કિસ કરતા નથી આવડતી એ વાતને લઈને અમદાવાદના યુવકે તોડી સગાઇ, અને પછી રૂપિયો-નાળિયેર ઘર પાસે ફેંકીને…

વર્તમાન સમયમાં એવા કિસ્સા બને છે કે જેના વિશે જાણીને લાગે કે સંબંધોમાં વિશ્વાસ અને પવિત્રતા ને કોઈ સ્થાન બચ્યું નથી. તાજેતરમાં જ આવી એક ઘટના અમદાવાદમાં બની હતી જેમાં એક યુવતીએ લગ્ન પહેલા શારીરિક રીતે નજીક આવવાનું કારણ યુવકે તેની સાથે સગાઈ તોડી નાખી અને સગાઈમાં આપેલ નાળિયર તેમજ રૂપિયો યુવતીના ઘર પાસે જાહેરમાં ફેંકી દીધા. સગાઈ તૂટ્યા ની ઘટના બાદ આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું અને સમગ્ર વાતનો ખુલાસો થયો.

આજકાલ યુવક-યુવતીઓની સગાઈ થાય પછી લગ્ન પહેલાં જ તેઓ એકબીજાની નજીક આવવા લાગે છે આવી જ માનસિકતા ધરાવતા એક યુવકની સગાઈ અમદાવાદ શહેરના સારા એવા પરિવારની યુવતી સાથે થઈ હતી. યુવતીના પિતાએ સગાઈ પહેલા યુવકને જોઈ તેના વિશે જાણકારી મેળવી અને વિચાર્યું કે સરકારી નોકરી કરતા યુવક સાથે તેની દીકરી જીવનભર ખુશ રહેશે. પરંતુ તેમને ખબર ન હતી કે આ સંબંધનો અંત ખૂબ જ જલ્દી આવવાનો છે.

યુવક અને યુવતી ની સગાઇ બાદ અવારનવાર યુવક યુવતીને બહાર ફરવા લઈ જતો. બહાર જાય ત્યારે એકાંત મળતાં તે યુવતીની નજીક આવવા પ્રયત્ન કરતો પરંતુ જ્યારે યુવતી તેને આ વાત માટે સપોર્ટ ન કરતી તો તેને કહેવા લાગતો કે તેને કિસ કરતા પણ નથી આવડતી. આ વાત સાથે તે તેની સાથે શારીરિક બળજબરી પણ કરતો. આટલું કર્યા છતાં પણ યુવતી તેના તાબે ન થતાં અંતે યુવકે સગાઈ તોડી નાખવા રૂપિયો અને નાળિયર યુવતીના ઘર પાસે આવી ફેંકી દીધા. ત્યાર બાદ યુવતીએ આ ઘટના અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

યુવતીના પિતાને આ યુવક નો બાયોડેટા સમાજના ગ્રુપ માંથી મળ્યો હતો. જોકે યુવકના માતા-પિતા ન હતા અને તેના વિશે વધારે જાણકારી પણ ન હતી તેથી યુવતીએ તેના પિતાને અગાઉ સંબંધ માટે ના પાડી હતી. પરંતુ યુવક સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી કરતો હોવાથી પિતાએ આગ્રહ રાખ્યો કે દીકરીના લગ્ન તેની સાથે થાય. પરંતુ સગાઈ નક્કી થયા પછી જ યુવકે પોતાનું પોત પ્રકાશ્યું.

જો કે સગાઇ બાદ જ્યારે યુવક યુવતી સાથે કિસ કરવાની બાબતમાં ઝઘડો કરતો અને ખરાબ વર્તન કરતો ત્યારે યુવતીએ શરૂઆતમાં એમ માનીને ચૂપ રહેવાનું નક્કી કર્યું કે તેમના લગ્ન થવાના છે. પરંતુ જ્યારે યુવક આ વાતને લઇ તેના ઘરે સગાઈ નું નારિયેળ ફેંકી ગયો, ત્યાર બાદ યુવતીએ આ તમામ ઘટના વિશે તેના પરિવારને જણાવ્યું. વાત એટલેથી ન અટકી હોય તેમ યુવતી આ સમગ્ર મામલે તેના વિરૂદ્ધ ફરિયાદ ન કરે તે માટે યુવક યુવતીના પિતાને પૈસા ની ઓફર પણ કરતો. જોકે હવે યુવતીએ આ યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ આ દિશામાં તપાસ હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!