અમિતાભ બચ્ચને કવિતા શેર કરીને ડોક્ટર્સની તુલના કરી દેવતા સાથે, વાંચો આ મસ્ત કવિતા તમે પણ

અમિતાભ બચ્ચને ડોક્ટર્સ માટે કવિતા દ્વારા દર્શાવી મનની વાત! જેમાં તેમની તુલના દેવતા સાથે કરી

અમિતાભ બચ્ચન છેલ્લાં ત્રણ દિવસથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેમનો કોરોનાવાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ છે અને તેમની તબિયત સારી છે. ચાહકો સતત બિગ બીની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યાં છે અને બિગ બી ચાહકોનો આભાર માની રહ્યાં છે.

image source

૧૩ જુલાઈની રાત્રે અમિતાભે બ્લોગમાં કવિતા લખીને ચાહકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ચાહકોની ભાવના તથા પ્રાર્થના આગળ તેઓ નતમસ્તક છે. ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં હોસ્પિટલના સૂત્રોએ કહ્યું હતું, અમિતાભ તથા અભિષેકની તબિયત સ્થિર છે. બંનેને હજી સાત દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે.

image source

કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંનેનો કોરોના ટેસ્ટ હવે પાંચ-છ દિવસ પછી કરવામાં આવશે. અમિતાભની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. અમિતાભ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી રહ્યાં છે. હાલમાં જ અમિતાભે ડોક્ટર્સ, નર્સ તથા સ્ટાફનો આભાર માનતી પોસ્ટ શૅર કરી હતી.

અમિતાભે કવિતા લખી હતી અને તેમાં ડોક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફની દેવતા સાથે તુલના કરી હતી.

અમિતાભે કહ્યું હતું,

શ્વેત વર્ણ આભૂષણ

સેવાભાવ સમર્પણ

ઈશ્વરરૂપી દેવતા યે

પીડિતોં કે સંબલ યે

સ્વયં કો મિટા દિયા

ગલે હમેં લગા દિયા

પૂજા દર્શન કે સ્થાન યે

પરચમ ઈન્સાનિયત કે

– અમિતાભ બચ્ચન

હોસ્પિટલમાં અમિતાભ-અભિષેક હજી સાત દિવસ સુધી

૧૨ જુલાઈના રોજ નાણાવટી હોસ્પિટલના ક્રિટિકલ કૅર સર્વિસના હેડના ડૉ. અબ્દુલ સમદ અંસારીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, ‘જ્યારે અમિતાભમાં કોવિડ 19ના લક્ષણો જોવા મળ્યાં તે કદાચ પાંચમો દિવસ હતો. ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં હોસ્પિટલના સૂત્રોએ કહ્યું હતું, અમિતાભ તથા અભિષેકની તબિયત સ્થિર છે.

image source

બંનેને હજી સાત દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે. કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંનેનો કોરોના ટેસ્ટ હવે પાંચ-છ દિવસ પછી કરવામાં આવશે. દર્દીઓ પર કોરોનાની અસર ૧૦ કે ૧૨ દિવસે વધુ થાય છે. આ જ કારણ છે કે અમિતાભ તથા અભિષેકને ઓછામાં ઓછા સાત દિવસ હોસ્પિટલમાં રાખવાની વાત થઈ રહી છે.

શનિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો

image source

બીજા દિવસે એટલે કે ૧૨ જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઐશ્વર્યા તથા આરાધ્યા ઘરે જ રહીને સારવાર કરાવી રહ્યાં છે. જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિતાભ તથા અભિષેકનો રિપોર્ટ ૧૧ જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો હતો.

image source

અમિતાભના ચારેય બંગલા (પ્રતિક્ષા, જનક, જલસા તથા વત્સ)ને સીલ કરી દેવામાં આવ્યા છે. BMCની ટીમ તપાસ કરી રહી છે કે છેલ્લાં થોડાં દિવસમાં બચ્ચન પરિવાર ઘરની બહાર કોને કોને મળ્યો હતો અને ક્યાં ગયો હતો.

કોલકાતામાં નોન-સ્ટોપ મહામૃત્યુંજય યજ્ઞ

image source

કોલકાતામાં અમિતાભ બચ્ચનના ચાહકો તેમની તથા તેમના પરિવારની સલામતી માટે નોન-સ્ટોપ મહામૃત્યુંજય યજ્ઞ કરી રહ્યાં છે. ચાહકોએ કહ્યું હતું કે આ યજ્ઞ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી બચ્ચન પરિવાર કોરોનાવાઈરસથી પૂરી રીતે ઠીક ના થઈ જાય. અમિતાભ બચ્ચનના ફેન્સ એસોસિયેશનના સભ્યએ આ માહિતી આપી હતી. આ યજ્ઞનું આયોજન કોલકાતાના બોન્ડેલ ગેટ વિસ્તારમાં આવેલા બચ્ચનના મંદિરમાં કરવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત