગ્યા એટલે પછી વીણાએ આ જ ફિલ્ડમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું.

image source

તમને જણાવી દઈએ કે ફક્ત 17 વર્ષની ઉંમરમાં મુંબઈની આ છોકરીએ પોતાના મહેંદીના શોખને જ પોતાનું કરિયર બનાવી લીધું. તનતોડ મહેનત કરીને વીણાએ પોતાનું કરિયર આગળ ધપાવ્યું. એમને પોતાના મહેંદી કલાસીસ શરૂ કર્યા. અને સૌપ્રથમ પૂનમ ધીલ્લો એમના સેલિબ્રિટી કસ્ટમર હતા.

image source

વર્લ્ડમાં સૌથી ઝડપી મહેંદી મૂકવાનો એવોર્ડ વીણા નાગડા મેળવી ચુક્યા છે. મહેંદી ડિઝાઈનમાં વીણાની ક્રિએટિવિટી જોઈને લોકો દંગ રહી જાય છે. વીણા બ્રાઈડલ મહેંદી, નેલ આર્ટ, શેડેડ મહેંદી, હીરા-મોતી મહેંદી વગેરેમાં તે નિષ્ણાત છે. વીણાના ક્લાઈન્ટ્સમાં અંબાણી પરિવાર, ડાયમંડ કિંગ વિજયભાઈ શાહથી લઈ અનેક જાણીતાં નામો સામેલ છે.

image source

બોલિવૂડમાં જો કોઈનાં લગ્ન હોય અને મહેંદી સેરેમનીમાં વીણા નાગડા ન હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. બૉલીવુડ સાથે વીણાનો જૂનો સંબંધ છે.

image source

ઘણી બોલિવૂડ ફિલ્મ જેમ કે ‘કભી ખુશી કભી ગમ’, ‘કલ હો ના હો’, ‘મેરે યાર કી શાદી હૈ’, ‘યે જવાની હૈ દીવાની’ અને ‘પટિયાલા હાઉસ’માં પણ વીણાનું કામ જોવા મળ્યું હતું. આ ફિલ્મની અભિનેત્રીઓને વીણાએ જ મહેંદી મૂકી હતી.

image source

બોલિવૂડમાં નાનું મોટું કોઈ પણ ફંક્શન પછી એ કરવા ચોથનું ફંક્શન હોય કે પછી લગ્ન હોય, વીણા હંમેશા ડિમાન્ડમાં હોય જ છે. તેઓ આ પ્રોફેશનના માધ્યમથી દેશ-વિદેશમાં તો ફરે જ છે, સાથે સાથે લાખોમાં કમાણી પણ કરે છે. વીણાએ 55 હજારથી વધુ સ્ટૂડન્ટ્સને મહેંદી આર્ટ શીખવી છે.

image source

બોલિવૂડમાં કપૂર પરિવાર, , કાજલ અગ્રવાલ, કપિલ શર્મા, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અક્ષય કુમાર, ઝરીન ખાન, શિલ્પા શેટ્ટી, ફરાહ ખાન, ડિમ્પલ કાપડિયા, જયા પ્રદા, શબાના આઝમી, રેખા, માધુરી દીક્ષિત, આશા ભોસલે, ફરદીન ખાન, એકતા કપૂર અને પૂનમ ધિલ્લોં જેવા મોટા સ્ટાર્સ વીણાના ખાસ કસ્ટમર છે.

image source

વીણાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ સેલિબ્રિટીને મહેંદી મુકવાના કોઈ પૈસા લેતા નથી. જો કે સેલિબ્રિટી સામેથી જે કઈ આપે છે તે વીણા લઈ લે છે. તેઓ સામાન્ય રીતે 5 હજારથી લઈને 10-25 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત