કોરોના સંકટમાં અમિતાભ બચ્ચને ભારતની મદદ માટે કરી અપીલ, જોઇ લો આ વિડીયો તમે પણ

કોરોના સંકટમાં અમિતાભ બચ્ચને ભારતની મદદ માટે કરી અપીલ, સામે આવ્યો વીડિયો

દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે ત્યારે અનેક લોકોએ મદદના હાથ લંબાવ્યા છે. બીગ બીએ પણ કોરોના સંકટમાં ભારતની મદદ કરવાની અપીલ કરી છે. કોરોના સંકટમાં દેશની મદદ માટે અનેક બોલિવૂડ સેલેબ્સ સામે આવ્યા છે તો સાથે મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચને પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને કોરોનાથી સુરક્ષા માટે લોકોને જાગ-ત કર્યા છએ.

image source

આ સિવાય દિલ્હીના ગુરુદ્વારામાં ચાલી રહેલા કોરોના સેન્ટર માટે 2 કરોડ રૂપિયાની મદદ પણ કરી છે. આ સાથે સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ ભારતની મદદ કરવાની અપીલ કરતા જોવા મળી રહ્યા છે. તેઓએ તેની નાની ઝલક પોતાના સોશ્યલ એકાઉન્ટ પર શેર પણ કરી છે. અમિતાભ બચ્ચને હાલમાં ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે.

જેમાં જાણવા મળી રહ્યું છે કે તે કોરોનાની લડાઈને લઈને વેક્સ લાઈવના ગ્લોબલ કાર્યક્રમમાં બોલી રહ્યા છે. આ ઇવેન્ટમાં અમિતાભથી પહેલા પ્રિંસ હૈરી બોલ્યા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે તે રોજિંદા અંદાજમા પોતાનો ઈન્ટ્રોડક્શન આપી રહ્યા છે. નમસ્કાર, હું અમિતાભ બચ્ચન. મારા દેશ ભરાતમાં કોરોનાની બીજી લહેરને કારણે મુશ્કેલી આવી છે. હું દરેક વૈશ્વિક નાગરિકોને અપીલ કરું છું કે તે પોતાની સરકાર, દવા કંપીઓથી વાત કરે અને તેમને દાન આપીને મદદનો હાથ લંબાવે. તેમને પણ પ્રેરિત કરે.

ગાંધીજીએ કહ્યું હતુ કે…

image source

અમિતાભ વધુમાં કહે છે કે દરેક કોશિશ મહત્વની છે. જેમકે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સાધારણ રીતે તે દુનિયાને હલાવી શકો છો. આ વીડિયો શેર કરતાં કેપ્શનમાં અમિતાભે લખ્યું છે કે આ કોન્સર્ટ અને દ ફાઈટ ફોર ઈન્ડિયાનો ભાગ હોવું સૌભાગ્યની વાત છે. બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભે એક દિવસ પહેલા કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. આ માહિતી તેણે પોતાના બ્લોગ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે અભિષેક બચ્ચન સિવાય તેમના પરિવારના બધા સભ્યોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.

અમિતાભ બચ્ચને પોતાની ટ્વિટમાં લખ્યું છે, “લગાવડાવી લીધી, મેં આજે બપોરે કોરોના રસી લીધી છે. બધુ ઠીક છે.” આ સાથે, તેમણે તેમના ટ્વિટમાં હાથ જોડતા ઇમોજીનો પણ સમાવેશ કર્યો હતો. આ સિવાય, તેમણે બ્લોગમાં કોવિડ રસી લાગુ કરવાના અનુભવને વિગતવાર લખ્યું છે. તેમણે લખ્યું, “ડન … રસી લગાવી દીધી છે … બધુ બરાબર છે. ગઈકાલે મારા પરિવાર અને સ્ટાફનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો.”

image source

ઐતિહાસિક અનુભવ

આ સિવાય અમિતાભ બચ્ચને એમ પણ લખ્યું હતું કે તેની અને તેના પરિવારની રસી લેવાની પ્રક્રિયા અંગેનો વિસ્તાર પૂર્વક બ્લોગ લખવાની જરૂર છે … તે પછીથી તે લખશે … તેમના માટે તે ખૂબ ઐતિહાસિક હતું. જણાવી દઈએ કે ગયા વર્ષે જુલાઈના અંતમાં અમિતાભ બચ્ચનને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તે લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ હતા.

બચ્ચન પરિવારમાં ચેપ લાગ્યો હતો

અમિતાભ ઉપરાંત તેમના પુત્ર અભિષેક બચ્ચનને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો અને તે પણ અમિતાભ સાથે જ હોસ્પિટલમાં દાખલ થયો હતો. તે જ સમયે, બિગ બીની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જયા બચ્ચન બચ્ચન પરિવારમાં એકલા જ હતા કે જેણે કોરોનાનો ચેપ લાગ્યો નહોતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!