અમદાવાદની આ જગ્યા હવે બની જશે નવી કોવિડ હોસ્પિટલ, 900 બેડની સુવિધા

ભારત સરકાર અને DRDOનો સહયોગ પ્રાપ્ત કરીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અદ્દભુત પહેલ. અમદાવાદ શહેરમાં આવેલ યુનીવર્સીટીના કન્વેન્શન સેન્ટરમાં ૯૦૦ બેડની સુવિધાની સાથે કોવિડ કેર હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવશે. યુનીવર્સીટીના કન્વેન્શન સેન્ટરમાં ઉભી કરવામાં આવેલ હોસ્પિટલમાં ૧૫૦ બેડની આઈસીયુની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. આ સાથે જ આવનાર ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા વધારે ૫૦૦ બેડની સુવિધા પૂરી પાડી શકાય તે વાતને ધ્યાનમાં રાખતા એવી રીતે વ્યવસ્થા કરવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની હાજરીમાં કોર કમિટીની મીટીંગ દરમિયાન હોસ્પિટલની કામગીરી વિષે સમીક્ષા કરવામાં આવી.

image source

આવનાર બે અઠવાડિયા જેટલા સમયગાળામાં જ અમદાવાદમાં આવેલ યુનીવર્સીટીના કન્વેન્શન સેન્ટરમાં હોસ્પિટલ કાર્યરત કરી શકાય તેવી રીતે યુદ્ધના ધોરણે કામગીરી શરુ…

કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખતા હોસ્પિટલમાં એડમિટ થતા દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકાય તે વાતને ધ્યાનમાં રાખતા ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)નો સહયોગ મેળવીને અમદાવાદમાં ૯૦૦ બેડની સુવિધા ધરાવતી સંપૂર્ણ સુવિધાથી સજ્જ ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરવા માટે અભૂતપૂર્વ પહેલ કરવામાં આવી છે.

image source

અમદાવાદ શહેમાં ગુજરાત યુનીવર્સીટીના કન્વેન્શન સેન્ટરમાં જ આવનાર બે અઠવાડિયાના સમયગાળામાં જ હોસ્પિટલને કાર્યરત કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા આજ રોજ ગાંધીનગરમાં કોર કમિટીની મીટીંગમાં આ હોસ્પિટલના નિર્માણ કાર્ય વિષે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં આવેલ ૧૩૨ ફૂટના રીંગ રોડ પર સ્થિત ગુજરાત યુનીવર્સીટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં ૯૦૦ બેડની સાથે ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં ૧૫૦ આઈસીયુ બેડની સુવિધા ઉભી કરવામાં આવશે, આ આઈસીયુમાં ૧૫૦ વેન્ટીલેટરની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

image source

આ તમામ સુવિધાની સાથે ૯૦૦ બેડની સાથે જ ઓક્સિજનની સુવિધા પણ આપવામાં આવશે. ઉપરાંત ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખતા વધારે ૫૦૦ બેડની સુવિધા વધારી શકાય એવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.

કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં ઉભી કરવામાં આવેલ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ- રે મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ હોસ્પિટલના સંચાલન અને વહીવટ માટે ઉપયોગી સલાહ- સૂચનો આપવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને સારામાં સારી સર્વર આપી શકાય તે હેતુથી વ્યવસ્થાને વધારવામાં મદદગાર થવા માટે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહએ ગુજરાત રાજ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા આ અભૂતપૂર્વ પહેલાને મૂર્તરૂપ આપવા માટે મદદ કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

image source

અમદાવાદની ગુજરાત યુનીવર્સીટીના કન્વેન્શન સેન્ટર ખાતે આવનાર બે અઠવાડિયાના સમયગાળામાં અહિયાં કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. આ હોસ્પિટલના સંચાલનની જવાબદારી રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી અંજુ શર્માને સોપવામાં આવશે. ગુજરાત યુનીવર્સીટીના વાઈસ ચાંસેલર ડૉ. હિમાંશુ પંડ્યા અને ડીઆરડીઓના કર્નલ બી. ચૌબે સહિત ગુજરાત સરકારના સંલગ્ન વિભાગના અધિકારીઓ દ્વારા આ હોસ્પિટલના સંચાલન કાર્યમાં સહયોગ આપવામાં આવશે.

૯૦૦ બેડની સુવિધાની સાથે આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર અને ક્રીટીકલ કેરની સુવિધા પણ આપવામાં આવશે.

અહિયાં દર્દીઓ માટે ટોઇલેટ- બાથરૂમ જેવી પાયાની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. હેલ્પડેસ્ક સહિત અહિયાં એડમિટ થયેલ દર્દીઓની સાથે જ ડોક્ટર્સ અને પેરામેડીકલ સ્ટાફ માટે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોસ્પિટલમાં ફરજ ર હાજર ડોક્ટર્સ અને પેરામેડીકલ સ્ટાફ માટે રેસ્ટરૂમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

image source

આવનાર બે અઠવાડિયાના સમયગાળામાં જ આ હોસ્પિટલને કાર્યરત કરી શકાય તેના માટે અહિયાં અગ્રતા અને યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ DRDOના કર્નલ બી. ચૌબે અને અગ્ર સચિવશ્રી અંજુ શર્માને જરૂરી સલાહ- સૂચનો આપવામાં આવ્યા હતા. જેથી કરીને અમદાવાદમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!